May 07, 2022

📆 દૈનિક આયોજનનું આયોજન 📋📉

📆દૈનિક આયોજનનું આયોજન 📋📉

જ્યારે આપણે નિયમિતતા અને શિસ્તની વાત કરીએ ત્યારે આપણને જડતા દેખાતી હોય છે. વાસ્તવમાં શિસ્ત આપણને  દરરોજ કરવાનાં કાર્યો - સતત અને નિયમિત કરવાનું હોય એવા  કાર્ય કરવા માટેના ટોનિકનું નામ છે.

રોજ શૈક્ષણિક કાર્યનું આયોજન એવી બાબત છે. વર્ગમાં શીખવા - શીખવવામાં કંટાળો હોઈ ના શકે કારણકે તેમાં તો દરરોજ નવાં રસાયણો આવતાં હોય અને તેની દરેક ક્ષણ નદીની જેમ બદલાઈ જતી હોય. જેમ આપણે એકની એક નદી બીજીવાર પસાર કરી શકતા નથી એમ આપણે એકનું એક વર્ગકાર્ય પણ કરી શકતા નથી.

પરંતુ આયોજન ? એમાં દરરોજ લખવાનું - એકબીજા સાથે ચર્ચાવાનું - મુજબ કેટલું થયું ? શું ના થયું ? તે મૂલવવાનું ! અને રોજરોજ - નિયમિત  કરવા માટે આપણી પાસે આપણી પોતાની સમજદારી અને સ્ટ્રોંગ મોટીવ જોઈએ. બાકી પેલી કહેવત મુજબગુજરાતી આરંભે શૂરા.” સાચી સાબિત થાય. જૂન માસમાં નિરાંતે એક એક કરી વિગતે આયોજન અને તે આપણે શું કામ કરવું જોઈએ તેની લેખિત ચર્ચા શરૂ કરી.

જેમ કે  :

  1. આપણે પાઠ્યપુસ્તક ભણાવવાનાં છે કે બાળકો ?
  2. બાળકોને શીખવી દેવાનું છે કે શીખતાં કરવાનાં છે ?
  3. જો શીખતાં કરવાનાં છે તો શું શીખતાં કરવાનાં છે ?
  4. અધ્યયન નિષ્પત્તિઓ વિષે આપણે પ્રામાણિકપણે શું માનીએ છીએ ?
  5. તેનો આપણે ઉપયોગ કરવાનો તો કેવી રીતે કરીશું ? કેમ કરીશું ?
  6. મૂલ્યાંકન માટે વર્ષોમાં આપણને કઈ કઈ સમસ્યાઓ આવી તેનો ઉકેલ આપણારોંજીદા આયોજનમાં મળી આવે એમ છે ?

દરરોજ આના વિષે ટૂંકી નોંધ અમારા ગ્રુપમાં મૂકાતી અને તેના વિષે બધાંનાં મંતવ્યો આવતાં. અને તેના આધારે કોમન શું થઇ શકે તે નક્કી થતું જતું. વર્ષની શરૂઆતમાં આમ નક્કી થયું -

  1. દૈનિક નોંધપોથી (છેલ્લા વર્ષની જેમખાનાવાળી નહિ હોય.
  2. તેમાં તારીખ - વાર - ધોરણ - વિષય - મુદ્દો બાબતો હશેત્યારબાદ જે તે પ્રવૃત્તિ આપણે શા માટે કરાવવા જઈ રહ્યા છીએ તેના વડે કઈ અધ્યયન નિષ્પત્તિ નિસ્પન્ન થશે તે લખવી
  3. એક્ટિવિટી 4 કરાવીશ એવું લખવાને બદલે તે જોડીમાં/ જૂથમાં/ વ્યક્તિગત/ શિક્ષકની મદદથી/ શિક્ષકની મદદ વગર ? બીજા કેવા પેટા  પ્રશ્નો હશે ? કઈ વસ્તુઓ જોઈશે ? પ્રવૃત્તિનું સ્થળ કયું હશે? હોમવર્ક શું આપીશું? તે પ્રકારની નોંધ લખવી.
  4. મુજબ દિવસ દરમિયાન લેવાના તાસનું આયોજન સવારે રૂબરૂમાં ચર્ચવુ તથા તેનો ફોટો અમારા ગ્રુપમાં શેર કરવો એટલે બધા એકબીજાનું આયોજન જોઈ શકે.
  5. વર્ગમાં તે નોંધ સાથે હોય એમાં વર્ગકાર્ય દરમિયાન જે નોંધવા જેવું લાગે નોંધી લેવું.
  6. અધ્યયન નિષ્પત્તિઓ વિષે વર્ગકાર્ય / ચર્ચા / ગૃહકાર્ય / ના આધારે સતત મૂલ્યાંકનમાં ટીક માર્ક કરી લેવું. (આમાં ભાષાની કેટલીક અધ્યયન નિષ્પત્તિઓ એક થી વધુ વખત આવી તો તે દરેક વખતે કરતા ગયા. અને છેલ્લે જે ચિત્ર મળ્યું મૂલ્યાંકન ફાઈલમાં ઉમેર્યું.)

