February 01, 2017

શ્રમનું ગૌરવ – સમાજસેવકોની મુલાકાત


શ્રમનું ગૌરવ – સમાજસેવકોની મુલાકાત 
આપણે સૌ સામાજિક પ્રાણીઓ છીએ – આ વાક્ય વારંવાર સાંભળતા આવ્યા છીએ. નાનપણમાંથી જ બાળકોને મન પ્રાણીઓ પ્રત્યે બહુ લગાવ હોય છે. આપણી સંસ્કૃતિ પણ પ્રાણીઓ, પક્ષીઓ અને વનસ્પતિ પ્રત્યે સમ વ્યવહાર અને વાત્સલ્ય માટે સદાય પ્રેરતી રહી છે. બાળકો આપણી સાથે સહવાસ કરતી પ્રકૃતિનો વિવેક પૂર્ણ ઉપયોગ કરે અને તેમનામાં સમાજમાંના વ્યવસાયિક સમાજસેવકો પ્રત્યે આદર ઉભો થાય તે માટેની શૈક્ષણિક પ્રક્રિયા એટલે જ પર્યાવરણ વિષયનું શિક્ષણ. બાળકો સમાજમાં સેવા આપતાં સેવકોની પ્રવૃત્તિઓને જાણે - તેમની સમાજ માટેની અથાક મહેનતને પીછાણે - તેમાં પોતે કેવી રીતે મદદરૂપ બની શકે છે તે દિશામાં વિચારે અને સમયાંતરે સમાજમાં એક આદરભાવ વાળું વાતાવરણ ઉભું થાય તેની રૂપરેખાંકન એટલે જ પર્યાવરણ અથવા તો સામાજિક વિજ્ઞાનનું શિક્ષણ. વ્યવસાયકારો એ સામાજિક વ્યવસ્થાનું અંગ છે, દરેક વ્યક્તિને ડગલે ને પગલે કોઈક ને કોઈક વ્યવસાયકારની મદદની જરૂરિયાત પડતી જ હોય છે.પરિવાર સાથે મોટરકાર લઈને જતાં હોય અને ઘેટાંનું ધણ રસ્તો ઓળંગતું હોય ત્યારે ઘેટાં પાલક અથવા તો કહીએ કે પશુ પાલક પ્રત્યે કંટાળવાને બદલે – શિયાળામાં સ્વેટર,મફલર કે ટોપી બની આપણું રક્ષણ માટેની  સુખાકારીની પાયામાંની આ પહેલી ઈંટ છે અને તે મુજબનો આપણા મનમાં આદર પણ ઉભો થાય તો જ સમજવું કે વ્યવસાયકારોનું મહત્વ એકમ વિશેના બાળકને આપણે આપેલ માર્ગદર્શન એ શિક્ષણ તરીકે ખરા અર્થમાં કેળવાયું છે. મિત્રો, શ્રમનું મહત્વ દિવસે દિવસે ઘટતું જાય છે – તેવી આપણા સૌની ફરિયાદ હોય છે. જયારે જયારે આપણે બાળકો સમક્ષ આપણી આસપાસની સુવિધાઓ વિશે જાણકારી આપવાનો પ્રયત્ન કરીએ તે જ સમયે શ્રમનું મહત્વ વાળો મુદ્દો પણ આપણે જોતરવો રહ્યો. બાળકોને આપણા પશુપાલક કેટલી મહેનત વડે પશુઓનું જતન કરી દૂધ મેળવે છે? - તે દૂધ ડેરીમાં વેચવાથી માંડી તેમાંથી ચોકલેટ કે આઇસક્રીમ બની ને પાછી આપણા સુધી આવવા માટેની પ્રક્રિયામાં કેટકેટલાં લોકોએ સામેલ થઇ શ્રમ કર્યો હશે ? આપણે પહેરેલાં કપડાંથી ફકતને ફક્ત બાળકોને દરજી સિવાય પણ કપાસ ઉગાડનાર ખેડૂતથી માંડી પ્રક્રિયામાં સામેલ તમામ શ્રમિકોનું સ્મરણ અને આદર એ જ વ્યવસાયકારોની મુલાકાત પ્રોજેક્ટને પુરેપુરો ન્યાય ગણાશે. શાળા પરિવારે પણ આવા જ એક એકમના અનુસંધાનમાં પ્રોજેક્ટ રૂપે પોતાનું  ઉન કતરાવતાં ઘેટાંનો ભેટો બાળકોને કરાવ્યો. ઘેટાં પાળવામાં કેટલો પરિશ્રમ કરવો પડે છે તે માટે ઘેટાંપાલકને બાળકો સમક્ષ રૂબરૂ કર્યા. સાથે સાથે બાળકોની કાતરીયાઓ સાથે વાર્તાલાપ કરાવ્યો જેથી અનુભવાય કે ફક્ત સ્વેટરમાં ઉન જ નહિ, તેની સાથે જોડાયેલા કેટલાય વ્યવસાયકારોનો પરિશ્રમની ઉર્જા આપણને કાતિલ ઠંડીમાં હુંફ આપવાનું કામ કરે છે !!! No comments: