February 01, 2011

Re-public day!


નથી કોઈ પરવા દહન કે દફનની,નથી કોઈ પરવા કબર કે કફનની,
નથી કોઈ પરવા બદનના જતનની,મને પરવા છે ફક્ત મારા વ્હાલા વતનની.....


ભારત માતા કી જય..................!!!
મેં પ્રતિજ્ઞા કરી હતી કે હું અંગ્રજોના હાથે જીવતો પકડાઈશ નહિ."- ચંદ્રશેખર આઝાદ

સરફરોશી કી તમન્ના અબ હમારે દિલમે હૈ..દેખના હૈ જોર કિતના બાજુએ કાતિલમે હૈ?.
-રામપ્રસાદ બિસ્મિલ
બહેરી અંગ્રેજ સરકારના  કાન ખોલવા મેં ધારાસભામાં ધડાકો કર્યો  હતો. -"શહીદ ભગતસિંહ '
અંગ્રેજી સત્તા ઉખેડી નાખવાની મને ધૂન લાગી હતી...... "શ્યામજી કૃષ્ણવર્મા  
નાનપણથી જ હું ક્રાંતિકારી વિચારો ધરાવતો હતો.... "વીર સાવરકર "
 અંગ્રેજોની સરકારી નોકરીને મેં લાત મારી હતી.....-વાસુદેવ બળવંત ફડકે 
મેં મિત્રો સાથે રહી "બોંબ"બનાવવાની છૂપી પ્રવૃત્તિ શરૂ કરી.. - "સુખદેવ" 
મને ક્રાંતિકારીઓ "દુર્ગાભાભી" કહેતા..

પ્રોત્સાહન-મહેરા પરષોત્તમભાઈ 
પ્રોત્સાહન-પરમાર વિક્રમભાઈ 




                          







"પ્રજાસત્તાકદિન" નિમિત્તે મોં મીઠું કરતા બાળકો 
 M બાળકો પણ આ જ રીતે એક દિવસ આપણી સામે “ક્રાંતિ” કરે તો નવાઈ નહિ ????   
 ૧૫મી ઓગષ્ટ ૧૯૪૭નો દિવસ આપણા દેશ માટે ખુશ-ખુશાલીનો હતો,તેવી જ ખુશ-ખુશાલી અન્ય દિવસ હતો ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦નો. કેમકે તે દિવસે અંગ્રેજોની આખરી નિશાની જેવા તેમના કાયદા-કાનૂન ફગાવી આપણું બંધારણ અમલમાં આવ્યું, એટલે કે પૂરેપૂરી સત્તા આપણી. આપણું શાસન-પ્રજાની સત્તા-એટલે જ પ્રજાસત્તાકદિન”. આવા રાષ્ટ્રની ખુશીના દિવસે અમને પણ એક વિચાર આવ્યો છે કે નિયમો-શિસ્ત અને વિવેક વગેરેના નામે આપણી શાળાઓમાં પણ કેટલીક વાર આપણે પણ બાળકો પર અંગ્રજો વારી કરી બેસીએ છીએ, ત્યારે બાળકોને પણ શાળા ગુલામી સમયના ભારત જેવી જ લાગતી હશે ને? વિચારો કે બાળકોને જો આપણી શાળાઓ અને આપણા વર્ગખંડો શૈક્ષણિક જેલ જેવા લાગશે તે દિવસે તેઓનું રૂપ ઉપરના ફોટોગ્રાફ્સમાં દેખતા બાળકો જેવું અને  કદાચ વિરોધ કરવાની રીત પણ તેવી જ હશે, ત્યારે ભગવાન જાણે આપણને કોણ બચાવશે
શું આપણે બાળસત્તાક શાળા ઓનું નિર્માણ ન કરી શકીએ?
કેવી હોવી જોઈએ આ શાળા
કેવું હોઈ શકે આ શાળાનું બંધારણ ?.....વિચારો અને  અમને મોકલો  *
પ્રજાસત્તાકદિનની સાચી ઉજણવી ત્યારે જ કહેવાશે જ્યારે આપણે બધા આપણા બંધારણે આપણને આપેલા હકો પ્રત્યે જાગૃત હોઈશું અને પોતાની ફરજો નિભાવવા તત્પર હોઈશું  !!!! 

3 comments:

Govindbhai Maru said...

ઈ-મુખપત્ર: બાયોસ્કોપ તેમજ બ્લોગ:તારે જમીન પર બ્લોગ માટે નવા નદીસર પ્રાથમિક શાળાના આચાર્યશ્રી તથા શીક્ષક ભાઈ–બહેનનોને ખુબ ખુબ અભીનંદન...
ગોવીન્દ મારુ
www.govindmaru.wordpress.com

Unknown said...

ane kahevay sacha arth ma republic day congratesa lot and salute too.

Unknown said...

jay hind