વાંચે ગુજરાત ,વાંચે ગુજરાત ભાઈ વાંચે ગુજરાત
વાંચે બેનો વાંચે ભાઈઓ ,વાંચે નાના બાળ.
ભાઈ આ તો છે ગુજરાત
પુસ્તક હોય નાનું કે મોટું
એ તો હવે શાળામાં તરતું મુકાય
એ તો હવે હાથ હાથ માં ફરતું જાય
ભાઈ આ તો છે ગુજરાત
ઘરડાં હોય કે જુવાન
ગરીબ હોય કે અમીર
હવે તો વાંચનમાં રસ કેળવાય
ભાઈ આ તો છે ગુજરાત
પુસ્તકાલય હોય કે હોય ગામનો ચોરો
હવે તો વાંચન ની ભૂખ જાગી
હવે તો વાંચન ની લગની લાગી
ભાઈ આ તો છે ગુજરાત
વાંચો સમય સંગાથે
સવાર ,બપોર કે રાતે
ભાઈ આ તો છે ગુજરાત
વાંચો તો સ્વ ગૌરવ વધશે
વાંચો તો આત્મસંતોષ મળશે
આમ આપણું ભાગ્ય ફળશે
ઠેર ઠેર વાંચે સૌ કોઈ
જાણે વાંચન નો મેળો
ગ્રંથયાત્રા થી તારી જશે સૌ ભવસાગર નો ફેરો
વાંચન થી જીવન ઝળહળશે
દીપ વાંચન થી નવજીવન મળશે
ભાઈ આ તો છે ગુજરાત
જય જય ગરવી ગુજરાત
-:દીપાબેન આર શીમ્પી
સી .આર .સી કૃષિકેમ્પસ વિજલપોર
તા; જલાલપોર નવસારી
આપણું ગુજરાત
રૂડું ને રૂપાળું , લીલું ને હરિયાળું ગુજરાત
કેવું અદભૂત આ આપણું ગુજરાત
ગુજરાત આપણી જન્મભૂમી ને ગુજરાત આપણી કર્મભૂમિ
ગૌરવ અનેરું અપાવતું ગુજરાત
નાચે ગુજરાત ને વાંચે ગુજરાત
ખેલ મહાકુંભમાં ખેલે ગુજરાત
ગરબે ઘૂમે ને રાસ રચાવે
ઉત્સવો અનેરા મનાવે ગુજરાત
હૈયું હમેશા હરખાતું જાય
એવું આ આપણું ગુજરાત
દરેક ક્ષેત્રે હરણફાળ ભરતું
કોઈપણ ધર્મ કોઈપણ જાતિ
સૌને સદા આવકારતું ગુજરાત
જ્ઞાન ના પુંજ પાથરતું ગુજરાત
દુનિયાના નકશા પર છવાતું ગુજરાત
સવ્પ્નીલ ગુજરાત ને સ્વર્ણિમ ગુજરાત
"દીપ " સૌના હૈયામાં વસતું ગુજરાત
जोश
जाग उठा जोश दिल में
जब आया छब्बीस जनवरी का दिन
नारों के शोर गूंज उठे गगन में
और लहराया तिरंगा प्यारा
याद आई उन वीरों की
जो हुए शहीद इस देश की
आज़ादी के लिए
गाँधी सुभाष और भगतसिंह
कैद हुए कितनी बार
कारावास भुगता कितनी बार
डरे नहीं लड़ गए देकर अपनी जान
आओ याद करे उन्हें दो फूल चढ़ाये
श्रध्धांजलि दे दिल से
दीप कुछ कर दिखाए देश के लिए
- दीपबेंन शिम्पी
सी .आर.सी को.ओ.
नवसारी તા ૨૬/૨/2011