January 24, 2011

ઉઠો,જાગો અને........

શું આપણે આપણા શિક્ષક તરીકેના જીવનકાળ દરમ્યાન ઓછામાંઓછા ફક્ત એક બાળકનું  "નરેન્દ્ર" જેવું વ્યક્તિત્વ ઘડતર ન કરી શકીએ???
 
 "સ્વામીવિવેકાનંદ જયંતિ" ના દિવસે અમારી શાળાના શિક્ષક મિત્રોનું કામ પ્રવૃત્તિ દરમ્યાન માર્ગદર્શક તરીકેનું હતું પણ તેઓ પોતે જ બાળક બની પ્રવૃત્તિમાં એવા લાગી ગયા કે અમારા ચંદુભાઈએ તો રંગીન પ્લાસ્ટિક માટીમાંથી આબેહુબ “સ્વામીજી” જ બનાવી દીધા.
                                ૧૨મી જાન્યુઆરી એટલે કે  “સ્વામીવિવેકાનંદજયંતિ”. હવે શાળામાં ૧૨મી જાન્યુઆરીનો દિવસ જો “સ્વામીવિવેકાનંદજી”ને યાદ કર્યા વિના જ પસાર થાય અથવા તો યાદ કર્યા પછી પણ બાળકોને આનંદ મળે તેવી પ્રવૃત્તિ અને તે પ્રવૃત્તિ સાથે-સાથે બાળકો સ્વામીજીના જીવન વિશે માહિતીગાર ન થાય તો-તો ખૂબ જ દુખદાયક વાત કહેવાય!
જીવનમાં આવતા પડકારો સમયે હિંમત ના હરાય તેવું જીવન ધડતર અને બાળકોમાં હિંમત-વિવેક-સાહસયુક્તનું જીવન ચણતર માટે સ્વામીજીના જીવનની દરેક ઘટના એક માઈલ-સ્ટોનનું કામ કરે છે.
દરેક કૌશલ્યમાં અગ્રેસર એવા આપણા સ્વામીજીને આપણે તેમની તીક્ષ્ણ યાદશક્તિ અને છટાદાર વક્તુત્વ માટે વધારે યાદ કરીએ છીએ. અને જો તેમની જન્મ-જયંતિના દિવસે  શાળામાં બાળકોની  યાદશક્તિનો વિકાસ કરતી અથવા તો બાળકોની વક્તુત્વ શક્તિ વધારતી કોઈ પ્રવૃત્તિ વિના જ  ફક્ત તેમને યાદ કરીને જ દિવસ આખો પસાર થઇ જાય તો...તો..આપણે આપણી શાળાના બાળકોની સાથે-સાથે  આપણા સ્વામીજી સાથે પણ અન્યાય કર્યો કહેવાય.
અમે અમારી શાળાના બાળકોને તે દિવસે પૂરેપૂરી વિષય સ્વતંત્રતા આપી કે “ચાહો તો સ્વામીજી વિષે બોલો-લખો-વાંચો-દોરો અને છેલ્લે સ્વામીજી વિશે ચર્ચા તો ખરી જ !"   
"સ્વામીજી" વિશે વક્તુત્વ.........
"બાળપણમાં નરેન્દ્ર તમારા જેવા જ હતા......"ચર્ચા કરતા શિક્ષકશ્રી.
આ ઉજવણી પછી અમારું રસપ્રદ અવલોકન એ છે કે અમારા ધોરણ ૧ થી ૪ ના બાળકો એમને "નરેન્દ્ર" તરીકે અને મોટા બાળકો "વિવેકાનંદ" તરીકે ઓળખે છે!

January 16, 2011

બાળમેળો એટલે...

બાળમેળો એટલે...બાળ-આનંદ મહોત્સવ
મારા મતે મેળો એટલે “આનંદિત સમૂહ” !!!!
બાળમેળાના અંતમાં દરેક બાળકના ચહેરા પર આનંદ છવાયેલો હોય, કરેલ પ્રવૃત્તિઓની આંખોમાં ચમક અને મુખે ચર્ચા હોય, શરીરમાં આનંદિત થાક અનુભવાતો હોય તો સમજવું કે આપણો બાળમેળો સફળ !!!
[અમારી શાળાના બાળમેળાના કેટલાક દ્રશ્યો]  

 "આસ્થા" અને "શિક્ષણ"નો સમન્વય દર્શાવતી અમારા બાળકોની રંગોળી  

 Eછાપકામ
           
    સંગીતF



Eરમત 
માટીકામF






        E   ચિત્રકામ   F 




            
  રંગોળી 
 પોતાના ગામ પ્રત્યેના  પ્રેમને " રંગોળી "માં ઢાળતી બાળા

બાળમેળા ના દિવસે આપણે ફક્ત એટલી  જ પ્રતિજ્ઞા કરવાની હોય છે કે “ગમેતે થાય ! આજે હું કોઈ બાળકને ઠપકો કરી તેનો 
“બાળમેળોનો મૂડ” તોડીશ નહી ”.  
 