કરવાથી અમને રોજ શું કરીશું તેનું સ્પષ્ટ ચિત્ર મળતું. જો કે અધ્યયન નિષ્પત્તિઓ દર્પણનું કાર્ય પણ કરે છે એટલે  કેટલીકવાર હતાશા પણ થતી કે ચાલીશમાંથી પાંચ-સાત-દશને બરાબર સમજણ પડી. પરંતુ વાસ્તવિકતાનો સ્વીકાર  કરીએ તો આગામી સમયમાં ઉકેલ લાવી શકીએ. એક વર્ષ સતત પ્રક્રિયાને વળગી રહયા.

નોંધપોથીમાં શિક્ષકે વાંચેલા પુસ્તકોનો રીવ્યુ પણ નોંધી દેવો. બધાના  ફોન નંબર અને અન્ય વિગતો પણ નોંધી દીધી. એકમાં કસોટીના ગુણ પણ અહીંયા નોંધી દેવાના શરૂ કર્યા. એટલે અમારા માટે એક જગ્યાએ બધી માહિતી મળી જાય તેવું સંસાધન બની ગયું. એવું તો નથી કે બધાને બધા દિવસ ખુબ ગમી જાય એવું કાર્ય છે. એકબીજાને ટકોર કરવી પડીનવા નવા પ્રશ્નો થતા તેની ચર્ચા થતી, ઉકેલો શોધતા.

હજુ આગામી વર્ષ માટે શું ફેરફાર કરવો તેનો વિચાર કરવાનો બાકી છે. અમારા સૌના પ્રક્રિયા માટેના અનુભવો

કૈક આવા છે.

  1. હેડટીચર તરીકે; આમ, તો આચાર્ય ગોપાલ હતો ત્યારથી દૈનિક નોંધપોથીમાં સહી અને ચર્ચા કરવાનું કાર્ય કરું છું, પણ આટલી સ્પષ્ટ રીતે વર્ગોમાં શું થઇ રહ્યું છે તે પહેલીવાર જાણી શકાયું. કોઈપણ વાલી મને ફોન કરે તો મને ખબર રહેતી કે આજે ક્યા ધોરણમાં શું શીખવ્યું અને શું ગૃહકાર્ય હતું - મને પણ મારા શીખવા - શીખવવા માટેના ખ્યાલો પાકા કરવા મળ્યા. નિયમિત  રીતે એક કાર્ય કરવા માટે તમારે સતત આવતા પ્રશ્નો માટે તૈયાર  રહેવું પડે અને તે વખતે લીડ લઈને ઉકેલો શોધવા પડે - એટલે મારા માટે કાર્ય રોજ નવું હોય એમ લાગતું.

-     રાકેશ નવા નદીસર

  1. હું અગાઉ દૈનિક નોધપોથી લખતી હતીપરંતુ અધ્યયન નિષ્પતિ નો ઉલ્લેખ હોતા કરતા, એટલે આજે શું ભણવાનું છે અમને ખબર હતી. તેનાથી બાળકોમાં આજે શું શીખશે કે સમજશે તે અંગે વિચારતા નહોતા. પરંતુ જ્યારથી અધ્યયન નિષ્પતિ નો રોજેરોજ ઉલ્લેખ કરવાનું એટલે કે નોંધ કરવાનું શરૂ કર્યું ત્યારથી ઝીણી બાબતો  મારા ધ્યાને આવતી થઈ.  જેમ કે પહેલા  આયોજનમાં લખતાં વાર્તા કહીશ અને પ્રશ્ન પૂછીશ. પરંતુ દૈનિક નોંધપોથી માં રોજ અધ્યયન નિષ્પતિઓ લખવાની થતા જ્યારે એક અધ્યયન નિષ્પતિ ધ્યાને આવી કે

    વાર્તા અંગે પ્રશ્નો પૂછે છે?  

