"હેલ્લો
કિશોરી"- ફક્ત એક કાર્યક્રમ જ નહિ...!!!
કિશોરી મેળો – એક એવો મેળો જેમાં આપણને આપણી દીકરીઓના મિત્ર બનવાનો
મોકો મળે. તેઓ ત્રણ દિવસ શાળાને મેળામય બનાવે ! અને શાળા તેમના આ આનંદ સાથે –
તેમને મુંઝવતા પ્રશ્નોના જવાબ રૂપે ઉભી થાય !
જે ઉત્સાહથી તેમને સૌએ
તમામ પ્રવૃતિઓ-રમતો-સ્પર્ધાઓમાં ભાગ લીધો તે જોઈ...ત્રણ દિવસ પછી તેમના એ કોલાહલને
સૌએ યાદ કર્યો..
તેમના માટે તેમની વયઅવસ્થા
અનુરૂપ ઉભા થતાં પ્રશ્નો સંદર્ભે શાળાના શિક્ષિકાશ્રી નીલોત્તામાબેન પટેલ અને ખાસ
આમંત્રિત કરેલ બેનએ યોગ્ય માર્ગદર્શન આપ્યું. હવે પછી પણ આવા પ્રશ્નો સંદર્ભે
ખુલીને એક બીજા સાથે વાત કરવી જોઈએ તેવી સમજણ પણ આપી.
તેમની કારકિર્દી અંગેના
સામયિકોના નમુના બતાવ્યા. તેમનામાંથી જ કેટલાકે સીવણકામ શીખેલું હતું તેમને પણ પોતાના
અનુભવોની ચર્ચા કરી. જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધી ભણવામાં પાછી પાની ના કરવી –
એ પ્રકારની ચર્ચા પણ થઇ.
ચર્ચામાં ભાગીદારીથી
માંડી તેમની પ્રવૃતિઓ – તેમાંય “આ શાળાના તેમના અનુભવો” વાળું સેશન તો અમને ય લાગણીસભર બનાવી ગયું. આમ તો ખરેખર કોલાહલ એ સંભળાય છે,પરંતુ
અહી tતમને કોલાહલ દેખાશે પણ ખરો.. જયારે તમે આ ફોટોગ્રાફ્સ જોશો...
“માટલી ફોડ” રમત વડે મેળાની શરૂઆત...
[કોઈને કહેતા નહિ કે માટલીમાં ચોકલેટો પણ છે]
ફેશિલીટેટર તરીકે શાળાના બેનશ્રી
કિશોરી વયે મુંજવતાં પ્રશ્નોના જવાબમાં યોગ્ય માર્ગદર્શન
માટે આરોગ્યધામના બેનશ્રી
“હું બનીશ......” – હેડીંગ સાથેના નિબંધ લેખનમાં પોતાની
કારકિર્દી પ્રત્યે સભાનતા સાથેના સપનાઓને share કરતી દિકરીઓ
કિશોરીઓ અને પાછી ખો-ખો રમતી હોય, તો...તો પછી કોલાહલ હોય...હોય...અને
હોય જ ...
કદાચ તમને ન
સંભળાયું હોય પણ તેઓની મુખમુદ્રા કહેતી હતી કે “દર મહિને આવો મેળો ગોઠવજો ને...!!!
આયોજન + મહેનત = ઉજ્વળ કારકિર્દી
મિત્રભાવે સમજાવતાં શિક્ષકમિત્ર
દિકરીઓના વિચારો કાગળ પર ....
આ જોયા પછી મને તો એક કહેવત યાદ આવે છે..કે - “મોસાળમાં
જમણવાર અને માં પીરસનાર”......!!! – અને તમને...??