“ મેં તો ઘણું શીખવ્યું પણ વિદ્યાર્થીઓને આવડતું જ નથી ! ”
પ્રાથમિક શિક્ષણ આજે વર્ગખંડ પુરતુ મર્યાદિત નથી રહયું. આજે વર્ગખંડમાંના બાળકોને તેના વર્ગશિક્ષક કે વિષય શિક્ષક [ એક] માત્રના જ જ્ઞાન , વિચારો કે પ્રવ્રુત્તિઓથી પરિપુર્ણ કરી શકાતું નથી કારણ કે કોઇ એક એકમ વર્ગખંડમાંના બધા જ બાળકોને તમે ઉપયોગ કરેલ સરળમાં સરળ પધ્ધતિ કે પ્રવૃત્તિ ધ્વારા પણ પુરેપૂરી સમજ આપી શકતા નથી તે સમયે આપણને એમ થાય છે કે “મેં તો ઘણું શીખવ્યું પણ વિદ્યાર્થીઓને આવડતું જ નથી!”પણ ત્યારે તમે ખરેખર વિચાર કરજો કે, તમે પ્રયોજેલી પદ્ધતિ યોગ્ય હતી? અને જો હા! તો કોના માટે? તે પધ્ધતિ કે પ્રવૃત્તિ સરળ હતી? તો કોના માટે? બાળકો માટે કે પછી આપણા માટે ...... અમને એક વાર્તા યાદ આવે છે.
એક તળાવમાં ઘણી બધી માછલીઓ અને એક દેડકો રહેતા, માછલીઓએ દેડકાને ભાઇ બનાવ્યો હતો. એક દિવસ દેડકાએ માછલીઓને કહયું હું તળાવ બહારની દુનિયા જોવા જાઉં? માછલીઓ કહે “ના, તું અમારો એક્નો એક ભાઇ છે તારા વિના અમને ન ગમે. દેડકો ન માન્યો અને પાણી બહારની દુનિયા જોવા નિકળી ગયો, થોડા દિવસ પછી પાછો તળાવમાં આવ્યો ત્યારે બધી માછલીઓ ભેગી થઇ પાણી બહારનું પુછવા લાગી, ત્યારે દેડકાએ કહયું અરે! બહાર તો પ્રાણીઓ
પણ હોય છે? માછલીઓએ પુછ્યું ‘પ્રાણીઓ, કેવા પ્રાણીઓ? દેડકાએ કહયું “ તેને ચારપગ હોય ,એક પુંછડી હોય, માથે શિંગડા હોય. સમજી ગયા “ માછલીઓ કહે “ હા,ભાઇ સમજી ગયા. માછલીઓને કેટલી અને કેવી સમજ પડી ખબર છે?
જુઓ ચિત્ર નંબર-૧
ચિત્ર-૧ |
.................પછી દેડકાએ કહ્યું "અરે, બહેનો બહાર તો માણસો પણ હોય છે.માછલીઓએ પુછ્યું ‘માણસો..., કેવા....માણસો? દેડકાએ કહયું "તેને બે હાથ હોય, બે પગ હોય ,પણ તે ઉભા ચાલે. સમજી ગયા? માછલીઓ કહે હા ભાઇ બરાબર સમજી ગયા. " માછલીઓને કેટલી અને કેવી સમજ પડી ખબર છે?
જુઓ ચિત્ર નંબર-૨....
ચિત્ર-:૨ |
........કદાચ આવું જ બને છે આપણા વર્ગખંડમાં આમ આપણું ઘણું ખરું શૈક્ષણિક કાર્ય દેડકા જેવું અને બાળકોની સમજ માટેનું ‘મોડમ” માછલીઓ જેવું હોય છે, પરિણામે આપણી જે તે એકમ પાછળની અઢળક મહેનત રૂપી “Bluetooth” સર્ચિંગના અંતે “no any devices found” બતાવે છે. આવું બનવાનું એક કારણ તો આપણે બાળકની સમજ શક્તિના સ્તરથી અજાણ એટલે કે અંધારામાં હોઈએ છીએ અને તે સમજ બહારનું શૈક્ષણિક કાર્ય બાળકોને બંદુકની ગોળી જેવું જ લાગતું હોય પરિણામે બાળક પાસે તે સમયે વર્ગખંડમાં બીજો કોઈ રસ્તો ન હોય તો તે ફક્ત બચાવ પ્રયુક્તિ જ કરતો હોય છે જેને આપણે બાળકની ધ્યાનમગ્ન અવસ્થા સમજી બેસીએ છીએ
ü આનો ઉપાય એક જ છે ............................
