“વસુધૈવકુટુંબકમ”
આપણે સૌ શાળામાં
આવતા બાળકોને જુદી જુદી રીતે આવકારતા.. કોઈકને હાથ મિલાવવો, કોઈકને ભેટવું, કોઈક વળી ગાલ પર ગુડ મોર્નિંગ કરે ! અચાનક એક વાયરસ ઉછળ્યો અને આપણા સૌની રીત બદલાઈ ગઈ.
નમસ્તે કરવાની ટેવ પડે એ પહેલા અચાનક બાળકોનું શાળામાં
આવવાનું બંધ થઈ ગયું. એના પછી ઘરે ઘરે–મહોલ્લામાં જઈ આજે આ વાંચજો, આ લખજો, કાલનું લખેલું બતાવો -વાંચી સંભળાવો.. એમ ચાલતું ત્યાં જ આપણા પર પણ શાળામાં જવાની મનાઈ થઈ ગઈ.
સવારમાં ઊઠીને જે
દેવોના દર્શન થતાં એ અટકી પડયા. બીજી બાજુ ફરી ક્યારે મળાશે એ વિચારતાં આકાશ દેખાતું !
ગામનું વોટ્સેપ ગ્રુપ તો હતું જ અને છેલ્લા એક વર્ષથી ધોરણ મુજબ
પણ ગ્રુપ બનાવેલા હતા એટલે એમાં વાતચીત થતી રહેતી. અનાજ વિતરણ માટે જવામાં જેની પાસે ફોન નહોતા તેમણે પ્રિન્ટ પણ કાઢીને આપી. છતાં હજુ એક સવાલ તો રહેતો કે આખો દિવસ તેમણે સમૂહમાં રમવા
નહીં મળે અને માબાપ સતત ઘરના ઘરે.. તેમના ગુસ્સાનો ભોગ બાળકો ના બને તે જોવું એ અગત્યનું હતું.
ગ્રૂપમાં એવા સવાલ મૂકવાના શરૂ કર્યા કે જેથી તેમણે
માતાપિતા સાથે કે દાદા-દાદી સાથે વાત કરવી પડે. “પરિવારનો માળો – સલામત ને હુંફાળો” હેઠળ આવતી પ્રવૃતિઓએ એ કામ સહેલું કર્યું.
“સ્ટડીફ્રોમ હોમ” નું લેખન કાર્ય પણ કેટલાક બાળકો કરતાં.. પણ મર્યાદા એ હતી કે એમ બધા બાળકોને મોબાઈલમાંથી લખવાનું ફાવે નહીં અને તેમણે વારંવાર
પ્રિન્ટ કાઢી આપવા જવાય નહીં – એક તબક્કે તો શાળા પાસેના કાગળ પણ ખૂટી પડ્યા હવે !
?
ઇન્ટરનેટના દ્વારે ઊભા હોઈએ તો વિશ્વના કોઈપણ ખૂણેથી મદદ મળી જ આવે– અને એવું જ થયું. નવા નદીસરથી ૫૦૦ કિમી દૂર શિક્ષકોની એક ટીમે અમારો સંપર્ક કર્યો– દરરોજ સવારેછ થી આઠ ધોરણના એક વિષયના કોઈપણ બે એકમ તૈયાર કરવા કહેવું અને રાત્રે ૮:૦૦ વાગ્યે તેની ઓનલાઈન કસોટી લેવી. કસોટી આપવી સરળ અને થોડા જ સમયમાં તેનું પરિણામ પણ આવી જાય. આનાથી બાળકોને રોજે રોજ વાંચવાનું એક બહાનું મળી ગયું.. નવાનદીસરના બાળકોએ ભાગ લીધો .. તેના કારણે જ ગામના યુવાનો સાથે ઝૂમ મિટિંગ કરવાનો વિચાર આવ્યો. સાથે જ માત્ર બાળકો જ શું કામ મોટા પણ જોડાઈ શકે એ માટે રામાયણ અને મહાભારત જેવા વિષયોની પણ ક્વિજ બનાવી. અને એમાંથી જ અર્થગ્રહણ માટે અને સામાન્ય ગણિતની ક્વિજ પણ તૈયાર થઈ.

