આપણે મળીએ તે જ મજા !
કોવિડ પછી માણસો મળતા ખરા પણ જાણે કે બધું ઔપચારિક થતું.
સ્માઈલ કરી હોય તોય આંખોથી જ સમજાય. ચહેરા પર માસ્ક ચિપકાવેલું હોય. શાળા અને શેરીમાં મળવાનું જાણે સંતાકૂકડી રમતા હોય તેવું
! થોડા દિવસ મળીએ ને પાછા સ્ક્રીન આપણને જુદા પાડી દે.
આ વખતે બાળકો શાળા વડે દૂર દૂર રહો, જમવા માટે છૂટા છૂટા બેસો.
જેવા સૂચનાઓ સામે બંડ પોકારી ઊઠયા.
જમવા માટે પાંચ
- પાંચ / છ - છ ના ઝુમખા બનવા લાગ્યા.
પાણીના ગ્લાસ પણ હટાવી લીધેલા અને બધાને પોતપોતાની બોટલમાંથી જ પાણી પીવું તેવું ફરજિયાત કરેલું…ત્યાં હવે શરૂઆતમાં કોઈ ના જુએ તેમ અને પછી તો સાહજિક બની…ટિફિન શેર થવા લાગ્યા.
ચણા પુલાવમાં મકાઈનો રોટલો મિક્સ કરી - દોસ્તી નામની ડીશ બનવા લાગી.
તેઓ આ રીતે જમતા હોય ત્યારે સમજાય કે એકમેક સાથે હળીમળીને મિત્ર બનીને શાળામાં ભાગીદાર બનવાથી કેટલા રૂડા ચિત્રો રચાઈ શકે !
બપોરે જમવા બેસવામાં તેમની ટોળીઓ તરફ નજર નાખીએ ત્યારે તેમાં રહેલી કોઈ પેટર્ન ના હોય. સામાન્ય રીતે : એક ધોરણમાં ભણતા
/ એક ફળિયા કે ગામમાંથી આવતા
/ એક ધર્મ કે જાતિ ધરાવતા
/ એક સરખી આર્થિક સ્થિતિ ધરાવતા કુટુંબમાંથી આવતા કે : - આવું બીજું ઘણું બધું જે આપણા જેવા મોટેરાંઓ વિચારી શકે ! પણ, હરખ થાય તેવા ભાતચિત્રોમાં આપણે બનાવી રાખેલી,
વિચારેલી કે આપણા મનમાં ઘર કરી ગયેલી એક પણ પેટર્ન તેઓ નથી રચતા.
તેમના ઝૂમખાં : મેગી
/ ચણા પુલાવ / ખીચડી / રોટલી શાક / રોટલો ગોળ / ભાત જેવા બધા પ્રકારના મિશ્રણ હોય. જુદા જુદા ધોરણના અને જુદી જુદી ઉપર વર્ણવેલી સ્થિતિઓ ધરાવતા હોય તેઓ મજાથી ખાતા હોય. ખાવું તેમના માટે ગૌણ બની ગયું હોય અને મળવું મહત્વનું તે તેમના રિસેસના કલબલાટથી સમજી શકાય.
ગામમાંથી જ આવતા છોકરાં પણ ટિફિન લાવે.
જેઓ નિયમીત મધ્યાહન ભોજન વખતે ય કહેતા કે ભૂખ નથી તેઓ ય ખાલી મમરા ભરી લાવે.
કારણ બસ : આમ, બેસીને વાતો થાય.
મેદાનની જેમ શાળાના વર્ગમાં પણ જાણે હવે પૂર્ણ ભેળ બની રહી છે.
વર્ગખંડમાં પ્રવૃતિ હતી : તમારા પડોશી વિશે લખો.
🙋 ધોરણ 4 ની
દિકરી : સાહેબ આને આના દાદી વીશે ન લખવાનું હોય?
તેના દાદી તેની બાજુના ઘરમાં રહે છે.😔
🙋પેલી દિકરી :
અરે ના ભલે દાદી દાદા એ અલગ રહેતાં હોય પડોશી ન ગણાય, અમારા ઘરનાં જ ગણાય ! 🥰
👀( કાશ એના માતા-પિતાએ આટલી સમજ કેળવી હોત )
અને એવું જ વર્ગમાં થયેલી મૂંઝવણ સંધ્યા સભામાં !
🙋પૂનમને પર્યાવરણમાં દત્તક શબ્દથી થયેલી મૂંઝવણ છેક સાંજ
સુધી ચાલી..છેલ્લે બધા મળ્યા..વાતો કરી..તો ગૂંચ ઉકલી કે લગ્ન વગર દીકરી ક્યાંથી ?
શાળા મેદાનો, વર્ગો અને સમૂહ બેઠકો સિવાય અન્ય શાળા સાથેના મિલાપ પણ જીવંત બનવા લાગ્યા છે.
એક
શાળામાંથી બીજી શાળાના વિદ્યાર્થીઓ સાથે ઓળખાણ કરાવવા માટે ટવિનિંગ કાર્યક્રમ
યોજાય અને અચાનક એવો મેળાવડો થઈ જાય તે વધુ આનંદ આપે તે પણ આ કોવિડના બે વર્ષ પછી
અનુભવાયું. કે.જી.બી.વી. મોરવા હડફની વિદ્યાર્થીનીઓ ગોધરા એક સાંસ્કૃતિક
કાર્યક્રમ માટે આવેલી ને તેઓએ આપણી શાળા જોવાની ઈચ્છા જાહેર કરી. બપોર પછીના
સમયમાં તે દીકરીઓ શાળામાં આવી અને જાણે આ કોરોના હવે જતો જ રહ્યો છે. પહેલાં બીજા
ધોરણના બાળકોએ તો એકસાથે 30 જેટલા
મહેમાન શાળામાં આવે અને તે પણ આવા પોશાકમાં ! એક દીકરી ભારતમાતાની વેશભૂષામાં -
સાથે આર્મીના ડ્રેસમાં બીજી બધી દીકરીઓ જોઈ વ્રજ ( ધોરણ -1) તો
બૂમ પાડીને કહે “આર્મી આઇ ગઈ, આર્મી.”
તેને જ છૂટા પડતી વખતે તે દીકરીઓને ડાયલોગ શીખવ્યો કે “ડરતી હૈ દુનિયા જો કોઈ ડરતા હૈ… ઔર આજ હમ દુશ્મન કો
ડરાને નિકલે હૈ!” આપણી શાળાની કેટલીક છોકરીઓ તો તેમની
સાથે શાળામાં ફરતાંફરતાં દોસ્તી કરી લીધી. તેમનુ પરફોર્મન્સ પણ
જોયું. તેમની દિનચર્યા વગેરે વિશે વાતો થઈ. આ બધામ કશું જ મહત્વનું નહોતું….
સિવાય “મળવું"
બસ, હવે તો એક જ પ્રાર્થના રાખીએ કે
આપણું આવું મળવાનું અટકે નહીં.
No comments:
Post a Comment