August 01, 2011

Traffic Sense !!

l

l

l 

ટ્રાફિક સેન્સ.....


અત્યારે આપણા દેશમાં ઘરની બહાર નીકળતાં જ દરેકને સૌથી પહેલી ચિંતા થાય છે ટ્રાફિકની.દરેક માણસ આજે ટ્રાફિક વ્યવસ્થાપનથી પરેશાન જોવા મળશે. કારણ કે તેને ખ્યાલ છે કે પોતે ગમે તેટલો સાવચેત હોવા છતાં પોતે જાહેરમાર્ગો પર સુરક્ષિત નથી..અને તે માટેના ઘણા કારણોમાંનું એક છે... નાગરિકોમાં ટ્રાફિક સેન્સનો અને બાળકોમાં ટ્રાફિક નિયમો અંગે ખાસ માર્ગદર્શનનો અભાવ..
         ૧૮ વર્ષની ઉંમર એટલે મતદાન કરી શકવાના હક મેળવવાની સાથે-સાથે જાહેર રસ્તાઓ પર વ્હીકલ્સ ચલાવવા માટેની મંજૂરી મેળવવા માટેની ઉંમર પણ ગણાય છે, પણ સામાન્ય આપણા દેશમાં જોઈએ તો બાળકો સરેરાશ ૧૪ વર્ષ કે તેથી ઘણી નાની ઉંમરમાં પણ સાયકલ કે મોપેડ જેવું વાહન ચલાવતા થઇ જાય છે, આવા સમયે બાળકોને ટ્રાફિક સેન્સ માટેનું કોઈ પણ જાતનું ખાસ માર્ગદર્શન મળેલ હોતું નથી,પરિણામે આવા બાળકો અજાણતા જ વાહન હંકારવામાં ટ્રાફિક અંગેના નિયમો તોડતા રહે છે અને પોતે તથા પોતાની  સામે અને સાથે-સાથે  નિયમાનુસાર વ્હીકલ ચલાવાનારનું પણ જીવ જોખમાય તેવી પરિસ્થિતિ ઉભી કરી દે છે, બાળક અજાણતા જ ટ્રાફિકના નિયમોનો ભંગ કરે છે,પણ જયારે આ જ બાળક ૧૮ વર્ષની ઉંમર સુધીમાં તો તેની આ અજાણતા કરેલી ભૂલોનું પુનરાવર્તન થઇ-થઇને ટેવમાં પરિણમી ચુકી હોય છે, માટે જ બાળકોને પ્રાથમિક કક્ષાએથી જ ટ્રાફિક સેન્સ અંગેનું વધારાનું માર્ગદર્શન મળે તે માટેનો હેતુ સહ ટ્રાફિક સેન્સ નામની એક થીમ BALA અંતર્ગત શાળામાં ઉભી કરી,જેમાં શાળામાં આવન-જાવન માટેના મુખ્ય રસ્તા પર ટ્રાફિક સેન્સને લગતી સંજ્ઞાઓનો સમાવેશ કર્યો જેને બાળક જોઈ શકે...એકબીજાને બતાવે અને જયારે બાળકનામાં વધારે જાણવાની ઉત્સુકતા જાગે ત્યારે દરેક પાઠ્યપુસ્તકોમાં મુખપૃષ્ઠના અંદરના પાને આપેલ સંજ્ઞાની વિસ્તૃત ચર્ચા કરી બાળકોને માહિતગાર કરી શકીએ.........
માઈલ-સ્ટોન્સ..










વાહનવ્યહવાર અંગેની સંજ્ઞાઓ /સંકેતો...
















 રેલ્વે-ફાટકનો આભાસ ઉભો કરવાનો એક પ્રયત્ન 

હજુ વધારે સારૂ કેવી રીતે કરી શકાય અને કેવો લાગ્યો અમારો આ પ્રયત્ન કોમેન્ટમાં ચોક્કસ લખો..


CCE- Continuous and comprehensive evolution


æCCE તરફ સરળ દૃષ્ટિકોણ............


