લોકડાઉનની આડ લાડ અસરો !
લોકડાઉનમાં બાળકો
સાથે શૈક્ષણિક કાર્ય માટે રૂબરૂ મળ્યા કરતાં વધારે સમય ટેકનોલોજીથી જોડાયા. ટેકનોલોજી વડે ખૂબ જ
સમય આપ્યા પછી આ તો વધુ મહેનત બાદ પણ શિક્ષક
તરીકે બાળકોસાથે રૂબરૂ થઈએ તો જ સંતોષ થાય એવું સતત અનુભવતા તેનું એક માત્ર કારણ એ જ કે આપણે સૌ શિક્ષકો છીએ. બાળકને
ઓનલાઇન વહાલ કરવાથી માતાને જેવો અનુભવ અને સંતોષ થાય એવો અનુભવ અને સંતોષ આપણા સૌનો હતો.તેમાં શિક્ષણની પ્રક્રિયાઓ પૂર્ણથતી, અને મોટાભાગે પરિણામ પણમળતું ખરું ! - પરંતુ લાગણીઓ તો એવી જ અધૂરી અને અધૂરપ હોય એવી લાગણી. એને કારણે જ બાળકોને આપણે ભણાવી કે શીખી શક્યા નથી, અથવા તો બાળકો શીખવામાં પાછળ પડી ગયાનો, કે પછી તેઓના માટે પૂરો સમય નથી આપી શકતાનો અજંપો રહે. આ બધું થવાનું કારણ પણ આપણામાં રહેલો શિક્ષકનો જીવ હતો.
કોરોના કાળમાં રાહત થતાં હવે જ્યારે ધોરણ ૬ થી ૮ ની શાળાઓ શરૂ થઈ અને બાળકો રૂબરૂ મળ્યા
ત્યારે આપણામાં જીવ આવ્યો હોય તેવું લાગ્યું.માતા પોતાના ખોવાઈ ગયેલા વહાલસોયાને મળતાં જ છાતીસરસો ચોંપી દેતી હોય છે. બાળકો જ્યારે પહેલા દિવસે શાળામાં આવ્યા ત્યારે આપણે સૌ એતેમના સ્વાગતમાં આવું કર્યું નહીં હોય પણ આવો જ આંનદ અને
અહેસાસ તો એ જ થયો હશે.
લોકડાઉનમાં શાળાઓ બંધ છે – શિક્ષણ નહીં એવું સતત આપણે સૌ ખરેખર
તો આપણી સાંત્વના માટે કહેતા હતા. કારણ ચિંતા હતી કે બાળકો નવું શીખેક્યારે, કોની પાસેથી ?શીખેલું ન ભૂલે તે માટે ધ્યાન કોણ અને કેવી રીતે રાખશે ? અથવા તોજો બાળકો શીખવાનું જ ભૂલી ગયા તો તો શાળાઓ ખૂલ્યા પછી પણ ચઢાણ કદાચ
કપરા બનશે. અમારો પણ પ્રયત્ન એવો જ રહ્યો કે લોકડાઉન શીખવાનું ન ભૂલે.
બીજું બધુ તો પહોંચી વળાશે.
શાળા ખૂલતાં જ બાળકો
સાથે રૂબરૂ વધુ સમય સુધી રહેવાનું થયું. એટલે વાતો પણ વધુ થઈ. બાળકો શેરીમાં
કહેવાનું ભૂલી જતાં તે બધા જ પ્રસંગો શાળામાં શિક્ષકોને કહેવા લાગ્યા ત્યારે
ઘણીબધી મજા આવી પણ નોંધ અમે એ વાતની લીધી કે બાળકોને ઘરે વધુ બોલવાની – વ્યક્ત
થવાની તક મળી હોય. દરેક વાતને વર્ગખંડ સામે સમજપૂર્વક રજૂ કરતાં જોઈને આનંદ થતો.
બાળકો શીખવાનું ભૂલી જશે એ ડર તો મટી જ ગયો. પરંતુ કેટલાંક બાળકો તો ક્યાંથી શીખવા
મળશે તેવું શોધવાનું પણ શિખતાં થઈ ગયાં હતાં.
શાળામાં નિબંધ લેખન સ્પર્ધા અંગેના પત્ર જ્યારે બાળકોના હાથમાં આવ્યો ત્યારે, અરે ! આ તો અમે ઘરેથી જ લખી - કાલે લેતા આવશું આવા ડાયલોગ સાંભળવા મળ્યા ત્યારે એમણે સાબિત પણ કરી બતાવ્યું કે હા અમે શીખવાનું ભૂલ્યા નથી. ક્યાંથી શીખીશું એ પણ જાણ્યું છે. ક્લસ્ટર કક્ષાએ સંદીપ નો અને તેજલનો પ્રથમ નંબર આવ્યો ત્યારે તેમણે એ પણ સાબિત કરી બતાવ્યું કે હા, અમે જાણેલું, શીખેલું વ્યક્ત કરવાનું પણ વધુ સારી રીતે અપડેટ કર્યું છે. હવે ખોજ એ ચાલુ રાખવાની છે કે રમતગમત અને અન્ય સામૂહિક કૌશલ્યોમાં જેમની મહારત હતી એ બધાના કૌશલ્ય કરમાયા છે કે ખીલ્યા છે ? જે હજુ શાળા સુધી પાછા પહોંચ્યા નથી તે બાળકો માટે શાળા ક્યારે પોતાના હાથ ફેલાવી શકશે.. ?