ત્યારે ખ્યાલ આવ્યો કે વાર્તા કહીશ અને પ્રશ્ન પૂછીશ અધ્યયન નિષ્પતિ ત્યારે સિદ્ધ થઈ ગણાય કે જ્યારે અધ્યયન નિષ્પતિમાં બાળકો વાર્તા અંગે પ્રશ્નો પૂછે . બાબત મારા ધ્યાનમાં આવતા વર્ષથી હવે મારી વાર્તા કહેવાની પદ્ધતિમાં મોટો ફેરફાર આવ્યો છે, હવે બાળકો વાર્તા સાંભળી અને મારા પ્રશ્નોના જવાબ આપે  એટલે થી આગળ વધી વાર્તા સમજે અને તે પછી નવા પ્રશ્નો સ્ફ્રુરે તેવા પ્રયત્નો કરું છું.

પ્રમાણે બીજી એક અધ્યયન નિષ્પતિ

    કાવ્યો,વાર્તાઓ અને તેના પાત્રો વિશે ભાવાત્મક પ્રતિભાવ આપે છે.

અધ્યયન નિષ્પતિ મારા ધ્યાને આવતા વાર્તા અંગેના પ્રશ્નો પુછવામાં પણ મારામાં મોટો ફેરફાર આવ્યો અને તેમાં બાળકોની ભાવાત્મક બાબતો બહાર નીકળે તેવા પ્રયત્નો શરૂ કર્યાં.

મારો અનુભવ કહું તો મારા નોકરીના જીવનના વર્ષોમાં સૌથી વધુ દૈનિક આયોજન લખવાની અને તે મુજબ કામ કરવાની વર્ષે સૌથી વધારે મજા આવી.

-     નીલા પટેલ [ ભાષા પ્રજ્ઞા શિક્ષણ ]

  1. દૈનિક નોંધપોથી લખવી એટલે આજે વર્ગમાં બાળકોને શું ભણાવવાનું  છેતેની  નોંધ કરતા હતા અને તે પ્રમાણે વર્ગમાં કામ કરતા પરંતુ તેમાંથી બાળકોને શું સમજવાનું છે અથવા શું સમજ્યા તે માટે અમે અમારી નોંધપોથીમાં અધ્યયન નિષ્પત્તિ લખવાની શરૂઆત કરી અને તે પ્રમાણે કયા ટી.એલ.એમ અને કઈ-કઈ વસ્તુના ઉપયોગથી બાળકો સરળતાથી અઘરી વસ્તુ શીખી શકશે અથવા સમજી શકશે તેની સમજ આવતા વર્ગમાં તે પ્રમાણે કામ કરીને સમજાવવાથી બાળકો સરળતાથી શીખી જાય છે તેનો   આનંદ થયો. અધ્યયન નિષ્પતિ લખવાથી બાળક પોતાના ઘરે જઈને  વર્ગમાં શીખવેલ મુદ્દા ને  યાદ કરવા માટે ફરીથી પ્રવૃત્તિ કરવા માટે પ્રેરાય છે તે જાણીને ખૂબ આનંદ થયો. હવે થી તે પ્રમાણે વર્ગમાં કામ કરવા માટે   અને  બાળકો ને સરળતાથી શીખવી શકાય તે માટે નો પ્રયત્ન કરીશ.

-     બારીયા શાંતાબેન આર. [ પ્રજ્ઞા  ગણિત ]

  1. અધ્યયન નિષ્પત્તિની  વાત કરીએ તો એકમના આધારે લખવાનું થાય. પર્યાવરણ વિષયમાં નિષ્પત્તિઓ એકબીજામાં ભળી જતી હોય તેવું લાગે અને એકજ મુદ્દા પર લેખન માટે વિચારવા પડે એકમની એકસૂત્રતા જળવાય, પ્રવૃત્તિ માટે વિચારવા અને સાધન સામગ્રી વિશે બાળકોને કહેવાનો સમય મળે. બાળકો ગ્રુપ પ્રમાણે કામગીરી ની સમજ અગાઉથી પડે અને પ્રવૃત્તિની મજા માણે અને પૂરે પૂરી સમજ મેળવ્યાનો સંતોષ થાય અને પુરા દિવસ દરમ્યાન બાળકોમાં ચર્ચા ચાલે આમ દૈનિકનોંધથી દિવસનું કામ પૂર્ણ કર્યાનો આનંદ મળે.

-     ચંદુભાઈ. [ પર્યાવરણ ધોરણ 3 થી 5 ]

  1. શું કરવુંકેમ કરવું ? કેવી રીતે કરવું ?

દૈનિક નોંધપોથી લખવી એટલે  મારે આજે વર્ગખંડમાં કયા  કયા  મુદ્દાઓ વિશે  ચર્ચા કરવી છે તેની પોતાને સમજાય તેવી નોંધ તૈયાર કરવી એવું  સામાન્ય પણે  માનવામાં આવે છે. તેનાથી  શું કરવું ? તેનો ઉકેલ મળી જાય છે પણ કેવી રીતે કરવુંઅને કેમ કરવું ? તેનો ઉકેલ મળતો નથી. અમે નવા શૈક્ષણિક સત્રથી  સમગ્ર ટીમ મળીને આપણી નોંધપોથી કેવી હશે ? તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવો વગેરેની ચર્ચા કરી  ગુણોત્સવની કલમો અને અધ્યયન નિષ્પત્તિ   બે મુખ્ય બાબતો નો સમાવેશ કરીને  દૈનિક નોંધપોથી લખવાનું નક્કી કર્યું.

    રીતે દૈનિક નોંધપોથી લખવાથી મારે અમુક પ્રવૃતિ કેમ કરાવવી છે ? અને કેવી રીતે કરાવવી છે ?   કઈ કઈ સામગ્રી ની જરૂર પડશે ? કઈ સામગ્રી બાળકો પોતાની જાતે શોધીને લાવશે ? મારે શું તૈયાર રાખવાનું છેઆજે કરવાની પ્રવૃત્તિ વર્ગખંડ કે વર્ગખંડ બહાર કરીશુંસમૂહમાં કરીશું કે જૂથમાં ?   ઉપરાંત  અનુકાર્ય (સ્વાધ્યાયશું આપવું ? આવી બધી બાબતોનો ખ્યાલ રાખીને  ટૂંકી નોંધપોથી લખવાની શરુઆત કરી.

રીતે નોંધ લખવાથી એકમ ભણાવવા કરતા અધ્યયન નિષ્પત્તિ કેન્દ્રિત  રહ્યું એટલે  એકમમાં સમાવિષ્ટ કઈ અધ્યયન નિષ્પત્તિ માટે કેટલો સમય આપવો જોઈએ તે જાણવા મળ્યું. ટુંકમાં મારી લખેલી દૈનિક નોંધપોથીમાં પુસ્તકના પાન નંબર , TLM , પૂરક ગીત વગેરેનો ઉલ્લેખ હોય જે મારી ગેરહાજરીમાં અન્ય વ્યક્તિ પણ ભણાવી શકે .

-     શાંતિલાલ આર માલીવાડ. [ ગણિત ધોરણ 3 થી 5 ]

