April 27, 2014

બાળકો પ્રત્યેનો આપણો પ્રયત્ન કેટલો અને કેવો ?

વર્ગખંડોમાં- બાળકો પ્રત્યેનો આપણો પ્રયત્ન કેટલો અને કેવો ??
                 મિત્રો, તમે બાળકોને કોમ્પ્યુટર/સ્માર્ટ ફોન કે ટેબ્લેટ પર એજ્યુકેશન ગેમ રમતાં જોયાં હશે. આપે અનુભવ્યું જ હશે કે આપનું પોતાનું બાળક કે જેની પોતાની વયકક્ષા કરતાં પણ વધારે સરસ રીતે ગેમમાં પર્ફોમ કરતું હોય છે, ક્યારેક તો આપણને સમજમાં પણ ન આવે તેવા LAVEL પર રમતાં જોઈ આપણને નવાઈ લાગતી હોય છે, તેમ ક્યારે એવું વિચાર્યું ખરું કે આટલું પરફેક્ટ આ બાળકને કોણે શીખવ્યું ??? જવાબ છે એક સોફ્ટવેરે” !!! ચાલો વિચારીએ કે ગેમનું સોફ્ટવેર તેની સાથે કામ કરતાં/રમતાં બાળકો/વ્યક્તિઓ સાથે કામ કરવાની ઢબ કેવી હોય છે ?? વિચારો કે તમે ગેમ રમી રહ્યા છો... અને...
·         ભૂલ થાય છે તો??? તો કોઈ કચ-કચ નહિ... મસ્ત અવાજમાં કહે -: “Sorry,try again”
·         બીજીવાર ભૂલ થાય તો ?? -: Would you like to try do once again”
·         ત્રીજીવાર ભૂલ થાય તો ??-: Would you like some help? Press help.” [ “Help” દબાવવાથી એક હિન્ટ મળે કે જેની મદદથી તમે ગેમમાં કરેલ ભૂલ બતાવી સુધારવાની તક અને સાથે આગળ વધવાની Trick પણ આપે.
હવે આપણે તુલના કરીએ કે એક શિક્ષક[?] બાળક સાથે અને એક Education software કેવીરીતે વર્તે છે. 
શિક્ષક [?]
8 સોફ્ટવેર
તમને આવડે તો કહે મેં શીખવ્યું.
·    8   તમને પુરો મોકો આપે કે તમે એ ગૌરવ લઇ શકો આ તમે કર્યું છે!
  ભૂલ થઇ તો બબુચક જો આટલું નથી સમજાતું?
·    8    ભૂલ થઇ સોરી ટ્રાય અગેઇન!
·        શીખવું એટલે હું બોલતો હોઉં તે!
·    8    શીખવું એટલે તમે જાતે જે મથામણ કરો છો તે હું તો તમને  .   .    જરૂર પડે ત્યારે મદદ કરું છું!
  જુઓ પેલું ઝાડ છે એટલે ઝાડ જ છે- બીજું કઈ નહિ!
·     8    મને ય ક્યાં ખબર છે? તમે  જ વિચારી જુઓ ને શું છે?
  મારો કોઈ વાંક નથી મેં તો બરાબર જ શીખવ્યું હતું  .    તું જ મૂર્ખ છે કે જેથી તને આવડતું નથી!
·    8     કોઈ મૂર્ખ નહિ જેવી રીતે કોઈ હોશિયાર નહિ...જે જેટલી ઝડપે .     .  . આગળ વધે તે આગળ જાય પણ હું તો દરેકને જે તે  લેવલે .     .    સરખી જ મજા આપું છું!
[ હા, આ સિવાય પણ એક software પોજેટીવ ઘણું બોલી શકે છે અને એક શિક્ષક [આપણે જે પ્રશ્નાર્થવાળા મિત્રોની વાત કરીએ છીએ તે ] બાળકને હજુ ઘણું બધું ન બોલવાનું બોલી તોડી પણ શકે છે,]
મિત્રો, આનો અર્થ એ પણ નથી કે વર્ગખંડો software કે રોબર્ટ વર્તિત હોવા જોઈએ, કારણ કે software કે રોબર્ટની કેટલીક એવી મર્યાદાઓ હોય છે કે જે પ્રશ્નાર્થ વિનાના શિક્ષકોની જેમ લાગણીઓ સભર નથી વર્તી શકતું જેમકે...
Ø  તે બાળકના માથે હાથ નથી ફેરવી શકતું !!
Ø  તે બાળકોની આંખોની લાગણીઓને સમજી નથી શકતું !!
Ø  software ના HELP માટેની પેશકશમાં मैं हूँ ना !!” જેવો લાગણી સભરનો અહેસાસ હોતો નથી.
Ø  “હું સમજી શકું છું’ જેવા વર્તનની અપેક્ષા બાળક software પાસે રાખી શકતો નથી.
                     મિત્રો અમે તો ફક્ત આમારા View મુકવાનો પ્રયત્ન કર્યો છે, આમાં કેટલીક જગ્યાએ અમે ખોટા પણ હોઈ શકીએ ! પરંતુ અમારો પ્રયત્ન ફક્ત એટલો જ છે કે હવે શિક્ષણ જગતમાં શિક્ષકો સામે અને સાથે-સાથે  શિક્ષકોને તૈયાર કરતી સંસ્થાઓ સામે પણ મોટા પડકારો ઉભા થઇ રહ્યા છે. જો અત્યારે જાગીશું નહિ તો ન કહી શકાય કે ભવિષ્યમાં કેટલે અને ક્યાં હોઈશું ??? 