વર્ગખંડમાં બાળકો સાથે “Bluetooth” ની જેમ નહિ “infrared” ની જેમ કનેક્ટ થાઓ. ગત અંકમાં એક શબ્દ હતો- ‘પરાનુંભુતિ’ [કોઈ પણ વ્યક્તિની તેની કક્ષાએ જઈ તેની લાગણીઓને સમજવાનો પ્રયત્ન કરવો ] પહેલા બાળકોની કક્ષાએ જઈ [એક મિત્રની જેમ ]તેમના વાતાવરણ/પર્યાવરણ/પરિસ્થિતિ/શોખ/સામાજિકતા વગેરેથી પૂરેપૂરા માહિતગાર બનો. એટલે કે તે બાળકોના અંગત બનો, અરે યાર વિચારોને.... કે
6 તમને વધારે કોની સાથે કામ કરવું ગમશે ? – BOSSની સાથે કે મિત્રની સાથે?
6 તમને કોની વાતો સાંભળવામાં વાધારે રસ પડશે ? –BOSS ની કે મિત્રની?
6 તમને કોની વાતો સમજવામાં વધારે સરળતા રહેશે ?–BOSS ની કે મિત્રની?
બાળકને એકમ સમજાવવા પાછળ આપણે જેટલી મહા-મહેનત કરીએ છીએ તેટલી જો આપણે બાળકને સમજવા પાછળ કરીશું તો આપણે બાળકોને શિક્ષણના એકમો સમજાવવા પાછળ વધારે મહેનતની જરૂર નહિ પડે તેવા અમારા અનુભવોથી માનવું છે.
આવો મિત્રો, બાળકોના BOSS નહિ મિત્ર બનીએ અને તેને હાજરી પત્રકના નંબરથી નહિ નજીકથી [ DIL se… ] ઓળખીએ.
26 comments:
ખુબ જ સાચી વાત કહી, અને તમરુ માછલી વાડી વાત તો બહુ જ ગમી
અભિનંદન
u r right bt it is very difficult in our real life. its n art not wrk .
Gud sir.ur blog is very impresive.it is a motivated blog.i like it.well done sir.
Farivaar vachyo.
Farivaar majjjo padi gyo!!!!!
This is very nice story which i can't forget and it arise in my mind many times and i love to tell it others who are unknown to BIOSCOPE..(infact our students shoud know about this cute story) Really a Lovely Story.. Again Big Big Thanx to Bioscope.. Best of Luck.. Get Wider.. You are good going. Heartly wishes you again.
Jignesh Thakor
Assitant Teacher @ Prathmik Shala Palaiya,
Ta: Thasra, Dist: Kheda.
Good
I can't understand why you used infrared instead of wifey direct ???
Enjoined story
Thanks
મે મારી છ વષૅની કારકિૅદી મા આના થકી જ સફળતા મેળવી છે.
ખૂબ જ સુંદર દ્ષ્ટાંત
Let's learn.
Superb .
Ekdam sachi vat 6 saheb pan badha teachers aa vat ne svikarava taiyar nathi hota. Te temni rudhigat parmpara ane potanu j vicharta hoy 6.
Really right
Really right
Very true story. But the thing is that in class of 30 one method that we use may not be suitable for other....so how to teach individually. Or then we have to find out some technique for each teaching point which may be commonly applied for all children. Which all can understand. Training should be given on this.
With best wishes....from N.P.Yagnik. Rajkot district
Very true story. But the thing is that in class of 30 one method that we use may not be suitable for other....so how to teach individually. Or then we have to find out some technique for each teaching point which may be commonly applied for all children. Which all can understand. Training should be given on this.
With best wishes....from N.P.Yagnik. Rajkot district
Nice and ture story
very effective
Really right
Really right
અદભુત
અદભુત
Good idea
વર્તમાન સમયમાં આપણા વર્ગખંડોની સ્થિતિ માછલી દેડકા જેવી જ છે.
બહુધા શિક્ષકો પાસે knowledge છે. પણ method નથી.
પરિશ્રમ છતાં પરિણામ શૂન્ય છે.
ઉપાય વિચારવો રહ્યો...!
વર્તમાન સમયમાં આપણા વર્ગખંડોની સ્થિતિ માછલી દેડકા જેવી જ છે.
બહુધા શિક્ષકો પાસે knowledge છે. પણ method નથી.
પરિશ્રમ છતાં પરિણામ શૂન્ય છે.
ઉપાય વિચારવો રહ્યો...!
વર્તમાન સમયમાં આપણા વર્ગખંડોની સ્થિતિ માછલી દેડકા જેવી જ છે.
બહુધા શિક્ષકો પાસે knowledge છે. પણ method નથી.
પરિશ્રમ છતાં પરિણામ શૂન્ય છે.
ઉપાય વિચારવો રહ્યો...!
Superb #RC
Excellent....rameshbhai...
Post a Comment