પ્રવાસનું
કેરીંગ અને શેરીંગ !
શાળા એ ભણવા માટેની જ જગ્યા નથી. શાળા એ સમાજનું બાળપણ છે. અને તેની પૂરી
માવજત થવી જ જોઈએ. આપણે સૌ જયારે આપણે ભણ્યા એ શાળાના સ્મરણો વાગોળીએ ત્યારે વિષયો
યાદ નથી આવતા ! – યાદ આવે છે આપણે કરેલી ધીંગા મસ્તી, રીસેસ ટાઈમ, સાથે કરેલા પ્રવાસો અને એ શિક્ષકો જેમની
આપણે મિમિક્રી કરતા ! રીસેસ અને પ્રવાસ એ શાળાને જીવન સાથે જોડવાના ઉત્તમ સમય છે. આ સમયે જ દોસ્તીના
દાવ રમાય છે. મારી પાસે હોય એ વહેચું (વેચવાની વૃતિ તો વ્યાજની ગણતરી અને નફો ખોટ
સમજ્યા પછી આવે !) અને સાથે મારા સાથીની હું કાળજી લઉં.
દર વર્ષની જેમ આ વર્ષે અમે પગપાળા કરેલો મહીસાગર માં નો પ્રવાસ અને તેના પડાવો :
ખેતરો, પ્રેમીલાનું ઘર, પાનાઈનું કોતર, સાંકડા પાળા, ધૂળિયા રસ્તા,
લીલીછમ મકાઈ, ચીચયારીઓ, ગામ ગપાટા, બટાકા પૌઆ, ડીશ ધોવાની પડાપડી,
ગુસ્સો, ધક્કામુક્કી,
કુદકો મારી વગાડેલો ચામુંડમાં નો બેલ,
પૂછ્યા વગર એ ગામની દુકાનેથી ખરીદાયેલા બિસ્કીટ,
ચિંતામાં પડેલી બુમોને એક કાનથી બીજા કાને કાઢવાની તીવ્ર ગતિ, ક્રિકેટ,
સ્વાગ થી સ્વાગતનો ડાન્સ, ગીતો, વાર્તાઓ, મહીસાગરના
પથ્થરો, મહિસાગરને માં ગણી તેમાં ફેકેલી ચુદડીઓ, પધરાવેલા ફૂલ, થોડું કંકુવરણું થયેલું પાણી, બાજેલી લીલ,
આડું મરચું કરી થાકેલા નાના ભાઈબંધોને ઉચકી લેવા અને હાઇશ પાછા આઈ જ્યાના ઉદગારો !
1 comment:
અભિનંંદન
Post a Comment