Ñશિક્ષકની દ્રષ્ટીએ.....

·     શું હું, વર્ગખંડમાં એવું કરી શક્યો  કે મેં જેવું કરવા ધાર્યું હતું?
  ·  શું મેં જે પ્રવૃત્તિ કરી તે વિદ્યાર્થીઓ સુધી પૂરા પ્રમાણમાં પહોંચી?
  ·  હવે પછી વર્ગને કરાવવાની પ્રવૃત્તિ કઈ-કઈ છે?
  ·  વ્યક્તિગત રીતે કયા બાળકને કેવી મદદની જરૂર છે?
Ñઆયોજનની દ્રષ્ટીએ CCE.........
  ·  કયા શૈક્ષણિક હેતુ પર ધ્યાન આપવાનું છે?
  ·  કઈ શૈક્ષણિક પ્રક્રિયાનો ઉપયોગ થશે?
[ શક્ય તેટલો આયોજનમાં સંકેતોનો ઉપયોગ કરો જેવા કે r/s/a  જેનાથી આયોજન સાથે મૂલ્યાંકનનો પણ રેકોર્ડ રાખી શકાશે]
Ñવર્ગખંડની પ્રક્રિયામાં CCE......
  · આપણા વર્ગમાં મુખ્યત્વે ત્રણ પ્રકારની પ્રવૃતિઓ થતી હોય છે 
=મૌખિક પ્રવૃતિઓ  
=સામગ્રી આધારિત પ્રવૃતિઓ    
=જૂથમાં કરવાની પ્રવૃતિઓ
  · મૌખિક કાર્ય વખતે જે બાળકો શૈક્ષણિક પ્રક્રિયામાં ભાગ નથી લેતા તેમની જ નોંધ રાખો.
  · જૂથકાર્ય વખતે પણ સરળ ફોર્મેટ  [જે તમને અનુકૂળ લાગતું હોય] તેમાં નોધ રાખો કે કયા બાળકો ભાગ નથી લેતા....
  ·સંદર્ભિત શૈક્ષણિક સામગ્રી સાથે કાર્ય કરતા હોય ત્યારે કયા બાળકને મુશ્કેલી છે અને શી મુશ્કેલી છે તેની નોંધ કરો...
      ટૂંક સારમાં જે બાળકો કાર્યન્વિત હોય તે  તમારા આયોજન મુજબ શીખી રહ્યા છે, પણ જે બાળકો નથી શીખી રહ્યા તે બાળકોને બીજા દિવસના આયોજનમાં વધારે મહત્વ મળે તે મુજબની પ્રવૃત્તિઓ/આયોજન આપણે બદલવું પડશે....
Ñરેકોર્ડમાં CCE…

 · આયોજન-    તમારા આયોજનમાં જ CCE નો રેકોર્ડ હશે...
 · પોર્ટફોલિયો-  CCE માટે દરેક બાળકે કરેલા પ્રવૃત્તિ કે અન્ય સ્ત્રોતો ધ્વારા કરેલ સર્જનનું સંગ્રહિત થવું જરૂરી છે- જે તમને તેની સાથે હવે શું કરી શકાય તેની દિશા આપશે.
   · હેતુઓની સિદ્ધિ –  અભ્યાસક્રમમાં target કરેલ હેતુઓ કયો બાળક સિદ્ધ કરી શક્યો અને કેટલા પ્રમાણમાં તેની નોંધ. 
[અહિં પણ આંકડાની માયાજાળ કરતાં symbol વધુ ઉપયોગી થશે]
ÑCCE…વિદ્યાર્થીઓની દ્રષ્ટિએ...
   વિદ્યાર્થીઓને તેમનું મૂલ્યાંકન કેવી રીતે થાય છે..તેનાથી અવગત કરો [બાળકો ઉત્સાહભેર દરેક અભ્યાસિક પ્રક્રિયામાં ભાગ લે તે હેતુસર-જરૂરી પ્રમાણમાં]
 તેમના કાર્યને સ્પષ્ટ શબ્દોમાં અને પ્રોત્સાહિત ભાષામાં ફીડબેક આપો..
તો ...કરી જૂઓ તમારૂ....