    

January 07, 2011

સાંસ્કૃતિક કાર્યક્રમ....

આવો,રાષ્ટ્રીયપર્વની ઉજવણીમાં અભ્યાસક્રમમાંના એકમોનો  પણ "સાંસ્કૃતિક કાર્યક્રમ" બનાવીએ .
                 આપણા.... ચંદ્રશેખર આઝાદ                      
E અમારા ચંદ્રશેખર આઝાદF

શું આ બાળક "ચંદ્રશેખર આઝાદ" ને જિંદગીભર ભૂલી શકશે??
E આપણા   !!!!!    અમારા        F   
     શ્યામજી કૃષ્ણવર્મા 
www.krantiteerth.org/about-shyamji-krishna-varma 






    સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ, દેખના હૈ જોર કિતના બાજુ-એ-કાતિલ મેં હૈ.
 
Í રામપ્રસાદ બિસ્મિલ     Î 
É અમારી દીકરી પરમાર મીના "સુખદેવ"ના પાત્રમાં        Ê 



Þઅમારી દીકરી સુધા.......એટલે કે આપણા દુર્ગાભાભી.Þ 
"દિલ સે નિકલેગી ન મર કર ભી વતન કી ઉલફત [પ્રિત],મેરી મિટ્ટી સે ભી ખુશ્બૂ -એ-વતન આએંગી."
બાળકોના અભિનય માટેના માર્ગદર્શન માટે "ભગતસિંહ' ના એકપાત્ર અભિનયમાં હું પોતે... 

રાષ્ટ્રીય તહેવારોની ઉજવણીનો આપણી શાળાઓને સૌથી મોટો લાભ એ છે કે કદાચ આખું વર્ષ ગામના બાળકો અને ગામની શાળા આપણા ભરોશે છોડેલ આપણા ગ્રામજનો તે દિવસે તો આપણી મુલાકાત ચોક્કસ લે છે, તમે તમારી શાળાની રાષ્ટ્રીય તહેવારોની ઉજવણીનો ભૂતકાળ પૂછજો, સાથે-સાથે ભૂતકાળમાં ઉજવણી સમયે શાળામાં આવતા ગ્રામજનોની સંખ્યા પૂછજો.[અત્યારે આવતા ગ્રામજનો કરતાં ઘણી વધારે હશે, તમારી શાળા વિશે જો ઉપરોક્ત અંદાજમાં હું  ખોટો હોઉ તો તમને સારી કામગીરી બદલ “અભિનંદન” અને આગળનું લખાણ તમારે વાંચવાની કે વિચારવાની જરૂર મને નથી લાગતી] ગ્રામજનોનું  આવું થવાના ઘણા કારણમાનું એક કારણ છે આજે રાષ્ટ્રીયપર્વની ઉજવણી સમયે આપણી કેટલીક શાળામાંથી આછાં  અને કેટલીક શાળાઓમાં અદ્રશ્ય થઇ રહેલા  સાંસ્કૃતિક કાર્યક્રમો”. આવા કાર્યક્રમો આછાં કે અદ્રશ્ય થવાનું કારણ કદાચ આ હોઈ શકે છે.....કે  જ્યારે પણ શાળામાં કોઈ ઉત્સાહી શિક્ષક ધ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવાની વાત છેડાય કે તરત જ તેના થોડી જ વાર પહેલાનાં મિત્રોમાંના નિરૂત્સાહી મિત્રો વાતાવરણને છાવણીમાં તબદીલ કરી દે છે,અને વાતને ટાળવાનો પ્રયત્ન કરે છે,જ્યારે અતિઉત્સાહી મિત્રો સાંસ્કૃતિક કાર્યક્રમ માટેની તૈયારીના સમયને વ્યય અને અભ્યાસક્રમના સમય-પત્રકની નુકશાનીની વાત આગળ ધરે છે. પણ જો અભ્યાસક્રમ જ સાંસ્કૃતિક કાર્યક્રમ બની જાય તો ! એટલે કે અભ્યાસક્રમના જ કોઈ એકમને સાંસ્કૃતિક કાર્યક્રમ બનાવી રજૂ કરીએ તો ! આપણા મતે સાંસ્કૃતિક કાર્યક્રમનું મહત્વ ઓછાવત્તી હોઈ શકે છે,પણ બાળકોને મન તેનો ઉમંગ અનેરો અને  રોલ ભજવતા પોતાના બાળકને  રંગમંચ પર જોવાના તેના માતાપિતાનો ઉત્સાહ-એ તો વાત જ ન પૂછો.

