February 28, 2013

રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની ઉજવણી


પ્રાથમિક કક્ષાએ વિજ્ઞાનનું સ્થાન... 




                         આજે તો માનવ [અરે ! આજે વિજ્ઞાનદિન છે ને એટલે ભાષા પણ વિજ્ઞાનની .. “માનવ’] વિજ્ઞાનની ઘણો નજીક છે.તેની આજુ-બાજુ- ઉપર-નીચે વિજ્ઞાન પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે તેની માટે તૈયાર બેઠું છે. તમે જે જગ્યાએ બેઠા છો તેની આસપાસ નજર કરો..જો તમે ઘરમાં બેસી અમારી આ પોસ્ટ જોઈ રહ્યા હો તો... વિજ્ઞાન તમારા ઘરનું કામકાજ સરળ બનાવી રહ્યું છે..વાત વોશિંગ મશીનની હોય કે બટાટાને હાથેથી ઘસીને છોલવાના નાના મશીનની હોય..જો તમે તમારી ઓફિસમાં બેસી આ પોસ્ટ જોઈ રહ્યા હોય તો ઓફિસના ચારે ખૂણામાં નજર કરો... ઓછામાં-ઓછા ત્રણ ખૂણા તો વિજ્ઞાનથી વીંટળાયેલા જોવા મળશે.. પછી વાત કેલ્ક્યુલેટરની હોય કે કોમ્પ્યુટર........ માણસ વિજ્ઞાનથી વીંટળાઈને બેઠો છે.વિજ્ઞાનની બાબતમાં એવું કહીએ તો પણ ખોટું નથી કે આ એક એવો વિષય છે કે જેને માણસ જાણે છે ઓછો પણ ભોગવે છે વધારે. શહેરી હોય કે ગ્રામ્ય.. દરેક જગ્યાએ માણસ વિજ્ઞાનના નિયમોનો ઉપયોગ કરી પોતાનું જીવન સરળ બનાવી રહ્યો છે. તે પછી જમીનના ખોદકામ માટે ત્રિકમ-પાવડાનો ઉપયોગ હોય કે પછી મોટા-મોટા અર્થ મૂવર્સ ...સાયકલ હોય કે સાયક્લોન જેવી ઝડપ વાળી ટ્રેન ... વિજ્ઞાન ટેકનોલોજી આજે દિવસ કરતાં રાત્રે અને રાત્રે કરતાં દિવસે વધારેને વધારે પ્રગતિ કરી રહ્યો છે.આટલો ઉપયોગી અને જરૂરી છતાં આજે સમાજમાં પ્રાથમિક કક્ષાએ બાળકના શિક્ષણમાં વિજ્ઞાનના વિષયને  એટલું  મહત્વ નથી આપતાં, જેટલું આપણે વિજ્ઞાનનું મહત્વ સમજીએ છીએ. ક્યારેક તો એવું લાગે છે કે વિજ્ઞાન-ટેકનોલોજી વિના જીવન કલ્પવું અશક્ય છે, પરંતુ વિજ્ઞાન વિષય સિવાયનું [મહત્વ વિનાનું ] શિક્ષણ શક્ય છે, અને મોટેભાગે ચાલી પણ રહ્યું છે. પ્રાથમિક કક્ષાએ તો ઠીક હાયર કક્ષાએ પણ બાળકને વિજ્ઞાનના શિક્ષણ પ્રત્યે ત્યારે પ્રોત્સાહિત કરવામાં આવે છે જયારે વાત ગ્રેડ/મેરિટની આવે છે. પ્રાથમિક કક્ષાએ ઘરે પધારેલ મહેમાન પણ બાળકને વિજ્ઞાનના ગુણ વિશે પૂછતો કદાચ જ જોવા મળશે... બાકી કોમન પ્રશ્નો જ પૂછતાં જોવા મળશે કે “બોલ તો બેટા ૧૫ O ૬ કેટલા થાય..???  બાળપણમાં વડીલ દ્વારા લાવેલ રમકડાની મોટરકાર કે સ્કૂટર ચાવી ભરવાથી કેવી રીતે ચાલે છે તે જાણવા ઉત્સુક બાળકને રમકડું હાથમાં આપતાં પહેલાં જ કટાક્ષમાં આપણી પહેલી સૂચનાએ હોય છે કે “ જો  એન્જીનીયર બની આ રમકડાંને ખોલી તેના પર પી.એચ.ડી. નથી કરવાની હો..!!”........... પછી તે જ બાળક મોટો થઇ જયારે તેની  ઉજ્વળ કારકિર્દીની વાત આવે છે ત્યારે આપણા તરફથી તે જ બાળકને તેનાથી વિપરીત સૂચના [દબાણ પણ ખરૂં] મીકેનીકલ એન્જીનીયર બનવાની આપીએ છીએ, પ્રાથમિક કક્ષાએ વિજ્ઞાન ટેકનોલોજીને શાળાની જેમ સમાજે પણ વિષય જ નહિ પણ બાળકના કૌશલ્યની સ્થાને લેવું જોઈએ...જેનાથી બાળકમાં દરેક અઘરી બાબતો/વસ્તુને વૈજ્ઞાનિક ઢબે જોવાની સમજવાની અને ઉકેલવાની ક્ષમતાનો વિકાસ થાય..
            શાળાના ગણિત – વિજ્ઞાન મંડળે આ વખતના રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી એક વિજ્ઞાન-ક્વીઝ વડે કરવાનું નક્કી કર્યું...
       વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ જહેમત કરી- પ્રશ્નો બનાવવા, રાઉન્ડ નક્કી કરવા, પોઈન્ટ્સ નક્કી કરવા, ક્યાં રાઉન્ડમાં કેટલા પ્રશ્નો અને કેટલા પોઈન્ટ્સ રાખીશું, સમય કેટલો-કયો - એન્કર કોણ રહેશે, સ્કોરર કોણ, જજ કોણ, ટાઈમ કીપર કોણ, કેટલી ટીમ, એક ટીમમાં સભો કેટલા, બધા ધોરણનું પ્રતિનિધિત્વ જળવાય તે માટે શું કરીશું ?
       બધા પ્રશ્નોને સ્વપ્નીલભાઈ અને રાજેન્દ્રભાઈ એ વિદ્યાર્થીઓની મદદથી ધીરજપૂર્વક ઉકેલ્યા અને પછી શરૂ થઇ અમારી ક્વીઝ –
       આપ પણ જોડાઈ જાઓ; જુઓ આ કેમેરાની ક્લિક્સ !
             


ક્વિજ માટે પૂરેપૂરૂ સજ્જ માહોલ વાળું મેદાન -  બાળકો - શિક્ષકો અને  પ્રેક્ષકો પણ...






તસ્વીર  જ કહી દે છે ને કે પ્રશ્ન થોડો અઘરો પૂછ્યો છે... મનોમંથન  કરતાં ગૃપો...



"..તો ....સ્કોર થયો છે......" - આ પળો થોડી વધારે દિલધડક હતી...

એક રાઉન્ડ એવો પણ હતો કે જેમાં "સ્પર્શ કરીને અનાજ/કઠોળનું નામ કહેવાનું હતું....." 

જે દરેક ગૃપ ઇચ્છતું હતું.... "મેડમ ક્યુરીનો વિજયોત્સવ" 
બાળકોએ ઇનામ મેળવ્યું અને અમે તેમનું અમુલ્ય આનંદિત હાસ્ય... 

કોમેન્ટમાં જણાવજો કે તમે આટલા આનંદિત ક્યારે થયા હતા..???

3 comments:

rb said...

સુપર્બ ભાઇ આવુ ને આવુ કામ કરતા રહો .. બવ સરસ કામ કરો છો...

Unknown said...

ખરેખર સાચા અર્થમાં, તમે જે દરેક પ્રવૃતિઓ કરો છો તે દરેક પ્રવૃતિઓમાં દિમાગની સાથે દિલ પણ જોડાયેલું હોય છે. આવ નવતર પ્રયોગો જે બાળકોનું જીવન ઘડતર કરે છે. બાળકોનું સાચા અર્થમાં જીવન બહેતર બનાવવા બદલ તથા અન્યોને પ્રેરણા આપવા બદલ ખુબ ખુબ ધન્યવાદ ....
ભરત પટેલ

pls vizit my blog.
crc kankanpur kanya blog

Unknown said...

ખુબ સરસ ......