Continuous and comprehensive evolution”

     તમારા CCE ના અનુભવો અહિં કોમેન્ટમાં લખો,જેના આધારે અમારા વાચકો નવું જાણે.. 

July 01, 2011

SMC- School Management Committee- શું કરી શકશે ?

F  સ્કૂલ મેનજમેન્ટ કમીટી - Kફક્ત સરકારી કે J અસરકારી પણ???

R.T.E.  પછી આવેલા ઘણા ફેરફારોમાંનો  એક ફેરફાર એટલે  S.M.C.- School Management committee
[શાળા વ્યવસ્થાપન કમીટી].
                                  એ પહેલા પણ VEC, MTA, PTA જેવી સમિતિઓ શાળા અને સમાજને જોડવા માટે હતી પણ સત્ય સ્વીકારીએ આ સમિતિઓ ધ્યેયોથી વિપરીત,ન શિક્ષણ માટે ઉપયોગી કે ન તો શાળાની મુશ્કેલીઓના નિરાકરણ માટે અસરકારક.. !

એવા તબક્કે આવી પડેલ (કારણ આવી પણ સમિતિ હોઈ શકે તેવી કલ્પના પણ નહોતી!) 
SMC  શું કરી શકશે ?

જો નજરને તીરછી કરી થોડીક મૌલિકતાથી વિચારીએ તો આ શાળા માટે જ નહિ પણ સમાજનું પણ પુનરુત્થાન છે ! આ નવાનદીસર ગામ જ્યાં મારે ૧૨ વર્ષ પહેલા વિદ્યાર્થીઓ વચ્ચેથી નાત જાતના ભેદ મીટાવવા ઝઝૂમવું પડતું હતું... ત્યાં આ એક સમિતિ કેવી સાહજીકતાથી સર્વ જ્ઞાતિના લોકોને કોઈ પણ પ્રકારના ભેદ ભાવ વગર એક મંચ પર મુકે છે... અને તેમાંથી પ્રગટે છે – સંવાદિતા ! સર્વે અહી કોઈ નાના કુંડાળાને મોટું કરવા નહિ પણ આ ગામની આગામી પેઢીના ઘડતર માટે ભેગા મળશે !
ઉપરોક્ત વર્ણવેલી SMC જેવું સોનેરી ચિત્ર બધી જગ્યાએ અચાનક નહિ મળે ! – પણ – કદમ માંડવા માટેનો માર્ગ અને માર્ગદર્શન મળ્યા જ છે ! તો હવે જવાબદારી આપણી છે કે આપણે તે સર્વેને એવી રીતે એક રાખીએ કે જેથી કોઈનું માન ના ઘવાય કે ના કોઈની અવગણના થાય !
કાર્યક્રમ ઘોષિત તો થયો છે – સરકારી રીતે પણ જો તેને સ્વીકારીને થોડું આયોજન, થોડી કોઠાસૂઝ ઉમેરીશું તો તે સહકારી સાબિત થશે...
                          અરે ! હા ! SMC અંગે અમારા ઉત્સાહનું કારણ શું ખબર છે ? તમે જાતે જ અમારી શાળાની SMC ના સભ્યોની યાદી ... વાંચીને સમજી જશો !

મહેરા દશરથભાઈ બાબરભાઇ [ગ્રા.પં.સભ્યશ્રી]


બિલદાર ગોરધનભાઈ [વાલી સભ્યશ્રી]
રાવળ સરોજબેન અનિલભાઈ [વાલી સભ્યશ્રી]


મહેરા અમૃતબેન અભેસિંહ [વાલી સભ્યશ્રી]
નાયક બાબુભાઈ [વાલી સભ્યશ્રી]


હરિજન સવિતાબેન ગીરવતભાઈ  [વાલી સભ્યશ્રી]
મહેરા શૈલેષભાઈ દશરથભાઈ [ભૂતપૂર્વ વિદ્યાર્થી]


મહેરા સંગીતાબેન મુકેશભાઈ [વાલી સભ્યશ્રી]
વ્હોરા રૂબીનાબેન ફિરોજભાઈ [વાલી સભ્યશ્રી]

મહેરા રંગીતભાઈ મંગળભાઈ [કડીયા કામનો જાણકાર]

પરમાર લક્ષ્મણભાઈ ભુલાભાઈ[વાલી સભ્યશ્રી]


















































પરમાર પિંકલ ભીખાભાઈ [શિક્ષણવિદ્]










ભરવાડ સામાભાઇ મેરાભાઈ [વાલી સભ્યશ્રી]


પટેલ નીલોત્તમાબેન અમૃતભાઈ [શિક્ષિકા બેનશ્રી]
પટેલ ગોપાલકૃષ્ણ શંકરલાલ [આચાર્ય]

પ્રવેશોત્સવ - The Festival of our Commitment towards Society !

I ના કરશો બાળકની લાગણીઓની અવગણના.........I

પ્રવેશોત્સવ એ આપણી પ્રાથમિક શાળાઓ માટેનો એક મોટો અને ખૂબ સરસ ઉત્સવ બની રહ્યો છે,કોઈ માણસને શાળા સાથે લાગે વળગતું ન હોય તો પણ તે શાળામાં થતા આ ઉત્સવથી તો માહિતગાર હોય છે, એ જ બતાવે છે કે આપણો સમાજ આપણા કામ અને વ્યવસાય વિષે કેટલો જાગ્રત છે. થોડા વર્ષો પહેલાં  એ જરૂરી હતું કે વાલીમાં પોતાના બાળકને યોગ્ય ઉંમરે શાળામાં મૂકવા માટેની જાગૃતિ આવે, પ્રવેશોત્સવ ધ્વારા આ કામમાં તો હવે પૂરેપૂરી સફળતાની નજીક આપણે પહોંચી ગયા છીએ.પણ હજુ તે સાથે સંલગ્ન એક બાબત એવી છે કે જેમાં હજુ આપણે થોડી વધારે કાળજીપૂર્વક કામ કરવાની જરૂર છે તે છે પ્રવેશ પામેલ બાળક માટે શાળામાં[ધોરણ-૧ના વર્ગખંડમાં] જરૂરી વાતાવરણ પૂરું પાડવાની.                       બાળકની લાગણીઓને સમજવા માટે આ અગાઉના બાયોસ્કોપમાં ‘પરાનુંભૂતી’ તેવો શબ્દ-પ્રયોગ કરવામાં આવ્યો છે.  બાળક શાળામાં પ્રવેશ મેળવે એટલું જ નહિ સાથે-સાથે શિક્ષકશ્રી તેને પોતાના હૃદયમાં પણ પ્રવેશ આપે તે પણ ખૂબ જરૂરી છે, પોતાની દરેક જીદને પૂરી કરતા અને પોતાને અનહદ પ્રેમ કરતા માતા-પિતા તેમજ નાના બહેન રડે નહિ તે માટે પોતાના ભાગનું પણ આપી દેતા તેના ભાઈ-બહેન વગેરે વચ્ચેથી જયારે બાળકે અચાનક જ અજાણ્યા માણસો સાથે કલાકો રહેવાનું થશે ત્યારે ચોક્કસ બાળકમાં ચીડિયાપણું, ગુસ્સો,નારાજગી વગેરે રૂપી માંથી કોઈ એક પ્રત્યાઘાત આપણને ચોક્કસ જોવા મળશે ત્યારે આપણે તેવા પ્રત્યાઘાતોની સારવાર ડોક્ટર નહિ પણ માતા-પિતા બની કરવી પડશે. શિક્ષક બની બાળકને સમજવું ઘણું જ મુશ્કેલ છે પણ બાળકની સાથે બાળક બની તેને  સમજવું સરળ છે. કેટલીકવાર બને છે એવું કે આપણાથી અજાણતા થયેલા શિક્ષકપણાના (?) વર્તનથી બાળકોની લાગણીઓને ઠેસ પહોંચે છે અને બાળક આપણાથી અને ધીમે-ધીમે શાળાથી દૂર જતું જાય છે અને ત્યારે આપણા કે આપણા શિક્ષકમિત્રના અજાણતા થયેલ વર્તનના પરિણામ રૂપ આવી ઘટનાના મૂળથી અજાણ આપણો સભ્ય-સમાજ  અને  ક્યારેક ક્યારેક તો આપણે પણ બોલી નાખીએ છીએ કે
‘સરકાર અને શાળા ગમે તેટલું કરે આ લોકોને તેમના ભવિષ્યની પડી જ નથી...’      
