આમ તો આ બાળકો તેમના ભવિષ્યની સાથે-સાથે આપણા ભવિષ્ય માટેના આગંતુક છે, બદલાતા વાતાવરણની સાથે-સાથે પેલી અંગ્રેજી કહેવત” change is painfull ”[બદલાવ સારો હોય કે ખરાબ, હમેશાં પીડાદાયક હોય છે] ની જેમ બાળકોને પણ આ શાળાના વાતાવરણના અનુકૂલન મુજબ થતા હજુ વાર લાગશે. ત્યાં સુધી તો આપણે જ તેમના અનુકૂલન મુજબનું શાળાનું વાતાવરણ ઉભું કરવું પડશે તે ચોક્કસ છે. પ્રવેશ મેળવ્યો એટલે તેની ઉંમર ભણવાની થઇ જ ગઇ છે તેવું માની ધોરણ પહેલાના અભ્યાસ ક્રમનું મેનુ આપી દેવાની કોઇ જરૂર નથી. ધોરણ પહેલાના શિક્ષકો માટે અમારું તો એવું કહેવું છે કે જ્યાં સુધી બાળકો તમને તેમના ઘરની/આસપાસની અથવા તો તેની સાથે બનેલી ઘટનાઓની વાતો કોઇ પણ જાતના સંકોચ વિના કરતા ન થાય[એટલે કે તમારી સાથે વિના સંકોચે વાત કરતા ન થાય] ત્યાં સુધી પહેલા ધોરણની કોઇ ક્ષમતાઓ બાળકોમાં વિકસાવવાની શરૂઆત કરી દેવાની જરૂર નથી. કેમકે તે સમજવા માટે કદાચ બાળક માનસીક રૂપે તૈયાર ન પણ હોય્. ધોરણ પહેલાના માટે જરૂર તો હોય છે ફક્ત થોડી ધીરજની- ઘણા જ પ્રેમની અને પ્રવ્રુત્તિ યુક્ત-શિક્ષણની !
જોઈએ અમારા પ્રવેશોત્સવની એક ઝલક-
હવે ટુંકા સમયમાં જ સૌની સાથે હળી મળી ગયેલી કૃપાલી તે દિવસે!
સૌ વિદ્યાર્થીઓનું કાગળ અને રંગો થી સ્વાગત કરતા શ્રી નરેન્દ્રભાઈ અને મહેમાનો..
શાળાની પરંપરા મુજબ આ વર્ષે એચ.એસ.સી.ની પરિક્ષામાં ૮૨% સાથે પાસ થનાર અમારા વિદ્યાર્થીનું જાહેર અભિવાદન!
અમારી આગામી આઠ વર્ષ માટેની ટીમ-તેમના પ્રથમ ટીમ લીડર શ્રીમતી નીલોત્તમાબેન સાથે!
3 comments:
વહાલા આચાર્યશ્રી,
આપની શાળા અને શીક્ષકમીત્રોને આપના જેવા ગુરુ મળે પછી બાળકોનું ભવીષ્ય ઉજળું જ હોવાનું... બાળકોના અનુકુલન મુજબનું શાળાનું વાતાવરણ ઉભું કરવા બદલ આપને તેમજ આપના સાથી શીક્ષકમીત્રોને સાદર પ્રનામ સહ ધન્યવાદ...
ગોવીન્દ મારુ
https://govindmaru.wordpress.com/
ખુબ જ સ્તુત્ય પ્રયાસ. અભિનન્દન. અમારે લાયક કાઇ પણ કામ હોય તો જણાવવા વિનંતી. chipmap@gmail.com
http://rutmandal.info
આચાર્યશ્રી,
નમસ્કાર !
આપને તેમજ આપની ટીમને ખૂબ ખૂબ અભિનંદન !
આપના આ કાર્યમા મારા લાયક કોઈ પણ કાર્ય હોય તો જરૂરથી આદેશ કરશો; મને આપે સોંપેલ કાર્ય કરવામાં ખૂશી થશે.
અશોકકુમાર દેશાઈ
'દાદિમાની પોટલી'
http://das.desais.net
email: ashok@desais.net
Post a Comment