બાર વર્ષ - 144 માસ - અનેક અનુભવો - અનહદ લાગણીઓ :
એક નામ : બાયોસ્કોપ
જિજ્ઞાસાથી અને ટેકનોલોજી શીખવાના ચક્કરમાં કોમ્પ્યુટરમાં ટાઇપ કરવાનું શરૂ કરેલું.
પહેલી મે, 2010 ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીએ અમારા એ ઉત્સાહની આગમાં પ્રેરણાનું ઘી રેડ્યું.
પહેલી મેથી આપણે શાળાનું મેગેઝિન શરૂ કરીએ..
એવી વાતો કરી ત્યારે શાળા પરિવારમાં મેગેઝિનની કોઈ રૂપ રેખા
(કે જયા)
મગજમાં ય નહોતી. માત્ર એક વિચાર હતો એ બીજને વાવવા માટે પહેલો અંક વર્ડ ફાઇલમાં વાવ્યો.
ઇમેઇલથી એ અંક મોકલી આપ્યો
- સંખ્યા સાવ ઓછી જ હશે. અત્યારે જેમ ફેસબુક પર કોઈ કૉમેન્ટ આપવા ચેક કરવાનુ મન થઈ આવે એમ ત્યારે બાયોસ્કોપમાં કોઈ રિપ્લાય આવ્યો એ ચેક કરતાં… (આવેલા રિપ્લાય- ઇમેઇલ નોટ ફાઉન્ડ ના) એવા કદાચ બીજા બે-એક મહિના ગયા હશે એમાં અમે વલોણું એકતરફી રહી વલોવતા રહ્યા.
અચાનક ટૂંકા - સરસ - તમે સારું કામ કરો છો. - તમે આવું પણ કરો - જુઓ મે મોકલ્યો છે તમને ફોટો એવું દોરાવી શકો - જવાબો મળવાના શરૂ થયા. અને આ મંથનમાં બંને છેડેથી વલોણું શરૂ થઈ ગયું.
પહેલી મે 2010માં શરૂ થયેલી આ આપણા બાયોસ્કોપની યાત્રા પહેલી મે 2022 એ બાર વર્ષ પુરા કરે છે. આ ૧૨ વર્ષમાં દરેક મહિને અમે કંઈકને કંઈક નવું શીખ્યા છીએ કોઈકવાર અમને મળતા પ્રતિભાવોથી અને કોઇકવાર અમારું લખાણ જ અમારો અરીસો બની જતું.
કોઈકવાર શું લખીશું તેની મૂંઝવણ હોય તો કોઈકવાર કેવી રીતે સમાવી શું તેવી સંકડાશ.
કોઈકવાર પાંચ-છ દિવસ અગાઉ અંકના લેખ તૈયાર થઈ ગયા હોય તો ક્યારેક મહિનાની છેલ્લી રાત્રિ અમારા માટે જાગરણ બની જતી.
આ બધા જ ઉતાર-ચઢાવની વચ્ચે એક બાબત સતત રહી અને તે છે બાયોસ્કોપને મળેલો આપ સૌનો સ્નેહ. આ સ્નેહ આ રીતે જ અમારા પર વરસતો રહે તેવી અભિલાષા સાથે એક પ્રશ્ન "આ ૧૨ વર્ષમાં ૧૪૪ અંક પૈકી કયો લેખ તમને યાદ આવે છે જે તમને ખુબ ગમી ગયો હોય? - તે અમને અમારા WhatsApp નંબર 7043718875 પર મોકલી આપશો.
No comments:
Post a Comment