                               અમારી શાળાએ પણ અન્ય પ્રાથમિક શાળાઓની જેમ પ્રવેશોત્સવની ઝળહળાટ ઉજવણી કરી. ઝળહળાટએટલા માટે કે અમારી શાળામાં પ્રવેશ મેળવનાર દીપકોની સંખ્યા ૨૬ હતી, દિવાળીમાં બે-ચાર- કે છ દીવાઓથી જો આપણું આખું ઘર ઝળહળી ઉઠતું હોય તો અમારી શાળામાં તે દિવસે છવ્વીસ-છવ્વીસ  દીપકોએ એકસાથે પ્રવેશ મેળવ્યો હતો....હવે છવ્વીસ દીવાઓ વડે શણગારેલ તમારા ઘર અને પછી શાળાની શોભાનો વિચાર તો કરી જૂઓ..હવે આ જવાબદારી અમારી જ છે કે અમારા જાણતા-અજાણતા વર્તનથી કોઈ દીવો શાળાના હાજરી પત્રકમાંથી હોલવાઈ  ન જાય. શાળામાં આજ વર્ષે નવીન રચેલ શાળા વ્યવસ્થાપન સમિતિ [S.M.C.] પ્રવેશોત્સવકાર્યક્રમ સફળ બનાવવા પોતાનો જીવ લગાવી પ્રયત્ન કર્યો હતો..સાથે-સાથે સરકારશ્રીના પ્રતિનિધિ તરીકે પધારેલ શ્રી એમ.કે.ભુસારા [સચિવશ્રી,GIET ] ગામ લોકોની હાજરી, શાળા વ્યવસ્થાપન સમિતિનો ઉત્સાહ, શાળાનો વિકાસ શિક્ષકમિત્રોના શિક્ષણકાર્ય માટેના પ્રયોગો/પ્રવૃત્તિ/પ્રયત્નની નોંધ લીધી હતી અમારી શાળાએ પણ અન્ય પ્રાથમિક શાળાઓની જેમ પ્રવેશોત્સવની ઝળહળાટ ઉજવણી કરી. ઝળહળાટએટલા માટે કે અમારી શાળામાં પ્રવેશ મેળવનાર દીપકોની સંખ્યા ૨૬ હતી, દિવાળીમાં બે-ચાર- કે છ દીવાઓથી જો આપણું આખું ઘર ઝળહળી ઉઠતું હોય તો અમારી શાળામાં તે દિવસે છવ્વીસ-છવ્વીસ  દીપકોએ એકસાથે પ્રવેશ મેળવ્યો હતો....હવે છવ્વીસ દીવાઓ વડે શણગારેલ તમારા ઘર અને પછી શાળાની શોભાનો વિચાર તો કરી જૂઓ..હવે આ જવાબદારી અમારી જ છે કે અમારા જાણતા-અજાણતા વર્તનથી કોઈ દીવો શાળાના હાજરી પત્રકમાંથી હોલવાઈ  ન જાય. શાળામાં આજ વર્ષે નવીન રચેલ શાળા વ્યવસ્થાપન સમિતિ [S.M.C.] પ્રવેશોત્સવકાર્યક્રમ સફળ બનાવવા પોતાનો જીવ લગાવી પ્રયત્ન કર્યો હતો..સાથે-સાથે સરકારશ્રીના પ્રતિનિધિ તરીકે પધારેલ શ્રી એમ.કે.ભુસારા [સચિવશ્રી,GIET ] ગામ લોકોની હાજરી, શાળા વ્યવસ્થાપન સમિતિનો ઉત્સાહ, શાળાનો વિકાસ શિક્ષકમિત્રોના શિક્ષણકાર્ય માટેના પ્રયોગો/પ્રવૃત્તિ/પ્રયત્નની નોંધ લીધી હતી
શાળામાં નવીન પ્રવેશ મેળવનાર બાળકોને તિલક-ચાંલ્લા વડે આવકારતા સરકારશ્રીના પ્રતિનિધિ તરીકે પધારેલ શ્રી એમ.કે.ભુસારા [સચિવશ્રી,GIET 
બાળકોને આવકારતા મુખ્ય ગામ નદીસરથી પધારેલ સમાજસેવક અને પત્રકારશ્રી હિમાંશુભાઈ પંડ્યા  
બાળકોને ચોકટેલ વડે પ્રોત્સાહિત કરતા અમારા શાળા વ્યવસ્થાપન સમિતિ[SMC] ના સભ્યશ્રીઓ 
યોગનું મહત્વ સમજાવવા માટેનો અમારી બાળાનો પ્રયત્ન-આશિકા બામણીયા 
આંગણવાડીમાં બાળકોને  સાયકલ અર્પણ કરતાં SMC ના સભ્યશ્રીઓ 
આંગણવાડીની વિવિધ સ્પર્ધામાં અગ્રીમ રહેનારને ઇનામ વિતરણ  
શીર્ષાસન ધ્વારા બાળ-ક્ષમતાનો પરચો બતાવતો ધોરણ ત્રીજાનો બાળક -નરેન્દ્ર 
શાળાનો ભૂતપૂર્વ વિદ્યાર્થી રવિ -ધોરણ-૧૨માં  ૮૧% માર્ક્સ સાથે -શાળા તરફથી પ્રોત્સાહન 
         શાળા અને કાર્યક્રમ સંધાને પોતાનો અભિપ્રાય આપતા સાહેબશ્રી 
 શાળામાં મોકલતા સમયે બાળકની ઘરે શું-શું કાળજી લેશો ??પ્રવેશોત્સવ કાર્યક્રમ પૂર્ણ થયા પછી શાળામાં  બાળકોની માતાઓ સાથે ચર્ચા કરતા શાળાના બેનશ્રી 
બાળકના સુવ્યવસ્થિત ઘડતરના MOU- પોતાના બાળકની વાલીસ્લીપમાં સહી કરતા વાલી>બડે અરમાન સે રખ્ખા હેં કદમ.......  
બાળકોને આનંદ આપે અને આપણને બાળકોની ઓળખ કરાવે તેવા સ્વનિર્મિત કાર્ડ 

June 13, 2011

If the School is a Garden, Who are you?

બાળ-પતંગીયાને બોલાવવા માટે શિક્ષક રૂપી માળીએ શું કરવું પડશે??? બગીચા વધુ સંભાળ કે બાળ-પતંગીયાનો વાલી-સંપર્ક???

આપણી શાળાઓનો યક્ષ પ્રશ્ન છે વધુ પડતી બાળકોની અનિયમિતતા અને ગેરહાજરીનો, તે માટે ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે. જેમ કે વાલીનો વ્યવસાય, વાલીની નિરક્ષરતા અથવા તો શિક્ષણ પ્રત્યેની અજાગૃતતા,સ્થાનિક પ્રતિકૂળ પરિસ્થિતિ,શાળાનો ગામ/બાળકો સાથેનો વ્યવહાર,આવા તો અનેકો કારણ બાળક અને શાળા વચ્ચેની ગેપ માટે જવાબદાર હોય છે, પરિણામે શિક્ષકમિત્રની  વર્ગખંડમાં કરેલ બેથાક મહેનત છતાં પરિણામ નિરાશાજનક અને આપણા શિક્ષક-મિત્રમાં હતાશા જોવા મળે છે. ગેરહાજર બાળકોને શાળા સુધી લાવવા માટેના પ્રયત્નોમાં જ શાળા/શિક્ષકની મોટાભાગની શક્તિ અને સમયનો બગાડ થાય છે,   તમે એક જૂની કહેવત સાંભળી છે??