  1. દૈનિક નોંધપોથી માં અધ્યયન નિષ્પતિ નો  ઉલ્લેખ કરવાનું શરૂ કર્યું ત્યારથી એક વસ્તુ સરળતાથી સમજાતી હતી કે આજની પ્રવૃત્તિમાંથી બાળકોએ શું શીખશે. અત્યાર સુધી દૈનિક નોંધપોથી માં પ્રવૃત્તિઓ કરાવતા હતા તેની નોંધ કરતા હતા પરંતુ તે પ્રવૃત્તિનું લક્ષ શું છે તે અધ્યયન નિષ્પતિ નોંધ કર્યા પછી ખ્યાલ આવતો થયો. પહેલાં પ્રવૃત્તિઓ અધ્યયન નિષ્પતિઓ ધ્યાને લીધા વગર કરાવી દેતાં એટલે કે બાળકો પ્રવૃત્તિ કરે આપણે ચકાસી લઈએ અને પછી આગળ વાત. તેનાથી પહેલા ભણાવી દીધાનો આનંદ આવતો. હવે અધ્યયન નિષ્પતિની નોંધ બાદ પ્રવૃત્તિ શા માટે તેનું લક્ષ દેખાઈ આવતું હતું એટલે કે હવે શીખવ્યાનો આનંદ આવતો થયો. એનો સીધો ફાયદો એકમ કસોટી માં પણ થયો. ભણાવી ભણાવીને થાક્યો છતાં બાળકોને પરીક્ષામાં કંઈ આવડતું નથીએવી ફરિયાદ હવે વર્ષથી ઓછી થતી જણાય છે. જેનો આધાર પુરાવો કસોટીઓની જવાબવહી છે.

-     ગોપાલ પટેલ [ ભાષા પ્રાથમિક વિભાગ ]

  1. આમતો નવાનદિસર એટલે એક હાવ હતો બીક હતી. પણ દરરોજ ચર્ચા થતી અમારે અમારા ગ્રુપ માં ગોપાલ જોડે એની એક વાત કામ કરો તો ખબર પડે અને એની વાતનો મારો  કાયમી વિરોધ. ચર્ચા નો અંત પણ નવા નદીસર આવું તો ખબર પડે એટલાથી થાય. અને એક દિવસ કેનાલ પર ચાલતા જતા, ગોપાલની ચેલેન્જ ઉપાડી ખબર નહી બે દિવસ માં ધામની શાળા ધોરણ બંધ અને રાકેશ પટેલ નો ફોન આવ્યો હિતેશને કામગીરી માં આવવું છે ગોપાલે હા પાડી દીધી અને આપણે પણ નોકરી જોઇન્ટ કરી ત્યારથી આજ સુધી મોટી શાળા નો અનુભવ નહી. વિચાર્યું કે લાવ જઈ આવું મોટી શાળામાં મહિનો પછી તો બદલી થઇ જવાની ને, ઉત્સાહ માં હા પાડી શેરી શિક્ષણ મા કામ કરવાની ને સ્કૂલ માં પણ કામ કરવાની મજા આવી. ઘણું જાણવા મળ્યું, શિખવા મળ્યું. બીક હતી કે જે મોટી શાળાની તે તો દૂર થઈ પણ આત્મવિશ્વાસ વધ્યો. ખાલી ના મળી તો એક રજા 🤣🤣🤣🤣 (મજાક માત્ર છે.)

-     હિતેશ પટેલ [ વહીવટી બદલીમાં મુકાયેલ શિક્ષક ]

8.   પહેલા તો દૈનિક નોંધ લખતિ વખતે વધુમા વધુ પાંચ મિનિટ થતી .. પણ વર્ગમાં પ્રમાણે કામમાં મજા અને તરત ટોપિક પર ચર્ચા કે પ્રવૃત્તિ માટે તકલીફ પડતી હા, હું સ્વીકારું છું.. જ્યારે અધ્યન નિષ્પત્તિ ના આધારે નોંધ લખતી વખતે ઓછા માં ઓછી પંદર મિનિટ થાય ... નવી પ્રવૃત્તિ. ચર્ચા, વિદ્યાર્થીઓ પાસે લેવાના તેમના વિચારો, એમને કઈ રીતથી કે પ્રવૃત્તિ થી ગમશે બધું અગાઉ ના દિવસે નોંધ લખતી વખતે નક્કી થઈ જાય એટલે આપણે પણ તૈયારી કર્યાનો સંતોષ વર્ગમાં પ્રવેશતા પહેલાં મળતો..

      વર્ગમાં પ્રવેશતા બાળકો હે...બેન, આજે આપણી અધ્યયન નિષ્પત્તિ કઈ ? ક્યારેક ભૂલી જઈએ તો નોટમાં જોઈને કહું. એટલે આપણને પણ .નિ પ્રત્યે સભાન રહીએ. ઘરકામ પણ ટોપિક અનુરૂપ પહેલા નક્કી હોય એટલે એમાં પણ સરળતા.. અને હા ક્યારેક વિષય અનુરૂપ કે સામાજિક કોઈ મુદ્દા પર ચર્ચા ચડી જવાય તો નોંધ અમે નોટમાં દિવસે તાસમાં લખી દઇએ બીજે દિવસે બાકીની ચર્ચા આગળ પ્રમાણે ચાલે.