કેમ કે હું તમને જો પૂછું કે
 શું તમારો પોતાનો બાળક તેની શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં કોઈ રોલ-પ્લે કરી રહ્યો હોય તો તેને જોવાનો તમને ઉત્સાહ હોય??? તો તમારા જવાબની શરૂઆતનું વાક્ય આ જ હોય કે
           અરે! તમે મૂર્ખા તો નથી ને ????                                  
®
એકપાત્ર અભિનય – ધોરણ-૭- આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ
 સામાજિક વિજ્ઞાન પુસ્તકમાં આપેલ “ચંદ્રશેખર આઝાદ’ વિશેની વિગતનો અમે સ્ક્રિપ્ટ તરીકે ઉપયોગ કર્યો છે, જેમ કે “હું છું ચંદ્રશેખર આઝાદ, મારો જન્મ...........”
આ જ રીતે આ એકમમાંના અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓનો એકપાત્ર અભિનયનો કાર્યક્રમ તૈયાર કરાવી શકાય છે/કરાવી રહ્યા છીએ..
[તમે તમારી શાળામાં આવો પ્રયત્ન ચોક્કસ કરજો, મુંજવણ સમયે અમને યાદ કરજો, અમે બાળકોના આનંદ અને શિક્ષણ માટે દિવસના ૨૪કલાક અને વર્ષના ૩૬૫દિવસ હાજર છીએ]  

January 06, 2011

આપ જેવા સૌ ગુજરાત પ્રેમીઓની લાગણી,અમારા વાચકની કલમે!


વાંચે ગુજરાત
વાંચે ગુજરાત ,વાંચે ગુજરાત ભાઈ વાંચે ગુજરાત
વાંચે બેનો વાંચે ભાઈઓ ,વાંચે નાના બાળ.
ભાઈ આ તો છે ગુજરાત
પુસ્તક હોય નાનું કે મોટું
એ   તો  હવે  શાળામાં તરતું મુકાય
એ    તો હવે   હાથ હાથ માં ફરતું જાય
ભાઈ આ તો છે ગુજરાત
ઘરડાં હોય કે જુવાન
ગરીબ હોય કે  અમીર
હવે તો વાંચનમાં રસ કેળવાય
ભાઈ આ તો છે ગુજરાત
પુસ્તકાલય હોય કે હોય ગામનો ચોરો
હવે તો વાંચન ની ભૂખ જાગી
હવે તો વાંચન ની લગની લાગી
ભાઈ આ તો છે ગુજરાત
વાંચો સમય સંગાથે
સવાર ,બપોર કે રાતે
ભાઈ આ તો છે ગુજરાત
વાંચો તો સ્વ ગૌરવ વધશે
વાંચો તો આત્મસંતોષ મળશે
આમ આપણું ભાગ્ય ફળશે
ઠેર ઠેર વાંચે  સૌ કોઈ
જાણે  વાંચન નો મેળો
ગ્રંથયાત્રા થી તારી જશે  સૌ ભવસાગર  નો ફેરો
વાંચન થી જીવન ઝળહળશે
દીપ વાંચન થી નવજીવન મળશે
ભાઈ આ તો છે ગુજરાત
જય જય ગરવી ગુજરાત

-:દીપાબેન આર શીમ્પી
સી .આર .સી કૃષિકેમ્પસ વિજલપોર
તા; જલાલપોર નવસારી



આપણું ગુજરાત

રૂડું     ને   રૂપાળું  , લીલું   ને હરિયાળું ગુજરાત
કેવું  અદભૂત આ આપણું ગુજરાત
ગુજરાત આપણી જન્મભૂમી ને ગુજરાત આપણી કર્મભૂમિ
ગૌરવ   અનેરું અપાવતું ગુજરાત
નાચે ગુજરાત ને વાંચે ગુજરાત
ખેલ મહાકુંભમાં ખેલે ગુજરાત
ગરબે ઘૂમે ને રાસ રચાવે
ઉત્સવો  અનેરા મનાવે ગુજરાત
હૈયું હમેશા  હરખાતું જાય
એવું આ આપણું ગુજરાત
દરેક  ક્ષેત્રે હરણફાળ    ભરતું
કોઈપણ   ધર્મ  કોઈપણ જાતિ
સૌને  સદા   આવકારતું ગુજરાત
જ્ઞાન  ના પુંજ  પાથરતું     ગુજરાત
દુનિયાના   નકશા પર છવાતું    ગુજરાત
સવ્પ્નીલ ગુજરાત ને સ્વર્ણિમ ગુજરાત
"દીપ " સૌના   હૈયામાં   વસતું      ગુજરાત