April 26, 2014

WOMEN RALLY

voter awareness "WOMEN RALLY" 
We Are Firm To cast our votes - showing " Voting Promising Wrist Belt" 
મતદારોમાં મતદાન માટેની જાગૃતિ લાવવાના એક સહિયારા  પ્રયત્નમાં શાળાની બાળાઓ તથા મહિલાઓ ધ્વારા ગામમાં સુત્રોચાર કરી રેલી સ્વરૂપે ફરી એક સઘન પ્રયત્ન કરવામાં આવ્યો હતો.   
 











April 20, 2014

પરીક્ષાનો........હાઉ...ઉ...

પરીક્ષાનો........હાઉ...ઉ....NNN....
                         આજે શિક્ષણ જગત સૌથી મોટા કોઈ પ્રશ્નનો સામનો કરી રહ્યું હોય તો તે છે બાળકોમાં રહેલો પરીક્ષાનો હાઉ. આવો પરીક્ષાનો આ હાઉ કોણ ઉભો કરી રહ્યો છે ???  એવો પ્રશ્ન જો પુછવામાં શિક્ષણકાર્ય પરીક્ષા-ખંડ અથવા તો બાળકની બાળક શિક્ષણ માટે જેટલા સાધ્યોથી ઘેરાયેલો છે તે બધાને પુછવામાં આવે તો જવાબદેહી નક્કી થઇ શકશે જ નહિ અને તેના માટેનું ચોક્કસ કારણ એ છે કે કદાચ દરેક પોતે તે માટેનું કદાચ ચોક્કસપણે જવાબદાર વ્યક્તિ/વસ્તુ અથવા તો વ્યવસ્થા તરફ અંગુલિનિર્દેશ નહિ કરે પણ પોતે તે માટે જવાબદાર નથી તે માટેની સાબિતિઓ માટેના કારણોનો આપણા સામે પહાડ રજુ કરી દેશે. પરિણામે આપણો પ્રશ્ન ત્યાંનો ત્યાં જ ઉભો હશે.  તો પછી જવાબદાર કોણ?? હવે મિત્રો આ બધાથી અલગ બીજો એક વિચાર કરીએ કે પરીક્ષા એટલે ?? જો આપણે સમાજની વાત કરીએ તો આપણા સમાજમાંથી જ “પરીક્ષા’ શબ્દ પ્રત્યેનો ભાવ “હાઉ” મુજબનો ઉભો થઇ રહ્યો છે. તમે જોશો કે સમાજમાં જ્યારે કોઇપણ વ્યક્તિ માટે કોઈ વિકટ પરિસ્થિતિ ઉભી થાય ત્યારે લોકો એવું કહેતાં જોવા મળે છે કે બિચારાની અત્યારે પરીક્ષા થઇ રહી છે ! હવે તેનું સાચું મૂલ્યાંકન થશે કે તે કેટલામાં છે!! એટલે શું?- પરીક્ષા એટલે વિકટ પરિસ્થિતિ કે પછી  વિકટ પરિસ્થિતિ એટલે જ પરીક્ષા ? મુશ્કેલીઓ સામે વર્તવું એટલે જ મૂલ્યાંકન થવું કે પછી મૂલ્યાંકન થવું એટલે મુશ્કેલીઓ સામે વર્તવું ??  આપણા સમાજમાં પહેલેથી જ કપરા સમયને કસોટીના સમય તરીકે ગણવામાં આવી રહ્યો છે. સામાજિક પર્યાવરણમાં જ જો પરીક્ષા – કસોટી – મૂલ્યાંકન વગેરે  શબ્દોને મુશ્કેલીઓ/મુસીબતો અથવા કપરા સમય સાથે જોડવામાં આવ્યો હોય તો પછી તે જ સમજ સમાજમાંથી આવતો બાળક આ પ્રકારના શબ્દોના અર્થના પ્રભાવથી કેવી રીતે વંચિત રહે. આપણે તો હવે ખરેખર એ જ જાણકારી મેળવવાની છે કે સમાજમાં પહેલો શબ્દ કયો પ્રચલિત બન્યો હતો કપરો સમય કે પછી કસોટી? વિકટ પરિસ્થિતિ કે પછી પરિક્ષા ?? આ માટે તો હજુ ઘણું બધું અંદર ઉતરીએ તો જ આપણે તે માટેનો સાચો અર્થ અને ઉદેશ્ય જાણી શકીશું અને તે માટે તો આપણા સમાજવિદો અને શિક્ષણવિદોએ જ સાચી દિશામાં વિચારી આપણને જણાવી શકશે ત્યાં સુધી તો તમે પરીક્ષા વિશેની અમારી આ બે પોસ્ટ પણ વાંચી અને વિચારી શકો છો. >>>
 

April 01, 2014

સમૃદ્ધ પુસ્તકાલય + હાથવગું પુસ્તક = સમૃદ્ધ જ્ઞાનયુક્ત વર્ગખંડ


સમૃદ્ધ પુસ્તકાલય હાથવગું પુસ્તક સમૃદ્ધ જ્ઞાનયુક્ત વર્ગખંડ
                                                       મિત્રો, આપણે હંમેશાં શાળાના શૈક્ષણિક કાર્ય અને પુસ્તકાલયને અલગ-અલગ નજરેથી જોતાં આવ્યા છીએ. ભણવું અને પુસ્તકાલયનું પુસ્તક વાંચવું આ બંનેને અલગ-અલગ નજરથી આંખેથી જોવામાં આવે છે, પુસ્તકાલયમાંથી પુસ્તક વાંચતા બાળકને  આપણા “શિક્ષિત વાલીઓ!!” તો ખરા જ પણ ક્યારેક ક્યારેક તો કેટલાંક આપણા શિક્ષક-મિત્રોને મુખે પણ બાળકોને ઠપકો કરતાં સાંભળીએ છીએ કે “ આના કરતાં કોઈ પાઠ વાંચને તો કંઈક બે માર્કનું વધારે આવડે !!!  કોઈના આગ્રહથી પહેલીવાર લીધેલ ચા ની એક ચુસ્કી સમયાંતરે ટેવમાં પરિણમે છે એમ આપણે પુસ્તકને એકવાર બાળક સુધી પહોચતું કરીએ જેથી ‘પુસ્તક વાંચવું’ એ બાળકનો સ્વભાવ બને. જે અંતર્ગત શાળામાં બાળકોને વાંચન સમયે કક્ષાને અનુરૂપ મજા પડે તેવાં પુસ્તકો આપવાં, પુસ્તકો બાળકના હાથવગાં રાખવાં પાઠ્યપુસ્તકો અને પુસ્તકાલયને મિશ્રિત બનાવી વર્ગખંડ કાર્ય કરવું વગેરે... આપણા બાળકો પણ પુસ્તકાલયનો જેટલો વધુ ઉપયોગ કરતાં થશે, બાળકોનું જ્ઞાન તેટલું જ વધુ સમૃદ્ધ બનશે અને આવા સમૃદ્ધ જ્ઞાનયુક્ત બાળકો ધરાવતાં વર્ગખંડમાં શૈક્ષણિક કાર્ય સમયે મારે કે તમારે વધુ પરિશ્રમની જરૂર નહિ રહે ! અમારાં બાળકો પણ પુસ્તકો વાંચવાની ટેવવાળા બને તે માટે શાળાએ એક વધુ પ્રયત્ન કર્યો છે, જેને આ લીંક પર ક્લિક કરી જોઈ શકશો છો >“ Week-End Library”