February 28, 2017

રાષ્ટ્રીય વિજ્ઞાનદિનની ઉજવણી !!


U વિ+જ્ઞાન માટેની કુતુહલતા...
         વર્ષોથી વિજ્ઞાન આપણી અગવડતાઓને સગવડતાઓમાં ફેરવવાની મથામણ કરતું રહ્યું છે. જ્યાં જ્યાં વિજ્ઞાન અને ટેકનોલોજી જોડાતી જાય છે ત્યાં ત્યાં માનવ જીવનનું કામ સરળ અને ઝડપી થતું રહ્યું છે-માટે જ જીવન પ્રણાલીમાં ઘરની અંદર અને ઘરની બહારનો મોટોભાગ વિજ્ઞાન વડે રોકાયેલો છે.ગ્રામ્ય જીવન પ્રણાલીમાં આજે પણ અંધશ્રદ્ધાને ખુબ જ શ્રદ્ધાથી જોવાય છે અને તેનું મોટું કારણ અજ્ઞાનતા છે. અજ્ઞાનતા વધુ હોવાનું મુખ્ય કારણ વિજ્ઞાનતાની ગેરહાજરી !!  જ્યાં અજ્ઞાનતા કે અંધશ્રદ્ધાઓ હાવી છે ત્યાં શ્રદ્ધાઓ માટે ફકતને ફક્ત સલાહ કે સૂચનોથી નહિ પણ સાબિતીઓ ધ્વારા રજુ થવું પડે છે, માટે જ જેમ જેમ જીવનમાં વિજ્ઞાન વિસ્તરતું જાય છે તેમ તેમ અજ્ઞાનતાઓ દુર થતી જોવા મળતી હોય છે. પ્રાથમિક કક્ષાએ જ બાળકોમાં વિજ્ઞાન વિષય માટે વધારે આતુરતા હોય છે. આપણા સૌમાં બાળ વયકક્ષા એક એવી કક્ષા છે જે દરમ્યાન સૌથી વધારે કુતુહલતા સમાયેલી હોય છે.   વિજ્ઞાન એ  કુતુહલતાને પોષતો વિષય છે. જે જે બાળકોમાં કુતૂહલતા ક્રમશઃ જળવાઈ રહે છે તે બાળકોમાં વૈજ્ઞાનિક બનવાની શક્યતાઓ વધુ હોય છે- વિજ્ઞાનીઓનો પહેલો ગુણ છે કે...

è દરેક ઘટનાઓને બારીકીથી કુતૂહલવશ બની નિરિક્ષણ કરતો રહે છે  - જેમ કે બાળક !
è થાક્યા વિના એક ને એક પ્રાયોગિકક્રિયાને વારંવાર કરતો રહે છે-  જેમ કે બાળક !
è આમ કરવાથી શું થાય તેમ કરવાથી શું થાય તેવું સતત મંથન અને અમલ કરવામાં આળસ કરતો નથી -  જેમ કે બાળક !
 આનો સીધોસાદો અર્થ એ  જ થાય કે દરેક બાળકમાં વૈજ્ઞાનિકતા માટેના ગુણ જન્મજાત રહેલા હોય છે. તે જળવાય અને કેળવાય તે માટેનો માર્ગદર્શક વડેનો પ્રયત્ન તેનું જ નામ વિજ્ઞાનનું શિક્ષણ ! 
























No comments: