આ રાષ્ટ્રીય
વિજ્ઞાન દિવસે – ગતવર્ષની ઉજવણી યાદ કરી તો –
પ્રયોગ નિદર્શન એ મુખ્ય થીમ હતી.
આ વખત શું કરવું ? – વિષયો ઘણા હતા પણ
શનિવારને પરવડે અને સાથે આખી શાળાને આ ઉજવણીમાં જોડે એવા રસ્તા પસંદ થયા. મુખ્ય
કામ હતું – શાળાની પ્રયોગશાળાને પ્રદર્શિત કરવી આગળના દિવસે તમામ માટે લેબલ તૈયાર
થઇ ગયા. બીજી સ્પર્ધા - ધોરણ ૬ થી ૮ માટે વિજ્ઞાન ક્વીઝ – ટીમ માટેનો નિયમ દરેક
ટીમમાં ૬-૭-૮ માંથી ઓછામાં ઓછો એક એક વિદ્યાર્થી હશે. ટીમ એમની મરજી મુજબ !(તોય
એમને એમ કરવામાં માથાકૂટ કરવી પડી) ધોરણ ત્રણ-ચાર-પાંચમાં તેમના વર્ગખંડમાં
પર્યાવરણ સંબંધે પ્રશ્નોત્તરી ! અને એક
વિભાગ ફ્રી – વિજ્ઞાનને લગતું – કઈ પણ લખો અથવા દોરો અથવા “લખો અને દોરો !
પ્રયોગના વિવિધ સાધનો જોવા માટે આવેલ નાના પહેલા
બીજાના ટાબરિયા તો મો ખોલી ને જોઈ જ રહ્યા – એમના માટે પ્રેરણા “આપણે મોટા થઈશું
એટલે આપણે આવું બધું ભણવાનું આવશે !” બાયનોક્યુલર થી ટેલીસ્કોપ અને કેલિડોસ્કોપ થી
જુદા જુદા અરીસા સુધી એમને એ નિહાળવાની મજા પડી. તો મોટા વિદ્યાર્થીઓના તો હાથ
સળવળતા હતા – કેટલાકને તો વસ્તુ જોઈ આ પ્રયોગ ક્યારે આવવાનો ? – એની ચટપટી ! ક્વીઝમાં
એમના જ મિત્રો વડે તૈયાર થયેલા પ્રશ્નો – એ રમઝટ બોલાવી !અમારા હાથમાં કેટલાક
ચિત્રો છે – વૈજ્ઞાનિકો છે – સાદા વિજ્ઞાન પ્રયોગના ડાયોગ્રામ છે ! કોઈકે વળી
એ.પી.જે.અબ્દુલ કલામ વિષે લખ્યું છે ! તો કોઈકે નવી શોધખોળ માટે ખુબ જરૂરી એવા
તુક્કા પણ લડાવ્યા છે ! જેમ કે – વ્રુક્ષમાં ઉર્જા હોય જ છે, તે વ્રુક્ષ ઉર્જાને
વિદ્યુત ઉર્જામાં ફેરવીએ તો --- ચાલો જોઈએ કેટલાક ચિત્રો !