May 01, 2020

બાળકોને વ્યસ્ત રાખો,સાથે સાથે મસ્ત રાખો!!!



 બાળકોને વ્યસ્ત રાખો,સાથે સાથે મસ્ત રાખો!!!
અકબર અને બીરબલની બાળકો સાચવવાની વાર્તા તો તમે સૌ જાણતા હશો. જેમાં બીરબલ અકબરને બાળકો સાચવવા કેટલા મુશ્કેલ છે તેનો અહેસાસ કરાવે છે. આદરણીય મનુભાઈ પંચોળી પોતાના એક પ્રવચનમાં એ વાત આ રીતે મૂકે છે : >વિશ્વશાંતિની ગુરુકિલ્લી

બાળકો સાથે “બળકેન્દ્રી” ને બદલે ‘બાળકેન્દ્રી” રહેવું તે મહેનત માગી લે તેવું કામ છે. તેનું મુખ્ય કારણ છે - બાળકોને ક્યારેય ખાલી નવરું રહેવું ગમતું નથી જેને આપણે રિલેક્ષ ટાઈમ કહીએ છીએ તે તેમના  માટે કંટાળાજનક છે! દાખલ તરીકે, બપોરે સૂઈ જવું એ આપણા માટે આરામ કા મામલા હૈ - તે બાળકો માટે સજા હોય છે. (ગયા માસમાં આ અનુભવ દરેક માતાપિતાને થઈ જ ગયો હશે.)
જો તમારી પાસે બાળકો માટે તોફાન ન કર, ટી. વી. ના કરે, ખુરશી પર ના ચડે, દોડાદોડ ના કરે, મસ્તી ના જોઈએ, અવાજ ના કરે, મો બંધ– આવી “મહાન અને લીજેન્ડ” થઈ ગયેલી ઉક્તિઓ જ હશે તો બાળકો સાથે આખો દિવસ ગાળવો એ તમારી અને બાળકની મજબૂરી જ સમજવી.
બાળકોને વ્યસ્ત રાખવા એ બાળકો સાથે સમય ગાળવા માટેની પહેલી શરત છે. આ શરત મુજબ ઉપરોક્ત ઉક્તિઓ તમારા વાક્ય કોષમાંથી ડિલીટ કરી દેવીપડે.અને એ ડિલીટ ત્યારે જ થાય જ્યારે તમારી પાસે બાળકોને વ્યસ્ત રાખવા માટેની અઢળક પ્રવૃત્તિઓ અને બાળકને સાંભળવાની આવડત હોય. “તોફાન ન કર.” એવું કહી તો - “શું કરે? ”એવી પ્રવૃત્તિ આપવાની તૈયારી વાલી કે શિક્ષક તરીકે આપણી હોવી એ ફરજિયાતછે. 
બીજી શરત છે બાળકોને આપેલી પ્રવૃત્તિ બાળકને વ્યસ્તની સાથે સાથે મસ્તપણ રાખતી હોય. નહિ તો તેવી પ્રવૃતિ તો થોડીવારમાં જ જેમતેમ પૂરી કરી ને બાળકો પાછા –“લડ કાંતો લડનારો આપ” વાળા મોડમાં આવી જશે.  કારણ પણ વ્યાજબી છે, “અણગમતું કામ” આપણે પણ પૂરું કરી દેવાનીવૃત્તિ સાથે કરતાં હોઈએ છીએ.તો પછી આ તો બાળકો છે ! અને એ પણ આપણાં; એટલે આપણા જેવાં જ હોય ને? બાળકોને વ્યસ્ત રાખવા આપેલ પ્રવૃત્તિમાં તેમને મજા પણ આવતી હોવી જોઇએ અથવા તો તેને મજા આવે તે રીતે કરવા કહેવું જોઈએ. સૌથી ઉત્તમ તો  એ છે કે તમે પણ એ પ્રવૃતિ તેની સાથે જોડાઈને કરો. 
પ્રવૃત્તિમાં જોડાવ– આપણને અને બાળકોને જોડનારો આ ઉત્તમ ફેવિકોલ છે ! –યે ફેવિકોલ કા જોડ હૈ, તૂટેગા નહીં !
લોડ ડાઉનના અનુભવી વાલીઓને બાળ માનસની આ વાત સમજાઈ હશે અને શિક્ષકોએ તો આ બાબત સદાય આ  વાત સમજવી પડશે કે બાળકો વ્યસ્ત રહે, મસ્ત રહે તો જ વર્ગખંડ તેમના અને આપણા સૌ માટે સ્વર્ગ સમાન ગણાશે.

No comments: