વેકેશનના
સમયમાં “સ્વ-ચિંતન” તરફ એક નજર....
શાળામાં વેકેશન
પડવાનો અર્થ છે કે પાઠ્યપુસ્તકને વિરામ આપવો – બાળકો માટે વેકશન એટલે પરમાનંદ ! બાળકોને ગમે તે કહો તો જવાબ એટલો
જ હોય છે કે ભણવા સિવાયનું તમે જે કહેશો તે બધું જ કરીશું ! ત્યારે થાય છે કે આપણે
બાળકોના મનમાં વર્ગખંડોમાંની પ્રક્રિયાઓને ફકતને ફક્ત ચોક અને ટોક પુરતી સીમિત કરી
બોરીંગ બનાવી દીધી છે. પરિણામે બાળકના મનમાં ઘર કરી ગયું છે કે વેકેશન એટલે ન ભણવા
દિવસો. કેટલીક જગ્યાએ તો શિક્ષકો તરફથી પણ આવો જ પ્રતિભાવ મળતો હોય છે – ત્યારે
પ્રશ્ન થાય કે વર્ગખંડોમાંની પ્રક્રિયા શીખનાર બાળકને
નથી ગમતી – શીખવનાર શિક્ષકને નથી ગમતી તો પછી તેમાં બદલાવ લાવી રસિક બનાવવાની
જવાબદારી કોની ? બાળકને શીખતો કરવો એ આપણો મુખ્ય ધ્યેય છે પરંતુ તેને શીખવાની
પ્રક્રિયાઓમાં રસિકતા ઉભી થાય તેની જવાબદારી પણ આપણી છે – બાળકો અલગ અલગ છે – તેમ
તેમનો રસ અને રસ્તો અગલ અલગ હોઈ શકે છે – આપણે શિક્ષક તરીકે જેટલા બાળકો એટલા જ
પ્રકારના લેન્સનું નિર્માણ કરવું પડશે કે જે બાળકની જરૂરિયાત મુજબની ક્ષમતા ધરાવતાં
હોઈ –અગલ અલગ બાળકના પસંદગી મુજબના આકારના હોય – પરંતુ તેમાંથી બધા બાળકને સરળ રીતે એ જ સમજાઈ જતું હોય જે આપણે તેને
સમજાવવા માંગતા હોઈએ ! બાળકોની શીખવાની ક્ષમતાનો સીધો આધાર પ્રક્રિયા પર રહેલો છે-
માટે જ શિક્ષક પૂર્ણ ત્યારે જ કહી શકાય જયારે એક જ એકમ માટે જેટલાં પ્રકારના બાળકો
તેટલી પદ્ધતિઓથી શીખવવા માટેની ક્ષમતા ધરાવતો હોય ! જે શિક્ષકો આવી ક્ષમતા
ન ધરાવતાં હોય તે શિક્ષક માટે સ્લો લર્નર ચાઈલ્ડ ની જેમ સ્લો ટીચર નું લેબલ લાગતું
હોય છે. શું આપણે ‘આ’ કેટેગરીમાં
તો નથીને ! તે જાણવા આપણે આપણે આ વેકેશનમાં એ બાળકોને નજર સામે રાખી ચિંતન કરવું
રહ્યું જે બાળકો આ વર્ષના તમામ એકમો અભ્યાસક્રમની સંકલ્પનાઓ સમજી શક્યા નથી !! ચિંતન
એ વાતનું કે શું આપણી પાસે તે શીખવી શકવાની અન્ય કોઈ આવડત હતી ? હતી તો શું કામ ન
કરી શક્યા ? અને નથી તો વેકેશનમાં વિદ્યાર્થી બની ક્યાંથી શીખી લઈએ ? તમે જોયું
હશે કે મોનોટોનસ બની કરેલ વર્ગખંડોમાંની મહેનત સપ્લીમેન્ટરી સુધી નથી પહોંચતી અને પરીક્ષાના
પરિણામ આપણી ચિંતાઓમાં વધારો કરતાં હોય છે – ત્યારે ચિંતાને તિલાંજલી આપી ચિંતન
તરફ વધી આ વેકેશનમાં સજ્જ બનીએ હવે નવા વર્ષના બાળકો માટે – સૌ શિક્ષકોનું વેકેશન
ચિંતનમય બની રહે તેવી શુભેચ્છાઓ !!!
1 comment:
Khub saras... Badha sixko e samj kelvva jevi..
Post a Comment