શું આપણે આપણા શિક્ષક તરીકેના જીવનકાળ દરમ્યાન ઓછામાંઓછા ફક્ત એક બાળકનું "નરેન્દ્ર" જેવું વ્યક્તિત્વ ઘડતર ન કરી શકીએ???
"સ્વામીવિવેકાનંદ જયંતિ" ના દિવસે અમારી શાળાના શિક્ષક મિત્રોનું કામ પ્રવૃત્તિ દરમ્યાન માર્ગદર્શક તરીકેનું હતું પણ તેઓ પોતે જ બાળક બની પ્રવૃત્તિમાં એવા લાગી ગયા કે અમારા ચંદુભાઈએ તો રંગીન પ્લાસ્ટિક માટીમાંથી આબેહુબ “સ્વામીજી” જ બનાવી દીધા.
૧૨મી જાન્યુઆરી એટલે કે “સ્વામીવિવેકાનંદજયંતિ”. હવે શાળામાં ૧૨મી જાન્યુઆરીનો દિવસ જો “સ્વામીવિવેકાનંદજી”ને યાદ કર્યા વિના જ પસાર થાય અથવા તો યાદ કર્યા પછી પણ બાળકોને આનંદ મળે તેવી પ્રવૃત્તિ અને તે પ્રવૃત્તિ સાથે-સાથે બાળકો સ્વામીજીના જીવન વિશે માહિતીગાર ન થાય તો-તો ખૂબ જ દુખદાયક વાત કહેવાય!
જીવનમાં આવતા પડકારો સમયે હિંમત ના હરાય તેવું જીવન ધડતર અને બાળકોમાં હિંમત-વિવેક-સાહસયુક્તનું જીવન ચણતર માટે સ્વામીજીના જીવનની દરેક ઘટના એક માઈલ-સ્ટોનનું કામ કરે છે.
દરેક કૌશલ્યમાં અગ્રેસર એવા આપણા સ્વામીજીને આપણે તેમની તીક્ષ્ણ યાદશક્તિ અને છટાદાર વક્તુત્વ માટે વધારે યાદ કરીએ છીએ. અને જો તેમની જન્મ-જયંતિના દિવસે શાળામાં બાળકોની યાદશક્તિનો વિકાસ કરતી અથવા તો બાળકોની વક્તુત્વ શક્તિ વધારતી કોઈ પ્રવૃત્તિ વિના જ ફક્ત તેમને યાદ કરીને જ દિવસ આખો પસાર થઇ જાય તો...તો..આપણે આપણી શાળાના બાળકોની સાથે-સાથે આપણા સ્વામીજી સાથે પણ અન્યાય કર્યો કહેવાય.
અમે અમારી શાળાના બાળકોને તે દિવસે પૂરેપૂરી વિષય સ્વતંત્રતા આપી કે “ચાહો તો સ્વામીજી વિષે બોલો-લખો-વાંચો-દોરો અને છેલ્લે સ્વામીજી વિશે ચર્ચા તો ખરી જ !"
![]() |
"સ્વામીજી" વિશે વક્તુત્વ......... |
![]() |
"બાળપણમાં નરેન્દ્ર તમારા જેવા જ હતા......"ચર્ચા કરતા શિક્ષકશ્રી. |
આ ઉજવણી પછી અમારું રસપ્રદ અવલોકન એ છે કે અમારા ધોરણ ૧ થી ૪ ના બાળકો એમને "નરેન્દ્ર" તરીકે અને મોટા બાળકો "વિવેકાનંદ" તરીકે ઓળખે છે!