April 01, 2020

!! દસવર્ષનાં વધામણાં !!



!! દસવર્ષનાં વધામણાં !!
આપણું બાયોસ્કોપ દસ વર્ષનું થયું. મે-૨૦૧૦ એ જ્યારે પહેલો અંક પબ્લીશ કર્યો ત્યારે ખબર નહોતી કે આટલે દૂર સુધી આવી શકાશે !
આ દસ વર્ષમાં શાળાએ પોતાના અનુભવોને આપ સૌની સમક્ષ મૂક્યા છે. આજે પાછા વળીને જોઈએ છીએ તો અમારા બધા લેખ નીચે જેવા મુખ્ય દસ મુદ્દાઓવહેચી શકીએ.આપ સૌ અમારા પ્રોત્સાહક, માર્ગદર્શક અને મિત્ર રહ્યા છો. તમને કયો મુદ્દો રસપ્રદ અથવા તો ઉપયોગી લાગ્યો અને કેમ તે લખી જણાવશો તો આગામી બાયોસ્કોપમાં બધા સાથે તેને વહેચવાનો અમને આનંદ થશે.
૧. વિષય નહીં વિદ્યાર્થી મહત્વનો છે.
૨. જો શાળા બાળકો માટે છે તો સંચાલન બાળકોના જ હાથમાં હોય.
૩. બાળકને સમજાવતા પહેલાં બાળકને સમજો.
૪. બાળકને વર્ગખંડમાં જોડતાં પહેલાં, સમાજને શાળા સાથે જોડીએ
૫.બાળકો માટે મુક્ત એવું મસ્તી કી પાઠશાળાનુંકેમ્પસ
૬. બોલતી દિવાલો
૭. ગ્રીન શાળા
૮ . વર્ગખંડનીસમસ્યાઓના ઉકેલની ટેક્નિકસ (રીડિંગ ક્રિકેટ, કૌન બનેગા જૂઠ પતિ વગેરે)
૯.સોશ્યલ મીડિયા નો ઉપયોગ
૧૦. ટીમ વર્ક
ઉપરના દસ પોઈન્ટને વિગતે સમજીએ આ વિડીયો ધ્વારા   
આ સિવાય પણ શાળાની તમને ગમતી બાબત અમને કોમેન્ટમાં અથવા અમારા વોટ્સ એપ નંબર 7043718875 પર જણાવશો એવા વિશ્વાસ સાથે !