March 09, 2012

નિબંધ એટલે શું...????



                                                                                                                                                    .                                                 આપણા મોટા ભાગના મિત્રો જ્યારે પણ બાળકોને કોઈ વિષય પર નિબંધ લખવા આપે છે,ત્યારે તે બાળકો માટે તે નિબંધ-નિબંધ નહિ પણ શ્રુત-લેખન અથવા તો અનુલેખન બની જતો હોય છે, કારણ કે મોટાભાગે આપણે નિબંધ લેખન કરાવવા માટે નિબંધમાળાનો ઉપયોગ કરતા હોઈએ છીએ અથવા તો આપણને તે વિષય અંગેની જે જાણકારી હોય છે તે બાળકોને જણાવી [થોપી] બાળકો પાસે અનુલેખન જ કરાવીએ છીએ અને તેને નિબંધનું નામ આપીએ છીએ. પરંતુ ખરેખર નિબંધમાં બાળકોના લેખન રૂપી વિચારોની મૌલિકતા જળવાતી નથી. સાથે-સાથે જયારે નિબંધ લેખનની ચકાસણી કરતાં હોઈએ છીએ ત્યારે આપણે પણ બીબાઢાળ રીતે કાં તો નિરીક્ષક અધિકારી અથવા તો નિબંધ-માળાને ધ્યાનમાં રાખી ચકાસણી કરતાં રહીએ છીએ,પરિણામે દિવાળીના તહેવારમાં આજદિન સુધી કોઈ દિવસ પોતાના કે આસપાસના આંગણમાં દિવાળીના દિવસોમાં રંગોળી જાતે પૂરેલી કે પછી તેના આસપાસમાં પણ કોઈ ઘરે પૂરેલી ન જોઈ હોવા છતાં બાળકે  દિવાળી’  વિશેના નિબંધમાં લખવું પડે છે કે “ દિવાળીના દિવસે લોકો પોતાના આંગણામાં ....., નિબંધ લેખન એ દરેકનો તે વિષય-વસ્તુ  પરનો સ્વતંત્ર વિચાર છે એટલે કે બાળક પોતે અથવા તો પોતાની આસપાસનો સમાજ  દિવાળીનો તહેવાર કેવી રીતે ઉજવે છે તેના લેખિત વિચારો એટલે તે બાળકનો દિવાળી વિશેનો નિબંધ ! તેને અનુલેખન બનાવી બાળકોના વિચારોને બાંધવા જેવું કામ ઘણીવાર આપણે જાણે-અજાણે કરી નાખીએ છીએ, [ દિવાળી નો નિબંધ એ તો ફક્ત એક ઉદાહરણ જ છે ]                    
                                                                                                       અમે તો માનીએ છીએ કે આપણી શિક્ષણ પદ્ધતિ પણ નિબંધ રૂપી હોવી જોઈએ, જેમાં  જે તે શીખવવાના એકમ વિષે બાળકોની રજૂઆત અને પછી જ તેમાં ખૂટતાં શિક્ષણની આપણા[શિક્ષક] ધ્વારા પુર્તતા....

કોઈ વિષય પર પોતાના અનુભવો / વિચારોને લેખિત સ્વરૂપમાં રજૂ કરવા એટલે જ તો નિબંધ લેખન !
આપનું શું કહેવું છે????..........

1 comment:

નિરુપમ છાયા said...

નિબન્ધમાં સૂક્ષ્મ અને વિશાળ એવી દૃષ્ટિ સાથે પારનું, આસપાસનું નિરીક્ષણ કરવાની દૃષ્ટિ પણ જોઈએ. નિબંધ એટલે ક્લાદૃષ્ટિ, સૌન્દર્યદૃષ્ટિ અને જીવનદૃષ્ટિને સમૃદ્ધ કરવાની કલા. એ માટે બાળક સાથે સાધના જ કરવી પડે.