      પહેલા નોંધ લખતી વખતે અઘરું લાગ્યું પણ હવે નોંધ લખતી વખતે આપણી અગાઉના દિવસની આખા દિવસનું કામની તૈયારી થઈ જતી ..જો વધારાની કોઈ પ્રવૃત્તિ કરાવવાની ..જેમ કે ...( આવતી કાલે કોઈ જાહેરાત પરથી પ્રશ્નો  કાઢવા ગ્રુપમાં આપવા છે તો ઘરેથી છાપામાં આવતી જાહેર બાળકો પાસે મંગાવવાનું કે આપણે પણ લાવી શકીએ. કોઈ વાર્તા , ચર્ચા એના વિશે ઘરના કામ કરતા કરતા પણ વિચારી લેવાય કે શાળામાં આવી ચર્ચા કરી લેવાય.. બાળકોને કરેલા સંપર્ક પણ નોટમાં  મળે.

-     દર્શનાબેન પંચાલ [ ભાષા ઉચ્ચ પ્રાથમિક વિભાગ ]

 

  1. આમ તો  દૈનિક નોંધપોથી શિક્ષકનો આયનો કહેવાય. અને આયનામાં આપણને+શિક્ષણ જગતને આપણા દર્શન થાય. સાચું કહો તો થોડા વર્ષો પહેલા દૈનિક નોંધપોથી અધિકારીઓના કે મારા ઉપરીની ટિપ્પણીથી ડરીને લખતો હતો..પણ સમય જતા સમજણ વિકસતી ગઈ અને એમાંય અધ્યયન નિષ્પત્તિનું આગમન થતાં આજે મારે કયા ધોરણમાં શું શીખવાનું છે અને કેવી રીતે શીખવવાનું છે? તેની સંકલ્પના સિદ્ધ થતી. અને માહિતી તથા સમજણ વચ્ચેનો ફર્ક મને સમજાયો મતલબ કે

👉 "બાળકો સત્યનું મહત્વ જાણી પોતાના જીવનમાં સત્યનું આચરણ કરે છે ".  જો પ્રકારની કોઈ અધ્યયન નિષ્પતિ હોય તો તેના માટે જરૂરી નથી કે આપણે રાજા હરિશ્ચંદ્ર કે ગાંધીજીનું ઉદાહરણ લઇએ. એના માટે આપણે આપણી સ્કૂલનું કે આપણા ગામના બાળકોનું અને વર્ષ દરમિયાનની વિવિધ ઘટનાઓથી પણ આવી અધ્યયન નિષ્પતિ અને મૂલ્ય સિદ્ધ કરી શકીએ છીએ.

👉 એટલે આમ તો અધ્યયન નિષ્પત્તિ  મને ઘણી વાર પુસ્તકોમાંથી બહાર લઈ જતી હતી. અને આખા દિવસના અધ્યાપન કાર્ય બાબતે મારું સ્ટેન્ડ ક્લીયર રહેતુ.

👉 અને હા મુખ્ય બાબત હતી કે અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ કરવા માટે પાઠમાંથી વિવિધ મુદ્દાઓ લેવાના અને બાળકોને કઈ રીતે સમજાવવા તે વિશે  મનોમન પોતાની જાત સાથે જે ચર્ચાયુદ્ધ થતું તેનાથી અમને ઘણી માહિતી યાદ રહી જતી, જે અધ્યાપનકાર્ય વખતે ખૂબ ઉપયોગમાં આવતી.

🤣 ખાલી કંટાળો ત્યારે આવતો જ્યારે સહી કરાવવા જઈએ. કેમ કે ચર્ચામાં આમ કરી શકાય, તેમ કરી શકાય.. એવી સૂચના મળે  સીધે સીધો આદેશ નહિ પણ આડકતરી રીતે અમે તો આદેશ સમજીએ 🤣🤣 પણ અંતે...મળેલું માર્ગદર્શન અમારા અને બાળકોના હિતમાં હોય.

