July 18, 2018

મોટો વૈજ્ઞાનિક યોગ - પ્રયોગ !



કયા ખોરાકની અંદર ચરબી – પ્રોટીન અને સ્ટાર્ચની હાજરી છે? ચાલો  તપાસીએ  ! 👀😲

           વર્ગખંડમાં સૌથી રોમાંચિત અને બાળકોનો ઉત્સાહ ચરમસીમાએ હોય તેવી પ્રવૃત્તિ કઈ – જવાબ – વિજ્ઞાનમાં આવતા પ્રયોગ કરવા. અને જો એક પ્રશ્ન શિક્ષકોને પૂછીએ સૌથી કંટાળાજનક કામ કયું? તો થોડા શિક્ષકોને બાદ કરતાં એનો પણ જવાબ હશે – આજ.. પ્રયોગ કરાવવા ! બાળકોને ખુબ જ ઉત્સાહ હોય છતાં વર્ગખંડોમાં ફક્ત છંટકાવની જેમ જ પ્રયોગશાળા ચાલવાનું કારણ શું? કેટલીકવાર સંશાધનનું કારણ આગળ ધરવામાં આવતું. પરંતુ એ પ્રશ્ન હવે મોટેભાગે કોઈ શાળામાં રહ્યો નથી. ત્યારે કેટલાંક અતિ ઉત્સાહી પરંતુ જલ્દીથી ધીરજ ગુમાવતાં શિક્ષક મિત્રોનો અભિપ્રાય હોય છે કે અરે યાર ગમે તેટલું મથો , પણ પ્રયોગનો અંત પુસ્તકમાં કરેલ વર્ણન મુજબનથી હોતો. જયારે કેટલાંક મિત્રોનું માનવું એવું પણ રહ્યું છે કે બધી તૈયારીઓ પાછળ સમય કાઢવો તે કરતાં તો બાળકોને પ્રયોગ યુટ્યુબ પર જ બતાવી દઈએ, તો સમય પણ બચે અને બાળકોને જાણવા પણ મળે ! આ બધા જ કારણો અને ઉપાયોને છોડી આગળ વાત કરીએ તો “બાળકોને જોવું કરતાં કરવું એ વધારે ગમતી ક્રિયા છે !” એટલે જ હંમેશાં અમે પ્રયોગશાળા ને બદલે સ્વાનુભવશાળા નો આગ્રહ સેવ્યો છે, છતાં પણ તેના પછી જો B ગ્રેડ તરીકે પસંદ કરવો હોય તો પ્રયોગ શાળામાં જ કરી નિદર્શન કરાવવાનો આગ્રહ રાખી શકાય. તેનું સૌથી મોટું કારણ પ્રયોગનો અંત સફળ રહ્યો ન રહ્યો – બાળકો જયારે તે પ્રયોગ માટેની તૈયારીઓ કરવામાં અને ખૂટતી વસ્તુઓ ભેગી કરવામાં મથતાં હોય છે ત્યારથી જ તો વિજ્ઞાનનો તે પ્રયોગ માટેનો ઉદેશ્ય શીખવાનો શરુ થઇ જાય છે. કારણ કે - શું શું વસ્તુ જોઇશે ? – આવું વિચારતાં જ  તેના તરત નો મનમાં પુરક પ્રશ્ન હોય છે – શેના માટે આ બધું જોઇશે? – ત્રીજો વિચાર થાય કે આ બધી વસ્તુઓ ભેગી કરી આવું કરીશું તો આવું થશે ! આપણને અચરજ લાગશે કે જેટલું આપણે ઘરેથી જરૂરી કોઈ વસ્તુ લાવવા અને ઘરના પૂછે તો પણ તે આખો પ્રયોગ વર્ણવી શકતો હોય છે કે – આ બધી વસ્તુઓ ભેગી કરી અમે આવું આવું પ્રક્રિયા કરીશું – એટલે આવું થશે ! આ મુજબની પ્રક્રિયાથી પ્રયોગ થતાં પહેલાં જ બાળકોએ બધું જાણી લીધું હોય છે. સોનામાં સુગંધની જેમ જો બાળક તે જાતે કરે તો તો ખુબ સરસ પણ તે થતાં પ્રયોગમાં હાજર છે – તો પણ આપણો મોટો ઉદેશ્ય પાર પડે છે. કારણ એ જ કે બાળકને તે પ્રયોગ કરવા માટે કરેલી મથામણ યાદ રહે છે – પરિણામે પ્રયોગનો અંત સુખદ આવે કે ન આવે આપણો બાળકોને ચીરસ્થાયી શિક્ષણ આપવાનો ઉદેશ્યનો અંત સુખદ એટલે કે પરિણામ લક્ષી આવે છે માટે જ આજથી વર્ગખંડોમાં નવું સૂત્ર અપનાવીએ  પ્રયોગ કરીએ ને બદલે “ચાલો પ્રયોગને માણીએ અને વિજ્ઞાનને જાણીએ “ -   આવા જ એક પ્રયોગની મથામણમાં વ્યસ્ત અમારી ધોરણ સાતની ટીમ ને તમે જોઈ શકો છો નીચેના ફોટોગ્રાફ્સ ધ્વારા ...



   
  


ફેસબુક live જુઓ > પ્રયોગ 


No comments: