ઐતિહાસિક સ્મારકોની મુલાકાતે......
બાળપણનો ફોટોગ્રાફ્સ જોતાં તમારું રીફ્લેક્શન્સ કેવાં હોય
છે? શું તે ફોટોગ્રાફ્સ જોઈ-જાણી
અને પછી તેનું મહત્વ સમજો છો? ના તમારા માટે તે ફોટોગ્રાફ્સ એટલાં માટે મહત્વનો બની જાય
છે કે તે તમારા ઇતિહાસ સાથે સીધો જોડાયેલો છે, અને
તેને કારણે તમારી લાગણીઓ તેની સાથે જોડાયેલી છે અને પરિણામે તમે ફક્ત તેને જોતાં
નથી ....તે ફોટોગ્રાફને અનુભવો પણ છો.હવે
વિચારો કે તમારા દાદાના દાદાના દાદાના દાદાની લાકડી તમને જોવા મળે તો...???
મિત્રો સ્થાપત્યોને
જોવાથી કે જાણવાથી બાળકો થોડો સમય તેનાથી વાકેફ થઇ શકશે પરંતુ બાળકોને તે
અનુભવાવવા માટે તો તે સ્થાપત્યનો ઇતિહાસમાં આપણા સાથે કેવી રીતે જોડાયેલાં હતાં
તેની સમજ આપવી પડશે...એટલે કે તે સ્થાપત્યના ઇતિહાસનો એક છેડો જેટલો બને તેટલો
બાળકના ગામના/જીલ્લાના/રાજ્યના કે દેશના ઈતિહાસની નજીક લાવવો પડશે. એટલે
કે તે સ્થાપત્યનો ઇતિહાસ તે બાળકના ગામના/જીલ્લાના/રાજ્યના
કે દેશના ઈતિહાસ સાથે કેવી રીતે જોડાયેલો છે તેની સમજ આપવી પડશે. પછી
આપણે સ્થાપત્ય વિષે બાળકને મહત્વ સમજાવવું નહિ પડે,બાળક
માટે તે સ્થાપત્ય જ મહત્વનું બની જશે...અને
તેની જાળવણી પણ કરતાં થશે...તે માટે બાળકોને ફક્ત એક જ પ્રશ્ન કરવો પડશે કે બાળકો,વિચારો
કે તમારા પહેલાં જે લોકો આ સ્થાપત્ય જોવા આવ્યા તેઓએ મહત્વનું સમજી જાળવણી ન કરી
હોત તો શું આ સ્થાપત્ય આપણને અનુભવવા મળત??? મિત્રો,૬૦ વર્ષની આઝાદી પછી પણ “આપણા સ્થાપત્યોને નુકશાન ન પહોંચાડીએ” તેવી જાહેરાતો આપવી પડે છે તેનું કારણ આ જ છે કે મોટાભાગના
લોકો પોતાના સ્થાનિક ઇતિહાસ અને સ્થાપત્યોના ઇતિહાસથી અજાણ છે,અને
પરિણામે તેમને ખબર નથી કે સ્થાપત્યો તેમની સાથે કેવી રીતે જોડાયેલાં.....માટે જ
બાળકો સ્થાપત્યોની મુલાકાત લઇ આનંદ માણે પણ સાથે-સાથે
તેનું મહત્વ સમજાવવા એક આવો પ્રયત્ન કરવો જ રહ્યો .....
ઐતિહાસિક સ્મારક “રત્નેશ્વર” વિશે ધાર્મિક માન્યતા
ભારત સરકારશ્રી ધ્વારા રક્ષિત આ સ્મારક પંચમહાલ જીલ્લાના ગોધરા
તાલુકાના રતનપુર[કાંટળી]ગામની નજીક આવેલું છે.કહેવાય છે કે તે સમયે રત્નેશ્વર- ગળતેશ્વર[ઠાસરા,ખેડા]-નંદકેશ્વર[નદીસર,પંચમહાલ]-કલેશ્વરી [પંચમહાલ] આ ચાર સ્થાનના દર્શન ચારધામ સમાન ગણાતાં...