March 01, 2017

શું વધુ મહત્વનું ? - પ્રક્રિયા કે પરિણામ ??


શું વધુ મહત્વનું ? - પ્રક્રિયા કે પરિણામ ??
બાળકોમાં શીખવાની પ્રક્રિયા સતત સક્રિય હોય છે – તે આપણે સૌ જાણીએ છીએ. પર્યાવરણ ધોરણ ૩/૪ નાં બાળકોને અભ્યાસક્રમ સમાવિષ્ટ એકમો બાબતનું જો સીધું જ પૂછવામાં આવે તો મોટાભાગના બાળકોને તે અંગેની [અક્રમિક તો અક્રમિક] માહિતી ધરાવતો હોય જ છે. બાળકોની આ માહિતીનો ઉપયોગ એ આપણા ફેસિલિટર તરીકેના કામને સરળ બનાવવાની સાથે સાથે બાળકોમાં આત્મવિશ્વાસ વધારવાનું કામ કરે છે. આવી બાબતોમાં જયારે જયારે સંવાદ થાય છે ત્યારે બાળકો સ્વયંભૂ જોડાતાં જોવા મળે છે – તેનું કારણ એ પણ છે કે જે જાણીએ છીએ તે તેને રજુ કરવું સહેલું છે. કેટલાંક શિક્ષક મિત્રો કે વાલીઓની ફરિયાદ હોય છે કે બાળકોને ભણવું ગમતું જ નથી !
           મિત્રો, વર્ગખંડના બહારનું શિક્ષણ કાર્ય એ બાળકોના માટે ઉત્સવ સમાન હોય છે. વર્ગખંડોમાં રમવું છે કે પછી મેદાનમાં ભણવું છે ? – પૂછીએ તો મોટાભાગના બાળકોની ચોઈસ મેદાનની જ હોય છે ! બાળકોને ભણવું ગમે છે, પણ તેમની ‘રસિકતા’ પ્રક્રિયા પર નિર્ભર છે અને આપણી મહેનતનું પરિણામ તેમની તે બાબતમાં રહેલી ‘રસિકતા’ પર નિર્ભર છે. આપણે જો બાળકો પ્રત્યેની આપણી મહેનતનું પૂરું A+ ગ્રેડનું પરિણામ મેળવવું હશે તો આપણે આપણી શૈક્ષણિક પ્રક્રિયાઓમાં ફેરફાર કરી બાળકોને જે સ્વરૂપમાં કામ કરવું ગમે તે મુજબના ફેરફાર કરવા રહ્યા કારણકે આપણા માટે શિક્ષણની ફલશ્રુતિની સાથે બાળકોના મુખ પરનું સ્મિત પણ મહત્વનું છે !

1 comment:

Unknown said...

Nice work.... and really true.