नरेन्द्र से स्वामीविवेकानंद
तक !!! – ચર્ચાસભા
૧૨ જાન્યુઆરી – “સ્વામી વિવેકાનંદજીની જન્મ
જયંતિ” – જેને આપણે “યુવા દિવસ” તરીકે પણ ઓળખીએ છીએ. આ વર્ષે ઉભા થયેલ આકસ્મિક કેટલાંક સંજોગોને કારણે શાળામાં યુવા દિવસની
ઉજવણી માટેનું કોઈ નક્કર આયોજન તો ન કરી શક્યા પણ યુવા હોઈએ અને યુવા દિનની ઉજવણી
વિના જ સામાન્ય દિવસની જેમ જ શાળા છૂટી જાય તે તો આપણે સૌ યુવા શિક્ષકો માટે શરમની વાત ગણાય !! બાળકોને આ દિન-વિશેષમાંથી
પ્રેરણાદાયી મુદ્દો મળી રહે તેવું ‘જીવન વિશેષ’ વાર્તા-ચર્ચાસભાનું આયોજન કર્યું. આ
વખતે પણ શાળા પરિવારનો હેતુ બાળકોને જીવન કૌશલ્યોનો પાઠ શીખવવાનો અને આયોજન એવું કે
બાળકોને મન વાર્તાસભા રૂપી સ્વામીજીના બાળ સાહસોની વિવિધ વાર્તાઓ મજા અનુભવે !!!
વાર્તાની શોધખોળ કરી તો ધોરણ પાંચમાંથી સુચન
મળ્યું કે તેમના પ્રજ્ઞા સાહિત્યમાં સ્વામીજી વિશેની સરસ માહિતી છે. તેનું વાંચન
થશે. આ સિવાય વિવેકાનંદના એકાગ્રતા અને નીડરતાના ગુણો વિશેની ચર્ચા નક્કી થઇ. એકાગ્રતા માટે તેઓ જે કાર્ય કરતા હોય તે જ
કાર્યનો વિચાર કરવો. – અને એમ કરવું શક્ય ના બને તો કોઈ એક કાર્ય કરતી વખત આપણને
બીજા કયા વિચાર આવે છે તેની પર સભાનપણે નજર રાખવી. જેવી બાબતો ચર્ચાઈ.
ખરી મજા નીડરતાની ચર્ચામાં આવી. દરેકને કોઈક ને
કોઈક બાબતનો ડર હોય છે. કેટલાક તેમનો ડર જાહેરમાં કહેતા પણ ડરતા હતા. સમજાવ્યું
કે, “જેમ ઘરમાંથી કચરો કાઢી નાખવા માટે પહેલા કચરો છે એ સ્વીકારવું પડે !” એટલે
નીડરતા હોવી એટલે ડરની ગેરહાજરી નહિ પણ ડર હોવા છતાં પોતાના કાર્યમાં અડગ રહેવું
એમ પણ વિચારો. સેવન અપ્સની એડ પણ યાદ કરાઈ કે “ ડર સબકો લગતા હૈ, ગાળા સબકા સુખાતા
હૈ ! ડર સે મત ડરો, ડર સે આગે બઢો ક્યોકી ડર કે આગે જીત હૈ !” આના આધાર માટે
નરેન્દ્રએ ઝાડ પરનું ભૂત બધાના મગજમાંથી કેવી રીતે ભાગડ્યું હતું એ વાર્તા કહી.
આમ, આખી ઉજવણીમાં નરેન્દ્રની વિવેકાનંદ બનવાની
પ્રક્રિયમાં કયા કયા ગુણોએ ભાગ ભજવ્યો અને જો આપણે ઈચ્છીએ તો એ ગુણો કેળવી શકીએ તે
કન્ક્લ્યુંઝન સાથે હેપ્પી બર્થ ડે નરેન્દ્ર ગાઈ છુટા પડ્યા !
ગત વર્ષોની ઉજવણીઓ માટે ક્લિક કરો >>> નરેન્દ્ર
2 comments:
ખૂબ જ સરસ
ખૂબ જ પ્રેરણાદાયી કાર્ય...
Post a Comment