- લક્ષ્મણ પરમાર [ ઉચ્ચ પ્રાથમિક વિભાગ. સામાજિક વિજ્ઞાન ]

  1. આયોજન રોજના કામનું અને બાળકોએ આપેલ પ્રતિભાવ  અંદાજિત.

આમ તો દૈનિક નોંધપોથી લખવી (ખાનાવાડી) 😀 સૌથી સહેલું કામ હોય છે લખીએ અને દિવસ પૂરો. પણ જ્યારથી અધ્યયન નિષ્પત્તિ મુજબની લખવાની શરૂઆત કરી ત્યારે સૌથી પહેલી મૂંઝવણ નિષ્પતિ મુજબ નોંધ કેવી રીતે લખવી. આમ તો વર્ષોથી ચવાયેલ  વાક્યો જેમકે ઓપન ઇંગ્લીશ ટેક્સટબુક  યુનીટપેજ નંબર 65 એક્ટીવીટી 8 બોલીને શરૂઆત કરીએ પણ જ્યારે નિષ્પત્તિ લખાય ત્યારે સૌથી પહેલાં આપણે વિચારવું પડે કે આગે નિષ્પતિ શીખવા માટે મારે એના પહેલા ફરી એક્ટિવિટી કઈ કરવી પડે જેમકે  ભૂતકાળના વાક્યોની હોય તો પ્રીટાસ્ક માટે વર્તમાન આપવી પડે એની પણ નોંધ કરવાની . શરૂઆતનું એક મહિનો બહું ગોથા ખાધા.

મનમાં વિચાર પણ શું બધું નવું કરાવ્યા કરે છે પણ નવા નદીસરમાં કરેલા અનુભવને આધારે એક વાત પાકી હતી કે આનું લાંબા ગાળે ફાયદો મળશે . એટલે  4 મહિના બાદ કઈક આમ એક દિવસ અગાઉ લખવાનું શરૂ થયું .

અધ્યયન નિષ્પતિ . ધોરણ વિષય  પાન Pre task.  Main task અને હા પ્રિય બાળકો માટે અલગ થી કામ જેમકે  વાંચન હોય તો કેટલા શબ્દોમાંઆવે , કયા અક્ષરો બેવડાઈ જાય છે છે તેવા સ્પેલિંગો, આમ ઘરકામ પણ પહેલા બાળકો કહેતા કે થઈ જશે પાન મુજબ પણ હવે ઓવર ઓલ મારું નિષ્પત્તિ અનુરૂપ ટેક્ષ્ટ બહારનું ઘરકામ મળવા લાગ્યું. અમુકને સારું અમુકને ભારે લાગ્યું. વચ્ચે મજા આવે એમ પણ આપતો કે તમારા ઘરના સભ્યો ના નામ અંગ્રેજીમાં લખી ડીક્સનરી ક્રમ માં ગોઠવો. તમારા ફળિયા કે ગામના વ્યવસાયકારોના નામ અંગ્રેજીમાં લખો. સૌથી વધુ મજા મને 6 ગુજ માં આવી. સ્વાધ્યાય અને અભ્યાસ માત્ર ચર્ચા, બાકી લેશન તમે જંગલમાં ફરવા ગયા હોય અને સામે સિંહ મળે તોતમારા  ખેતર નું ચિત્ર દોરી વર્ણન કરોઆમ મજા પણ આવી અને કઈક અંશે  મગજમારી પણ થઈ. પણ હવે વિઝન કલિયર છે.

ત્રણ પ્રકારના બાળકો માટે અલગ ઘરકામ અને ટાસ્ક. (આમાં વહીવટી ભાર પણ હતો દર ગુરુવાર/ શુક્રવાર સવારે 1 કલાક વહેલું આવી થઈ જતું. કોઈ પણ ભોગે હું વહીવટી કામ કરતો હોવ ને બાળકો ને નીરસ કામ કરતા હોય એવું એક પણ દિવસ બને. એક કલાક પૂરો બાળકોનો . ગમે તે થાય ગમે તે કામ આવે .

- સ્વપ્નિલ ( ભાષા ધોરણ 6 થી 8)

અમારા સૌના અનુભવો જોઈ  અમને સૂચનો આપશો કે અમે વધુ સારું શું કરી શકીએ ?