ડી.જે. વાલે બાબુ મેરા ગાના બજા
દે...!
શૈક્ષણિક પ્રક્રિયાઓ ખુબ જટિલ છે એવું ઘણીવાર આપણે સાંભળ્યું છે. હશે પણ ખરી
કારણ કે અલગ અલગ સ્કીલ ધરાવનાર વ્યક્તિઓનો અનુભવ ભિન્ન હોઈ શકે છે. પરંતુ તેના
પૂર્વેની બીજી એક પ્રક્રિયા છે જે માટે હજુ પણ આપણે સૌ મથતાં રહીએ છીએ અને તે છે
બાળકોનું “સ્કુલીંગ”. બાળકો શાળાએ આવે અને સાથે સાથે વર્ગખંડમાં જોડાય એ ખુબ
મહત્વનું છે.માટે જ એક શિક્ષક તરીકે બાળકોને જાણવાની, જાણીને સમજવાની અને સમજીને
તેને અનુરૂપ લર્નિંગ પ્રોસેસ કરવાની હોંશિયારી આપણે કેળવવી પડશે.
બાળકની ગેરહાજરીનું એક કારણ તેને અનુકુળ વાતાવરણ ન મળવું પણ હોય છે પરિણામે
બાળક શાળાને બદલે વાલી સાથે જોડાય જાય છે અને આપણા વાલીસંપર્કનું પરિણામ મળતું
નથી. જયારે કેટલાક કિસ્સામાં પરિણામ મળે અને બીજા દિવસે જો તેના સ્કૂલિંગ (શાળા
અભિમુખતા) ને બદલે અભ્યાસક્રમનો બોજ લાદી દઈએ તો તે અનુભવશે કે ક્યાં આવી ચડ્યો ?
કારણ કે જેને અગાઉ શું ભજવાઈ ગયું છે તેની ખબર પણ નથી – તેને તમે અધુરપથી સીધો
આગળના સ્ટેશન માટેની ગાડીમાં ચઢાવી દો છો. પરિણામે હવે પછી કાલે તો હું નહિ જ આવું
ના નિશ્ચય સાથે ઘરે જાય છે.
આપણે અનિયમિત બાળકોને શાળાએ લાવવા માટે ઘણાબધા ઉપાયો અજમાવીએ છીએ પરંતુ તે
શાળામાં ટકે તે માટેની પ્રવૃત્તિ/ આયોજનનો નહિવત હોય છે. શાળા એ થી દુર થતાં બાળકો
અને ધોરણ પહેલામાં નવા દાખલ થતાં બાળકો બંને ભલે આમ આપણને અલગ અલગ લાગે પણ બંને
માટે શાળામાં ટકાવી રાખવા માટે શાળાએ હંમેશા મથવું જ પડતું હોય છે. આવાં બધાં જ
બાળકો શાળા સાથે જોડાય અને સાથે સાથે વર્ગખંડમાં જોડાય તે માટે શું કરી શકાય તે
માટે અગલ અલગ ઉપાયો હોઈ શકે છે. પરંતુ તે માટેના પ્રયત્નોમાં જુસ્સો કેવો અને
કેટલી હદે હોવો જોઈએ તે એક સફળ DJ માસ્ટર પાસેથી શીખવા જેવું છે.
માથા પર હેડ ફોન અને ગીત
સાથે લય પૂર્વક પોતાને સતત હલાવ્યા કરતો DJ માસ્ટર સતત પોતાની સામેના ચાહકોનું
ધ્યાન રાખતો, તેઓને ડાન્સમાં જોડવા માટે ઉશ્કેરતો અને અને તે માટે સતત ધૂન બદલતો
જોવા મળે છે. તેનો એક જ આશય હોય છે સામેના તમામ ડાન્સમાં જોડાય. તમે જોયો છે એવો
કોઈ Dj માસ્ટર કે જે ગીતો શરુ કરી બે ધ્યાન રહેતો હોય? વિચારો કે DJ માસ્ટર પોતાને ગમતી જ ધૂનો
વગાડ્યા કરે અને પછી બધાને ડાન્સ ફ્લોર પર આવવા કહ્યા કરે તો ? તમે જાઓ ? અને જો
તમારી મનપસંદ ધૂન શરુ કરી છે તો ? તો
દોડીને સીધા જ ડાન્સમાં જોડાશો કે નહિ ? કદાચ તમે બહુ જ શરમાળ હશો તો ભલે નાચશો
નહિ તો પણ હાથ-પગ ને ધીમેધીમે લયમાં હલાવતાં તો તમે પોતાને નહિ રોકી શકો, અને થોડા
સમય પછી તો તમે પણ ડાન્સફલોર પર જ હશો!
શિક્ષક અને DJ માસ્ટર વચ્ચે શું સામ્યતા છે ? બંને એ એવી ધૂન ઉભી કરવાની છે કે
સામેના બધાંજ જોડાય ! DJ માસ્ટર તો સતત તેના માટે મથતો રહે છે. હવે વિચારવાનું
આપણે છે કે શું બાળકો આપણી સાથે જોડાય તે માટે જેટલાં બાળકો એટલી રસરૂચી મુજબની
પદ્ધતિઓ રૂપી ધૂનો સાથે વર્ગખંડોમાં સજ્જ છીએ ખરા? વર્ગખંડમાં આપણી સામેનાં બધા જ
બાળકો વર્ગકાર્ય દરમ્યાન આપણા શૈક્ષણિક લય સાથે જોડાયેલાં હોય છે ખરાં ? ના ? તો
નથી જોડાયેલાં બાળકો માટે એ જ શૈક્ષણિક કાર્યને આપણે બાળકના લયમાં લાવી શકીએ છીએ
ખરા ? જે બાળકોને નહિ જોડી શકો તો તે
ફરીથી પહેલા અભ્યાસક્રમથી વિમુખ થશે અને પછી શાળા અને શિક્ષકથી ! અને ફરીથી
વાલીસંપર્ક વાળી નિરંતર પ્રક્રિયા..
માટે જ જો શિક્ષક તરીકે
પેલા DJ માસ્ટરની જેમ સજ્જ હોવ તો બેસ્ટ ઓફ લક, નહિ તો તે દિશામાં મંથન શરુ કરી
લાગી જઈએ અને બાળ-પતંગીયાનો સંપર્ક કર્યા વિના,પહેલાં આપણે શાળાબાગને ખીલવી દઈએ !
No comments:
Post a Comment