સ્ત્રી હઠ – રાજ હઠબાળ હઠ – માન્યા વિના છૂટકો જ નહી.........

શું બાળકો શાળાએ આવવાની હઠ[જીદ] કરે તેવું શાળાનું વાતાવરણ આપણે આપણી શાળામાં ઉભું ના કરી શકીએ?? શું શાળાને એવો મઘમઘતો બગીચો ન બનાવી શકાય કે જ્યાં બાળક રૂપી “પતંગિયા” દોડી-દોડી આવે???

ગયા ચોમાસે શાળા બાગમાં પીળું પતંગિયું !!

 આપણે શાળાનું પર્યાવરણ/વાતાવરણ એવું તો બનાવીએ કે આપણે વાલીસંપર્ક કરવાની જરૂર જ ન રહે, “બાળકોને શાળાએ મોકલવા પડે છે” તેની જગ્યાએ “ઘરે બહુ જ કામ હોય તો પણ બાળકો શાળામાં જતા જ રહે છે” તેવું વાલીઓ બોલતા થાય...તેવું વાતાવરણ શાળાનું બનાવવું 

જ પડશે.

જ્યાં સુધી આપણે શાળાને બાળકોની અરસિક પ્રવૃત્તિઓ,ગુલામીનો અહેસાસ કરાવે તેવા શિસ્તના નિયમો,શિક્ષક અને બાળક વચ્ચેનું અંતર વગેરે કારણો રૂપી ફાફડા-થોરથી શણગારેલ જંગલમાં જો આપણે “બાળ-પતંગિયા”ની હાજરીની આશા રાખતા હો તો આપણાથી મૂર્ખ માણસ કોઈ નથી. વગર વાલી સંપર્કે જો તમે બાળ-પતંગીયાની આશા રાખતા હો તે માટે  તમારે તમારી શાળા રૂપી બગીચાને  રમત-ગમત,બાળ-રસિક પ્રવૃત્તિઓ, શિક્ષક અને બાળકો વચ્ચે લાગણીયુક્ત સંબંધો, સ્વતંત્રતા અને આનંદની મહેક્વાળું વાતાવરણ વગેરે રૂપી ફૂલછોડ ધ્વારા મદમસ્ત બનાવવો પડશે જ !!! કારણ કે બગીચાનું જતન કરી તેને મદમસ્ત બનાવનાર માળીએ કોઈ દિવસ પતંગીયાને બોલાવવા જવા પડતા નથી તે તો [ઉડી-ઉડી]દોડી-દોડી આવે છે.   અરે !! યાર જો એક લીટીમાં કહું તો કોઈ માળી કે જેણે આપણા કરતાં પણ ઓછું શિક્ષણ મેળવ્યું છે તેને પૂછી જો-જો કે “જો પતંગિયાને બગીચામાં બોલાવવા હોય તે શું કરશે??? બગીચાને આનંદમય મદમસ્ત બનાવશે કે પછી પતંગિયાનો વાલી-સંપર્ક કરશે?? અને....


 તમે જ કહોને કે ખરેખર માળીએ પતંગિયાને બોલાવવા શું કરવું પડશે ?? બગીચાને આનંદમય મદમસ્ત કે પછી પતંગિયાનો વાલી-સંપર્ક?? બસ, આપણી પ્રાથમિક શાળાઓમાં પણ આ જ નિયમ લાગુ પડે છે...તમે જ વિચારોને તમને ન ગમતા[આનંદ ન આપતા] સ્થળે જવા માટે ગમે તેટલા લોકો વળગે [વાલી-સંર્પક] તો પણ શું તમે તે સ્થળે જવાનું પસંદ કરશો?? અને માની લો કે કદાચ કોઈના દબાણ વશ થઇ ત્યાં જાવ તો પણ તમારૂ વર્તન અને તમારો મૂડ કેવો હોય??....