September 16, 2008

Let's Laugh

  • કૂતરાને જોઇને છૂપાયો
    હવલદાર : સાહેબ, એ વાત બિલકુલ ખોટી છે કે હું ચોરને જોઇને ગભરાઇ ગયો હતો.

    ઇન્સ્પેકટર : તો તું પેલી ગાડીની પાછળ કેમ છૂપાઇ ગયો હતો?

    હવલદાર : સાહેબ, એ તો હું કૂતરાને જોઇને છૂપાઇ ગયો હતો.


  • બિલ વધી જશે

    નટુ : યાર, જો દિવસે સૂરજ ન નીકળે તો શું થાય?

    ગટુ : વીજળીનું બિલ વધી જાય. બીજું શું?

  • અભણની જિંદગી

    ચીનુ કાકા : ડોકટર સાહેબ, આ ચશ્માં પહેર્યા પછી હવે હું વાંચી શકીશ ને?

    ડોકટર : હા, હા, બિલકુલ.

    ચીનુકાકા : તો તો સારું. બાકી અભણની જિંદગી તે કંઇ જિંદગી છે.

  • કૂતરા ભસે છે!

    ગટુ કયારનો હાથમાં બંદૂક લઇને દરવાજા પાસે ઊભો હતો. પત્નીએ પૂછ્યું, ‘કયાં જઇ રહ્યા છો?’ ગટુ : શિકાર કરવા.

    પત્ની : તો જાઓને. કયારના અહીં ઊભા શું રહ્યા છો?

    ગટુ : કેવી રીતે જા? બહાર કેટલા કૂતરા ભસી રહ્યા છે!

  • પરિણીત છો?

    એક ઘનઘોર વરસાદી રાત્રે વરસાદમાં ભીંજાતાં ભીંજાતા નરેશ પિઝા પાર્લર પહોંરયો અને પિઝા પેક કરવાનો ઓર્ડર આપ્યો. દુકાનદારે પિઝા પેક કરતાં કરતાં તેને કહ્યું, ‘તમે પરિણીત લાગો છો.’

    નરેશે કહ્યું : ‘એકદમ સાચું અનુમાન લગાવ્યું. આવી તોફાની રાત્રે પિઝા લેવા માટે મા તો ના જ મોકલે.’

  • ગીત સાંભળશો?

    ગટુ પહેલીવહેલીવાર હવાઇ મુસાફરી કરી રહ્યો હતો. એરહોસ્ટેસ તેને કોકપીટ બતાવવા લઇ ગઇ. ત્યાં જતાં જ પાઇલોટનો હેડફોન ખેંચવા લાગ્યો. પાઇલોટ ગભરાઇને બોલ્યો, ‘અરે, આ શું કરી રહ્યા છો?’

    ગટુ : અરછા, ટિકિટ અમે ખરીદી છે અને ગીતો તું એકલો સાંભળીશ એમ?’

  • આંખો બંધ કરી દે

    પત્ની : અરે, આટલી ઝડપથી બાઈક ના ચલાવો. મને ડર લાગે છે.

    પતિ : ડર લાગતો હોય તો મારી જેમ આંખો બંધ કરી દે ને.

1 comment:

Tarun The Great said...

જોક્સ ની સાથે-સાથે વાર્તા નો સમંવય જામ્યો. . . .