માતૃભાષાનું ગૌરવ- એક અભિયાન....
વર્ગમાં જયારે
ગુજરાતી, હિન્દી,અંગ્રેજી અને સંસ્કૃત ની ચર્ચા ચાલતી હોય – ત્યારે ભાષા શીખવાના ફાયદાની વાતો કરતો હોઉં
છું !
“ભાષા ના હોવી તેનું દર્દ શું હોય – આ દુનિયા સાથે જોડાવાની સર્વસામાન્ય કડી ના
હોય તેનું દર્દ સમજવા તો આપણે સૌએ એક દિવસ માટે પેલી નાનકડી હેલન (કેલર) બનવું પડે !” એવું અમારી ભાષામાં તેમને કહું છું...તેઓ થોડું સમજે છે અને થોડું મને
સમજવાનો પ્રયત્ન કરતા હોય તેમ માથું ધુણાવે છે !ભાષા વિષે વાત કરનાર પણ ક્યારેક ભાષા કેમ શીખવી ?-અને-શાળામાં ભાષા શીખવવી એટલે
શું ? એ પ્રશ્ન ને ગંભીરતાથી વિચારે ત્યારે પોતે પણ પ્રકૃતિ વિરુદ્ધ ગંભીર
થઇ જાય છે.
ભાષા બાબતની અણી કાઢવાના બે મોકા મળ્યા
– મણીલાલ પટેલ નો પત્ર (ધોરણ-૮) અને ૨૧ મી ફેબ્રુઆરીનો વિશ્વ માતૃભાષા દિવસ !૧૫ દિવસ અગાઉથી જ આયોજન શરૂ થઇ ગયેલું. જિજ્ઞાસા વધારવા આઠમા ધોરણના વિદ્યાર્થીઓને
કહ્યું કે તમે એક અઠવાડિયામાં આયોજન કરો કે “માતૃભાષા દિનની ઉજવણી કરવી હોય તો શું
કરી શકાય ?” – “પણ ખબરદાર આપણે આખી શાળાને ‘સરપ્રાઈઝ’ આપવાનું છે...કોઇને ય આપણા આ ગુપ્ત ષડ્યંત્રની ખબર
ના પડવી જોઈએ..”
તેમને અઠવાડિયા સુધી કરેલા આયોજનને
જોતા તેમને સાતમાં ધોરણના વિદ્યાર્થીઓની જરૂર મહેસૂસ થઇ તો – એક શનિવારે અમારી “મિશન માતૃભાષા” ની બીજી બેઠક મળી...વિગતવાર આયોજન થયું..
પાંચ ખંડો નક્કી થયા-
ગીજુભાઈ
ખંડ – જ્યાં વાર્તાઓ કહેવાની, સાંભળવાની અને લખવાની (નવી-વાંચેલી નહિ )
ચંદ્રવદન
ચી.મહેતા ખંડ – જ્યાં નાટક ભજવતા શીખવાનું અને ધો-૬ થી ૮ ના બાળકો જુથમાં
બેસી કાવ્યો-વાર્તાઓ અને ઘટનાઓને નાટક સ્વરૂપે લખે !
મુનશી ખંડ – જ્યાં ૧-૨ ના ટાબરિયાઓને વાતો
કરાવવી-તેમની મમ્મી/બકરી/પેન્સિલ/તેમને શું ખાધું ..વિગેરે- ૩ થી ૮ માટે કેટલાક
વિષયો પર લખવું – કેટલાક વિષયો તેમને આ પ્રમાણે નક્કી કર્યા – મારું ફળિયું, મારા અક્ષર, લીલું ઘાસ, મહીસાગર, મહી બીજ, મને ગમતી ફિલ્મ, ડી.જે., મારું ખેતર....
મીરાબાઈ
ખંડ–જેમાં ભાષાની રમતો–વય અનુસાર–કેટલીક રમતો અમે સૂચવી
તો કેટલીક તેમને જાતે શોધી
ધ્રુવ ભટ્ટ
ખંડ – અહી, તેમને ગીતો ગાવાના, ગવડાવવાના, તેની પર અભિનય કરતા
શીખવાનું –
સમગ્ર સંચાલન ધો-૭ અને ૮ વિદ્યાર્થીઓએ જ કરવાનું. સમય ફાળવણી અને સમય સાચવણી પણ તેમને જ જોવાની...દર ૪૦ મીનીટે બાકીના
બાળકોએ વર્ગ બદલી દેવાનો !
હવે
માતૃભાષા દિને અમે માનેલો આનંદ ફક્ત ભાષાથી જ આપવાને બદલે આ છબીઓની ભાષા પણ ઉકેલી
લો ! હવે માતૃભાષા દિને અમે
માનેલો આનંદ ફક્ત ભાષાથી જ આપવાને બદલે આ છબીઓની ભાષા પણ ઉકેલી લો !
![]() |
આયોજન ડિસ્પ્લે |

![]() |
મુનશી ખંડમાં નિબંધ - શું ખબર કાલે આ બધામાંથી કોઈ મુનશી પાકે ! |

![]() |
વાર્તા સાંભળો અને લખો - |

![]() |
વાર્તા-કાવ્યને નાટકમાં રૂપાંતર કરીને લખવું હોય તો પછી આવી મગજમારી તો થવાની જ ! |

![]() |
ઉમર પ્રમાણેની ભાષા રમતો ! |

![]() |
નાના ટાબરિયાઓને લખવાનું નહિ - બોલવાનું - જેટલું બોલવું અને જે બોલવું હોય તે બોલે ! |

અમારો નફો ગણો કે આ પોગ્રામનું આઉટપુટ ...આ રહ્યું...!!!
1 comment:
Very nice Rakeshbhai u & your Team
Post a Comment