આપણી સામાજીક મનોરંજન વ્યવસ્થા સાથે રામલીલા,કઠપૂતળી ,ભવાઈ,શેરીનાટકો વગેરે હજારો વર્ષોથી જોડાયેલા છે. જેનો ક્રમશઃ વિકાસ પણ થઇ રહ્યો છે. જેનું સ્થાન આજે મોટેભાગે સિનેમાઘરોએ લીધું છે, સિનેમા પણ એક નાટકનું જ સ્વરૂપ છે, આજના ઝડપી યુગમાં કદાચ લોકોને કલાકારોની નાટકની ભજવણીના સમયે જોવાનો સમય ન હોય તો નિર્માતા તે નાટકની ભજવણીનું રેકોર્ડીંગ કરી તેની પ્રિન્ટ સિનેમા-ઘરો સુધી અથવા તો તેની કેસેટ આપણા ત્યાં સુધી પહોંચતી કરે તેનું નામ "સિનેમા ઉદ્યોગ"!!! નાટક, ભવાઈ વગેરે મનોરંજન અને સાથે-સાથે સામાજીક રીત રીવાજો અથવા તો અન્ય કોઈ પણ જ્ઞાતિ,જાતિ,સમાજ કે રાજ્યમાં ઘર કરી ગયેલ કુપ્રથા/દુષણ સામે લોકોને ઉજાગર કરવાનું સાધન ગણાય છે.તમે વિચારોને કે હજારો અને લાખો વર્ષોથી ચાલી આવતી આ નાટક,ભવાઈ,રામલીલા વગેરેમાં એવું કઈંક તો હશે જ ને કે જેના કારણે આ બધું આજદિન સુધી જીવંત છે અને સાથે-સાથે તેનો અન્ય સ્વરૂપમાં વિકાસ પણ થઇ રહ્યો છે,અમે માનીએ છીએ કે આ માટેનું કારણ તેની લોકો પરની સચોટ "અસરકારકતા" જ હોઈ શકે છે. આવી જ એક ભવાઈ કરી [ભજવી ] અમારા બાળકોએ જે નીચે જોઈ સમજી શકીએ છીએ.......
અમારી નાનકડી "schoolywood" ના અભિનય સમ્રાટો
અમારા બાળકો વિવિધ શાકભાજીના વેશમાં ...
"અરે સાહેબ, મારી વાડીના શાકભાજી એવા વિવાદમાં પડ્યા છે કે,આપણામાંથી રાજા કોણ?-રામજીકાકા
"અમારી જાત દરેક શાકમાં ભળે,અમારી ટામેટાની જાતમાંથી ચુંટણીમાં હું ઉભો છું"- ટપુ ટામેટો
"રાજા કે રંક,અમે બધાને સંગ, હું છું ડુંડીબહેન ડુંગળી-તમારો મત મને જ આપજો "
"શાક અમારૂ બને રસદાર માટે અમને બનાવો રાજા"-હું છું રામૂ રીંગણ
"બધી જ જગ્યાએ અને બધા જ પ્રસંગમાં મારૂ શાક તો હોય જ !-બચૂ બટાકો
"અમને ખાઓ લીલા કે સૂકા,કાઢી નાખીએ ભલભલાના ભૂકા- હું છું મધુ મરદ "
મતદાન થઇ જવા દો પછી ખબર પડશે -રંગલો
આમ તો કહેવત છે કે "જો તન્દુરસ્તી રાખવી હોય તાજી, તો ખાવા જોઈએ બધા જ શાકભાજી" પણ હવે શાકભાજીના રાજા માટેની ચુંટણી થઇ છે તો પરિણામ તો આવશે જ પણ....
[તમારા મતે શાકભાજીનો રાજા કોણ હોઈ શકે? કોમેન્ટમાં જરૂર લખજો]