जोश        

           जाग उठा जोश दिल में 
             जब आया छब्बीस   जनवरी का दिन 
                      नारों के शोर गूंज उठे    गगन में 
                                और लहराया तिरंगा प्यारा 
                                       याद आई  उन वीरों की 
                                                जो हुए शहीद इस देश की 
                                                         आज़ादी के लिए 
                                                             गाँधी सुभाष और भगतसिंह 
                                                                 कैद हुए कितनी बार 
                                                                     कारावास  भुगता कितनी बार 
                                                                      डरे नहीं लड़ गए देकर अपनी जान 
                                                                       आओ याद करे उन्हें दो फूल चढ़ाये  
                                                                              श्रध्धांजलि   दे दिल से 
                                                                                 दीप कुछ कर दिखाए देश के लिए 
                                                                                                                      
                                                                                                                     -  दीपबेंन  शिम्पी 
                                                                                                                         सी .आर.सी को.ओ.
                                                                                                                           नवसारी તા  ૨૬/૨/2011
        

January 03, 2011

ચાલો અંગ્રેજીને સરળ બનાવીએ!

J  સામાન્ય રીતે આપણે સૌ અંગ્રેજીમાં નામ લેખન શીખવા અને શીખવવા માટે ક નો k અને ખ નો kh એમ ગોખાવી દીધા પછી બારાખડી...પણ આ વૈજ્ઞાનિક રીત તો નથી જ ને?!
J  એક રસ્તો મળ્યો છે-ખબર નહિ પરફેક્ટ છે કે નહિ પણ પ્રયત્ન તો કરીએ!
૧. તમારા વર્ગના એક-એક વિદ્યાર્થીને તેમનું નામ પૂછો.તેઓ નામ બોલે  ત્યારે તે જ વખતે તેને અંગ્રેજીમાં બોર્ડ પર લખો
J  [બધાના નામ લખાઈ જશે એટલે બોર્ડ કૈક આવું દેખાશે]

૨. હવે દરેકને પોતાનું નામ બતાવવાનું કહો- નેચરલી તે બધા જ બતાવી દેશે. પણ તેમનો આધાર શિક્ષકે તેમનું નામ ક્યાં લખ્યું છે? તે હશે અંગ્રેજી સાથે તે વખતે લેવા દેવા નથી.
૩.તેમને પૂછો તેમને તેમનું નામ કેવી રીતે શોધ્યું? (ખાસ પૂછવું.)
૪.તેમને તેમના ખાસ મિત્રનું નામ બતાવવા કહો.-૯૯% સફળ.. ફરી એ પ્રશ્ન નામ કેવી રીતે શોધ્યું?
J  આ પ્રક્રિયા આ રીતે પણ-
ü  ૧.તમારી બાજુમાં બેસતા વિદ્યાર્થીનું નામ બતાવો.
ü  ૨.તમારી પાછળ/આગળ બેસતા વિદ્યાર્થીના નામ.
ü  ૩. તમારા નામના પહેલા અક્ષરથી શરૂ થતું હોય તેવું તમારા નામ સિવાયના નામ.
ü  ૪. તમારા નામનો પહેલો અક્ષર બીજા કોઈના નામમાં વચ્ચે આવતો હોય તેવા નામ.
J  ત્યારબાદ તે નામોના વાદળમાં તેમના ભાઈ/બહેન/પિતા/માતા ના નામ ઉમેરી ઉપરની પ્રક્રિયા દોહરાવો.
J  હવે તેમને બે નામોમાંથી જુદા જુદા અક્ષર લઇ એક નામ બનાવી લખી બતાવો.
 જેમ કે-  Avinash માંથી Vi અને Sanjay માંથી jay લઈએ તો બને  Vijay !
J  તેમને પ્રયત્ન કરવા દો કે તેઓ તેમની જાતે આવા બીજા નામ લખી શકે.
J  આ રીતે એમને એક સ્વાભાવિક રીતે શબ્દોને ચિત્ર તરીકે ઓળખવા દેવાનો મોકો આપો.
J  વધુ ચોક્કસ બનાવવા તેમને તે દરેકના કોઈક ચોક્કસ ઉચ્ચારો છે તે સમજવા દો.
J  આ બે વાત સમજાઈ જશે તો તેઓને નામ લખવા વાંચવા અઘરા કે ભારરૂપ નહિ લાગે !
J  શું આ રીતે તેમને સ્વાભાવિક અને અર્થપૂર્ણ રીતે શીખવા દેવું તે જ ભાર વિનાનું ભણતર નથી?