મત – સંમત
બાળક
સમાજનું જ એક અંગ છે એટલે સ્વાભાવિક છે કે તે સમાજની અસરો સાથે જ શાળામાં પ્રવેશે
! શાળા
પ્રવેશ પહેલા જ તે અભ્યાસક્રમને અક્રમિક રીતે જાણતો જ હોય છે. જે આપણા માટે ખૂબ
વર્ગખંડ કાર્ય સરળ બનાવનારુ બને છે. પરંતુ
એક સિક્કાની બે બાજુ છે. કેટલીક બાબતો એવી પણ હોય છે કે જેના માટે ઈરેઝર લગાડવું
પડે. કારણ કે આપણું કામ ભવિષ્યના સમાજને વર્તમાનની બદીઓ મુક્ત કરવાનું પણ છે જ.
[યાદ કરો, પ્રલય અને નિર્માણ ... વાક્યને કે જે આપણે ગર્વથી સમાજને સંભળાવીએ છીએ.]
શળામાં
થતી પ્રવૃતિઓ બધા જ બાળકો સાથે મળીને સહકારથી કરે તે માટે આપણે સૌ ખૂબ જ માઇક્રો
આયોજન કરતા હોઇએ છીએ. આપણા સૌનો ધ્યેય પણ એ જ હોય છે કે દરેક બાળકો જાતે, જોડીમાં
કે જુથમાં શીખે..
જૂથ
કે જોડીમાં શીખતી વખતે.....
- બાળકોને
એકબીજા સાથે સંવાદ વડે વિચારોની આપ-લે કરે.
- કાર્યભાર
વહેંચણી દરમ્યાન બીજા બાળકોને જોઈ જવાબદારી સ્વીકારતાં થાય. (કારણકે, જવાબદારી ન સ્વીકારવી એ
વર્તમાનનું એક દુષણ જ છે.)
- સાથે
રહેવા દરમ્યાન સમૂહમાં કામ કરવાની રીતીનીતિ થી અવગત થાય. જેથી જાણી શકે કે
બધું આપણે કહીએ તેમ જ ન થાય. પોતાનું છોડી બહુમાન્ય નિર્ણયો સ્વીકારતાં થાય.
- ફક્ત
ખુદનું સારું નહિ ટીમનું સારું કામ દેખાય તે માટેની ભાવના વિકસતી જાય.
આ બધી પ્રવૃત્તિઓ શાળા કક્ષાએ કરાવી
બાળકોમાં ભવિષ્યના સમૂહ જીવન માટેના ગુણોનો વિકાસ એ જ આપણો ઉદેશ્ય હોય છે.
એટલે જ કહી શકાય કે આવી શાળા પ્રમુખ
ચૂંટણી જેવી શાળાકીય પ્રવૃત્તિ માં શાળા પરિવારનો મોટો રોલ તે પ્રક્રિયાના અંતે જ
હોય છે. જેમાં હારેલાં બાળકોને પણ જીતાડવાનું અને વિજેતાની જેમ જીવડાવવાનું કામ
આપણું છે. ચૂંટણીના અંત બાદના આપણા વારંવારના આવા પ્રયત્નોને કારણે બાળકોમાં ખેલદિલી અને સામુહિકતાના ગુણો સહજ રીતે તેમના જીવનનો હિસ્સો
બનતા જાય છે.. જેના પરિણામ રૂપે ભવિષ્યનો
સમાજ સમુહમાં જીવતો, વિજયને વહેંચતો અને
ખેલદિલી પૂર્વક હાર સ્વીકારતો સર્જાશે !
આવી જ આશાઓ સાથે શાળા પરિવારે જાહેરનામું બહાર પાડ્યુ પછી જે જે થયું તે
તમામ પ્રક્રિયા ને માણીએ Electoral ભાષામાં !