December 12, 2022

શિક્ષણ એટલે શીખવાની ક્ષણ !

શિક્ષણ એટલે શીખવાની ક્ષણ !

ભાષા એટલે શું ? – એવું જો કોઈ તમને પૂછે તો ? ભાષા એટલે વ્યક્તિ પોતાને પ્રસ્તુત કરી શકે તે માટેના સંકેત !   દરેક વ્યક્તિ માટે ભાષા તેના જીવનનું મહત્ત્વનું અંગ છે. પહેલાનાં જમાનામાં મોટાભાગના વ્યક્તિ પોતાના વતનમાં જીંદગી જીવતા ! એટલે તેને માતૃભાષા સિવાયની ભાષાઓની તો જરૂર પડતી કે તો તે શીખવા માટે પ્રયત્ન કરતો. સમયાંતરે દરેક પ્રદેશોમાં, દરેક સંસ્કૃતિઓમાં, જીવનશૈલીમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. પહેલાંની પેઢીઓ કમાણી કરવા સ્થળાંતર કરવાને મહત્ત્વ આપવાને બદલે જે તે સ્થિતિમાં થોડું વેઠીને વતનમાં જીવન ગુજારો કરી લેતી ! જીવવું તો વતનમાં અને મરવું તો પણ વતનમાંવાક્ય જાણે કે સિદ્ધાંતની જેમ મનાતું ! સમયાંતરે જીવનશૈલી બદલાતી ગઈ. કેટલીક વૈજ્ઞાનિક શોધોએ દુનિયાને નાની બનાવી દીધી. લોકો જીવનની સમૃદ્ધિ અને તે માટેની સગવડો મેળવવા માટે, વ્યવસાયના વિકાસ માટે પરદેશી બની પ્રદેશો બદલવા લાગ્યાઆવા પરિવર્તનથી જ્યાં જન્મશો ત્યાં જીવશોવાળી વ્યાખ્યા બદલાઈપરિણામે માતૃભાષા સિવાયની ભાષાઓનો પ્રાથમિક ખ્યાલ જીવન જરૂરિયાતની યાદીમાં સમાવેશ કરવાનો સમય પાકી ગયો છે. આવા આજના જમાનામાં માતૃભાષા સિવાયની બે કે ત્રણ ભાષા જાણતાં હોય તેને કદાચ હવે નિરક્ષર કહેવાય તો કોઈએ ખોટું લગાડવું નહીં.

બાળક માટે માતૃભાષા ખૂબ મહત્ત્વની છે. કોમ્પ્યુટરના જાણકાર હો તો સમજાશે કે કોમ્પ્યુટરમાં વિન્ડોઝનું જે કાર્ય છે તે કાર્ય માતૃભાષાનું બાળકમાં છે. બાળકના જ્ઞાનને સંચાલિત કરવાનું કામ તેની માતૃભાષા કરતી હોય છે. જન્મથી (કે જન્મ પહેલાં) બાળકમાં માતૃભાષાનું ઈન્સ્ટોલેશન થવાનું શરૂ થઈ જતું હોય છે. બાળકની આસપાસના તમામ લોકોના અવાજ-ઉચ્ચારો તે બાળકના કાનમાં થઈને ભાષા ઘડવાનું કામ કરતાં હોય છે. અને સમયાંતરે ઈનપુટ બાળકની બોલીમાં બહાર આવતી હોય છે > થોડા સમય પછી શાળા એને લેખન સ્વરૂપે સમજ આપતી હોય છે. ભાષા શીખવા માટેનાં પગથિયાં છે. તે પછી સેકન્ડ લેન્ગવેજ સ્વરૂપે અન્ય ભાષા શીખવાની થાય તો પણ ક્રમ કોઈ પણ બાળકને સારી રીતે ભાષા શીખવી શકાય.. એટલે કે..

ü  સાંભળવુંઈનપુટ (લીસનિંગ)

ü  બોલવુંમૌખિક રીતે ભાષા બહાર લાવવી, સાંભળેલું બોલે કે નવી રીતે વાત કરે (સ્પીકિંગ)

ü  વાંચે - ઉકેલે (રીડિંગ)

ü  લખવું  – લેખિત અભિવ્યક્તિ (રાઇટિંગ)

ભાષા શિખવવાની સરળ રીત છે. સમજ સાથે ભાષા શિખવવાના પગથિયાં છે. એટલે તો ધોરણ ત્રણમાં પહેલીવાર અંગ્રેજી વિષયને નવી ભાષા તરીકે શીખતાં બાળકો માટે શિક્ષક તરીકે તેમને સ્ટોરી કહેવું એટલું અઘરું હતું , જેટલું તેમના માટે તે વાર્તાને સમજવું ! ભાષા સાંભળશે તો ભાષા બોલશેએવો આગ્રહ હતો પણ શંકા કુશંકાઓ પણ થતી કે ભાષા સાંભળશે ખરાં પણ સમજાશે તો બોલશે ને ? આવી શંકાઓ સાથે બાળકોને ભાષાનો ઈનપુટ આપવા ધોરણ માં a fox and grapes વાળી વાર્તા માટે કઈક આવું કર્યું અને કેવું થયું જોઈએ.. ક્રમ આવો રહ્યો..

ü  પ્રથમ પ્રયત્ન :  અંગ્રેજીમાં બાળકોને વાર્તા કહી.  >  અંગ્રેજીમાં કહેવાની શરૂ કરી ત્યારે બાળકોના ચહેરા એક એલિયન ને જુએ એમ શિક્ષકને જોઈ રહ્યાં હતાં છતાં પણ હિંમત હાર્યા વિના શિક્ષકનું અંગ્રેજીમાં વાર્તા કહેવાનું ચાલુ રહ્યું..

ü  બીજો પ્રયત્ન :  ત્યારબાદ વાર્તાનો વીડિયો બતાવ્યોતેમાં સૂચના આપી કે વાર્તામાં આવતા શબ્દો ધ્યાનથી સાંભળો અને અંતમાં હું પૂછીશ. બધાં બાળકોએ ભેગાં મળી મોટાભાગના શબ્દોના ઉચ્ચાર પકડ્યા.

ü  ત્રીજો પ્રયત્ન :  હવે વિડિયો દેખાશે નહીં સંભળાશે. તમારે શબ્દો સાંભળી તે સમયે વિડિયોમાં કયું દૃશ્ય ચાલતું હશે તે કહેવાનું છે.

ü  ચોથો પ્રયત્ન : હવે શિક્ષક પુસ્તકમાં આપેલ વાર્તા ચિત્ર વિશે કેટલાક વાક્યો બોલશે, વિદ્યાર્થીઓએ તે ચિત્ર નંબર કહેવાનો છે.

એલિયનની જેમ શરૂ થયેલી વાર્તા કથનના ચોથા પ્રયત્ને તો મોટાભાગનાં બાળકો અપેક્ષા કરતાં પણ વધુ સારી રીતે વાર્તા સમજતાં જણાયાં. અને હા,બાળકોને પણ બહુ મજા પડીશીખવાની મજા પડે-એનું નામ તો શિક્ષણ -એટલે કે શીખવાની ક્ષણ છે ને ? તે પછી રમત હોય કે ભાષા કે પછી બીજી ભાષાની વાર્તા કેમ હોય ?  













No comments: