શાળામાં કે સમાજમાં આપણે કદાચ અજાણતાં જ અનુભવીએ છીએ કે, બાળકને કોઈ પણ ભાષા શીખવા/શીખવવા માટે તેની આસપાસનું ભાષાકીય વાતાવરણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે,બાળકને કોઈ પણ ભાષા શીખવતાં પહેલાં તેની પાસે તે બાબતનું ઓડિયો અને શબ્દ ઓળખ માટે વિડિયો ઇન-પૂટ કરવું ખૂબ જ મહત્વનું છે,.બાળક તે ભાષા વિશે જે કંઈ પણ અને જેટલું પણ જાણે છે તેનો ઉપયોગ કરી બાળકોમાં તે ભાષાનું ભાથું આપવામાં આવે તો બાળક તે ભાષાને વધારે સારી રીતે શીખવા-જાણવા અને બોલવા તત્પર બને છે,અને આમ કરવાથી જ બાળક તરફથી તે ભાષા શીખવાની જરૂરીયાત વધે છે.અને જયારે શિક્ષણની જરૂરીયાત વધે છે ત્યારે તે શીખવવા માટેની પદ્ધત્તિની અસરકારકતા પણ વધે છે અને માર્ગદર્શક તરીકેની આપણી મહેનત પણ રંગ લાવે છે. આપણે જોઈએ છીએ કે મોટેભાગે આપણી ખૂબ જ મહેનત/પ્રયત્ન છતાં આપણી પ્રાથમિક શાળાઓમાં વધારે પડતાં બાળકોમાં અંગ્રેજી વિષયનું પાસુ ઓછું પ્રભાવી જોવા મળે છે.તેના માટેના ઘણા કારણોમાંનું એક કારણ એપણ છે કે બાળકોને શાળામાં કે શાળા બહાર અંગ્રેજી વિષયના તાસ સિવાયના સમયમાં જવલ્લેજ આ ભાષા માટેનું જરૂરી ઇનપૂટ મળી રહે છે.અને તે પણ નહિવત પ્રમાણમાં!! અને આવા તાસ બહારના સમયમાં પણ જેટલી બાબતોમાં તેને આ ભાષાનો ઉપયોગ કરવો પડતો હોય તેમાં પણ તે અજાણતાં જ ઉપયોગ કરતાં જોવા મળે છે,એટલે કે તે બાળકને ખ્યાલ પણ નથી હોતો કે જે તે વસ્તુ માટે તે જે શબ્દોનો ઉપયોગ કરે છે તે અંગ્રેજી ભાષાનો જ છે.....
જેમ કે Pen Table Ticket T.v. station packet વગેરે.
.........આવા શબ્દો બાળક એટલા માટે જાણતો હોય છે કે આવા શબ્દો તેના રોજિંદા કાર્યમાં વાંરવાર તેના કાને સંભાળતો હોય છે...વારંવાર બોલાતો હોય છે..અથવા તો તેના વાંચન દરમ્યાન તેની આસપાસના પર્યાવરણમાં આવા શબ્દો તેની સામે વારંવાર આવ્યા કરતો હોય છે.પરિણામે વારંવારના પુનરાવર્તનને કારણે જ બાળકો આવા શબ્દોને સરળતાથી ઓળખી શકે છે-જાણી શકે છે અને ભાષામાં સરળતાથી તેનો ઉપયોગ પણ કરી શકે છે. બસ આ જ રીતે જો આપણે આપણી શાળામાં અને આપણી આસપાસના પર્યાવરણમાંથી એવી વસ્તુઓ કે જે શાળામાં બાળકની નજરમાં વારંવાર આવતી હોય તેવી તમામ વસ્તુઓને અંગ્રેજી ભાષામાં શું કહેવાય/લખાય તે સાથેનું એક લેબલ લગાવીએ તો બાળકને જે તે ભાષાના શબ્દોનું પુનરાવર્તન સાથેનું વધારે ઇનપૂટ મળશે તે ચોક્કસ બાબત છે.જે અંતર્ગત શાળામાંની મોટાભાગની તમામ ચીજ વસ્તુઓને બાળક અંગ્રેજી ભાષામાં જાણે,આમ કરવાથી તેની અંગ્રેજી ભાષાને જાણવા/શીખવા માટેની તત્પરતામાં વધારો થશે અને તે બાબતનું માર્ગદર્શન આપવા માટેનું આપણુંય કામ સરળ બનશે.
અમારી શાળાએ પણ “આવો,શાળાને અંગ્રેજીમય બનાવીએ” નામે આવી જ એક પ્રવૃત્તિ હમણાં બીજા શૈક્ષણિક સત્રની શરૂઆતમાં જ શરૂ કરી છે; તે અંતર્ગત વિદ્યાર્થીઓને આપણે કઈ કઈ વસ્તુઓ ટેગ કરવી જોઈએ તે નક્કી કરવા કહ્યું. તેમને ગુજરાતીમાં એક લાંબી યાદી બનાવી. એમાંથી મહત્વની કેટલીક વસ્તુઓ શોર્ટ આઉટ કરી. તેમના માટેના અંગ્રેજી શબ્દો ડીક્ષનરીમાંથી શોધવાનું કામ ધોરણ આઠના વિદ્યાર્થીઓને સોપ્યું. પછી ના દ્રશ્યો તો હવે તમારી સામે છે. જો કે આ એક નાનકડો પ્રયાસ છે. તે માટેના સુધારા-વધારા માટે આપ સૌના સુચનો પણ આવકાર્ય છે.આ પ્રવૃત્તિથી બાળકોને અંગ્રેજી ભાષાના શિક્ષણમાં કેટલો લાભ કરશે તે તો સમયાંતરે જ જાણી શકાશે અને તે અમે આપને પણ ચોક્કસ જણાવીશું.
[“લાભ” એટલા માટે કે “ખોટ” તો નહી જ થાય તેની અમને ખાત્રી છે]

