ચાલો, હોમ લર્નિંગ માટે હોમ ને ક્લાસરૂમમાં ફેરવીએ !
અત્યારે હોમ શાળાઓમાં
ફેરવાઈ ગયા છે. શૈક્ષણિક પ્રક્રિયાઓ હવે આંગણામાં અથવા તો મોબાઈલ સામે કે ટીવી
સામે થઇ રહી છે. ઘરની ચહલપહલ વચ્ચે બાળકો માટે લર્નિંગ એટલે કે શીખવાની પ્રક્રિયાઓ
અસરકારક રીતે થાય એટલા માટે આપણે સૌ ચિંતિત અને પ્રયત્નશીલ છીએ. આવામાં બાળકની
સ્થિતિ શું હશે? તે બાબતે આપણું ધ્યાન ગયું નથી.
ચાલો, વિચારીએ કે તમારે
વર્ગખંડની જગ્યાએ મોટા નગરખંડમાં બધાની વચ્ચે ભણાવવાનું થાય છે ત્યારે ? વળી, આપણે વર્ગખંડની જગ્યાએ મોટા નગરખંડમાં બધાની
વચ્ચે ભણાવવાનું થાય છે પરંતુ તે ખંડમાં અત્યારે ઘણા બધાં માણસો છે જે કલાસરૂમના
નથી, તેઓ પોતપોતાના કામની ચહલપહલમાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં શૈક્ષણિક પ્રક્રિયા
કરતા શિક્ષકને પ્રક્રિયામાં ફોકસ કરવા માટે કેટલા અને કેવા કેવા પ્રકારના સપોર્ટની
જરૂર પડે ? – આ મનોસ્થિતિને જો તમે સમજી શકતા હોવ તો જ તમે બાળકની હોમ લર્નિંગની
સ્થિતિનીને સારી રીતે સમજી શકશો. કારણ કે હોમ લર્નિંગ સમયે બાળકની મનોસ્થિતિ કંઈક
આવી જ હોય છે. બાળકો ટીવી, મોબાઈલમાં કે પછી શિક્ષક ધ્વારા મોકલાવેલ અન્ય
માધ્યમોના લર્નિંગ મટીરીયલ વડે શીખવા માટે મથતાં હોય છે ત્યારે તેની આસપાસની
ચહલપહલ પેલા નગરખંડ જેવી જ હોય છે. જેમાં નડતું કોઈ નથી તો મદદમાં ભળતું પણ કોઈ
નથી. અને આવા સમયમાં જયારે એક તરફી પ્રક્રિયા ચાલતી હોય ત્યારે બાળકને ન સમજાય એવી
વાત કે મુદ્દો કે શબ્દ આવતાં જ બાળક સીધો જ પ્રક્રિયાથી ડીસકનેક્ટ થઇ જતો હોય છે.
તે સ્વાભાવિક પણ છે છે કે તે અત્યાર સુધી ઘરના પર્યાવરણમાંથી શૈક્ષણિક પ્રક્રિયા
માટે અનુકુળ પર્યાવરણ શોધવા મથામણ કરતો હતો . હવે એવામાં જ શૈક્ષણિક પ્રક્રિયામાં
ન સમજાતી વાત આવે, તો એ પણ સમજવા માટેની મથામણ માટે સક્ષમતા સાબિત ન પણ કરી શકે !
હવે આવી સ્થિતિમાં શિક્ષક
તરીકે આપણે શું કરી શકીએ ? – જો આવો વિચાર આવે ત્યારે ફરીથી ઉપરની નગરખંડની આપણી
એટલે કે શિક્ષકની માનોસ્થિતિ તરફ વિચાર કરવો પડે.
તે સમયે આપણે કેવી-કેવી અને ક્યાંથી-ક્યાંથી સપોર્ટની અપેક્ષાઓ રાખીએ ?
તેવી જ અપેક્ષાઓ બાળક તરફથી આપણા માટે હોય તે સ્વાભાવિક છે.
જો આ તરફી વિચાર શરુ કરીએ
તો તે શાળાનાં બાળકો માટે આપણે વાલી બનીને વાલી પૈકી કોઈને બાળકના ગાઇડ તરીકેની
ભૂમિકામાં ફેરવવા પડશે. જે બાળકની મથામણમાં સામેલ થાય.
આ કરવા માટે આપણે અત્યાર સુધી જેમ બાળકને સમજતા હતા તેમ હવે વાલીને સમજવાની શરૂઆત
કરવી પડશે. આપણે વાલીને તેમની પક્ષમાં ઉદાહરણો આપીને કહેવું પડશે કે તે બાળકોને
કેવી રીતે મદદરૂપ થઈ શકે.
નાના મુદ્દાઓ પણ તેમણે કહીએ.. ઉતાવળ ના કરો, ગુસ્સે ના થાઓ, તેને જાતે શીખવા
દો , મથવા દો, તે પૂછે ત્યારે તેને બીજા સવાલ પણ પૂછો..
આવા પ્રયત્નથી
એકવાર વાલીને પોતાના બાળક સાથે તાલમેલ ગોઠવતા આવડી જશે તો બાળકો બીજું બધુ પોતાની
જાતે ફોડી લેશે.
ચાલો ત્યાં સુધી બાળકની આસપાસનો એવો સાથી જે ઘરે બાળક માટે આપણો પુરક [રિપ્લેસ ] બની શકે તેવા વ્યક્તિ સાથેનો આપણો તાલમેલ વધારીએ અને બાળક ને બળ આપીએ.
No comments:
Post a Comment