આમ,
ઓનલાઈન ટેસ્ટ લેવાના એ આઇડિયા એ બીજા નવા રસ્તા ખોલી આપ્યા.
પાલિતાણા ની એ ટીમનો પરિચય આ મુજબ છે – અશરફભાઈ બાવળિયા, સંજયભાઇ વાઘેલા ( એ તો વળી ક્લાર્ક છે !) જીણાભાઈ ડાભી, રમેશભાઈકીકાણી, જીતુભાઈ ચુડાસમા, યાસ્મીનબેન શેખ, જયદીપભાઈ પ્રજાપતિ, હસમુખભાઇ ખાસિયા.. અને તેમણે આ કામમાં બળ આપ્યું હાર્દિકભાઈ (બી.આર.સી.કૉ.,પાલિતાણા) ત્યાંનાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તથા ભાવનગર અને
બોટાદના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ ! – એમાંય સુરેશભાઇ તો ક્યાં એક જ જિલ્લાના ડી.પી.ઇ.ઑ. છે !
એમણે તો ફોન કરી છેક નવાનદીસર વિષે ય પૂછપરછ કરી.
આ ટીમે આશરે ૨૫૦૦૦જેટલા બાળકો માટે રોજ
કસોટી તૈયાર કરી અને નિયમિત તેના પરિણામ પણ જાહેર કર્યા. આપણી એસ.એમ.સી.ના શિક્ષણવિદ રવિને વળી વિચાર આવ્યો કે આ ટેસ્ટ હોય એ જ
દિવસે સવારે બાળકો પુસ્તક વાંચે પછી એમણે તેને અનુરૂપ વિડીયો અને અન્ય સાહિત્ય
મોકલીએ તો કેવું ? – અને એ તો નિયમ છે અમારી ટીમનો કે “જો બોલે વો દરવાજા ખોલે !” તેણે પણ રોજેરોજ વિડીયો શોધી ગૃપમાં મોકલવાનું શરૂ કર્યું – અને તે લિંક્સ પણ જેટલા ટેસ્ટ આપતા તે બધા વિદ્યાર્થીઓ સુધી
પહોંચતી કરી.
અહિયાં ઉદેશ્ય તેમણે
ભણાવી દેવાનો બિલકુલ હતો જ નહીં –રોજરોજ એક કારણ આપવું હતું –કૈક કરતાં રહેવાનું.. અને તેમાં જેણે ક્યારેય રૂબરૂ નથી મળ્યા એવા વ્યક્તિઓનો સાથ
ભળ્યો..
“વસુધૈવકુટુંબકમ” ની આપણી
વિચારધારા ટેકનોલજી વડે જીવંત થઈ ગઈ !
આપણે
હવે આ મુજબ અભ્યાસ કરાવતા અને બાળકોએ અભ્યાસ કરતાં શીખવું જ પડશે..
તમે તમારા અનુભવો અમારા
સુધી પહોંચાડશો તો આ જુદા સમયમાં જુદી રીતે વર્તવાનું આપણે સાથે શીખી શકીશું.
ટીમના માર્ગદર્શક અને પ્રોત્સાહકો
ઉદેશ્ય એ જ, સૌ સાથે મળી ગુજરાતની આવનાર પેઢીનું ઘડતર અને ચણતર કરીએ !
ટીમ કર્તાઓ
ફોટો પર ક્લિક કરી તેમને વધુ વિગતે જાણી શકશો. અશરફભાઈ બાવળિયા |
જીણાભાઈ ડાભી |
જીતુભાઈ ચુડાસમા |
રમેશભાઈકીકાણી |
સંજયભાઇ વાઘેલા |
ટીમના માર્ગદર્શક અને પ્રોત્સાહકો
સુરેશભાઇ |
હાર્દિકભાઈ |
No comments:
Post a Comment