October 18, 2014

Happy Diwali...


 અમારી શુભકામનાઓ....
    
સૌ મિત્રોને ટીમ નવાનદીસર  તરફથી આનંદદાયી પ્રકાશપર્વ દિવાળીની શુભેચ્છાઓ તથા નવી ખુશી અને અપાર સફળતાઓ સહિતના નવા વર્ષની શુભકામના....
Happy Diwali 

&
Happy New Year

October 01, 2014

અમારા ધ્વારેથી ...

Child’s Learning speed



                 આપણે જાણીએ છીએ કે દરેક બાળકની શીખવાની ગતિ અલગ હોય છે. વિષય-વસ્તુના એક મુદ્દાને સમજવા માટે વર્ગખંડનું કોઈ બાળક બે મિનીટ લે છે, તો તે જ પધ્ધતિથી કોઈ બાળક બે કલાક ! આપણા વર્ગખંડમાં કોઈ બાળકની ઝડપ 2km અને કોઈની 20Km તો કોઈ બાળકની 200km હોય છે, શું આપણે 2km-20km-200km સમન્વય સાધી વર્ગકાર્યને આગળ વધારી શકીએ છીએ ખરા ? જવાબ જો “હા’ તો પછી એક પૂરક પ્રશ્ન એ ઉભો થાય છે કે શું આપણે મહેનત જેટલું પરિણામ મેળવી શકીએ છીએ ખરા ? જો આ પ્રશ્નના મૂળમાં જઈ ઉપચાર વિચારીએ તો શું વર્ગશિક્ષક કે વિષય શિક્ષકનું યોગ્ય વર્ગ-આયોજન બાળકની શીખવાની ગતિમાં સુધારો કરી શકે છે ? જેમ કે 1 થી 5 ગણતાં શીખવવા માટે જે બાળકને સફરજન વધારે ભાવતું હોય તેને સફરજનના ટૂકડા અને જે બાળકને દ્રાક્ષ ભાવતી હોય તેને દ્રાક્ષના દાણા - ન આપી શકાય ? ગમતાં પાત્રોની વાર્તાની ચોપડીઓ આપીએ અથવા તો ગમતાં વિષય-વસ્તુ પર પાંચ-દશ લીટી લખવા કહીએ તો બાળકની લખાણ-વાંચનની ઝડપ અને તેના આધારે સમજવાની ક્ષમતાઓમાં વધારો ન થાય ?? – ચાલો, એકવાર આપણે આપણા વર્ગકાર્યનું બારીકાઈથી સ્વ-નિરીક્ષણ કરીએ અને હકીકત જાણીએ તો ખરા કે -: 
આપણું વર્ગકાર્ય આયોજન બાળકની શિખવાની ગતિમાં રેમ્પનું કામ કરે છે કે બમ્પનું ???