December 20, 2011

બાળકોની કલ્પનાશક્તિ....



બાળકોની કલ્પનાશક્તિ રૂપી શબ્દકોશમાં મર્યાદાશબ્દ હોતો નથી...



ક્યારેક ક્યારેક બાળકોના આંતરિક કૌશલ્યોની ક્ષમતા આપણે આંકી શકતા નથી અને કેટલીવાર જો આપણે આંકીએ તો પણ આપણે સાચા પડતા નથી અને પરિણામ આશ્ચર્યચકિત કરી દે તેવું મળે છે, બાળક તો આવું ન કરી શકે , અરે! બાળકને તો આવું આવડતું હશે???, વગેરે અંદાજો રૂપી આપણો ભ્રમ ત્યારે ભાગે છે જયારે આપણે બાળકને તે પ્રવૃત્તિ કરવાની તક અને તે માટેના સાધન-સામગ્રી સાથેનું અનુકુળ વાતાવરણ મળી રહે છે,તમે જો ધ્યાનથી વિચારો તો વર્ગખંડમાં કોઈ એવી એક પ્રવૃત્તિ કરો છો કે જેમાં બાળકને નવું જાણવાની/સમજવાની/નવું ક્રિયાત્મક સર્જન કરવાની તક મળે, તે માટે તમે દરેક બાળકોને સામુહિક માર્ગદર્શન આપો છો, અને પછી ફરીથી તે પ્રવૃત્તિ કરવા માટે કહો છો, જો અમે અમારા અનુભવોને આધારે તમારા વર્ગખંડનું પરિણામ કહીએ તો તમે જેવું ધાર્યું હતું તેવી રીતની પ્રવૃત્તિમાં  દસે ચાર-છ બાળકો પૂરેપૂરા સફળ  રહ્યા હશે, એટલે કે વર્ગખંડમાંના ૪૦% થી ૬૦% બાળકો માટે તમારું માર્ગદર્શન સફળ રહ્યું ગણાય, હવે આપણે બાકીના ૬૦% કે ૪૦% બાળકો માટે ફરીથી પ્રયત્ન કરીશું અને ત્યારે આપણે તેમાંથી પણ સારું પરિણામ મેળવીએ છીએ, પણ ઘણા પ્રયત્નો પછી પણ દસે -૧-૨ બાળકો એવા રહે છે જે તમારા ખૂબ પ્રયત્ન છતાં પ્રવૃત્તિમાં આપણી કલ્પના મુજબનું પરિણામ આપવામાં અસમર્થ રહે છે [અને તે બાળકો અસમર્થ છે તેવું માની ]આપણે આગળ વધી જઈએ છીએ, ત્યારે તે સમયની આપણી વિચારસરણીને બારીકીથી જોઈએ તો આપણને સમજાશે કે તે પ્રવૃત્તિ કરવા અને તેમાં તમારી ધારણા મુજબના પરિણામ આપવા અસમર્થ બાળક નથી હોતો પણ તેને તેની સમર્થ-શક્તિ મુજબનું માર્ગદર્શન આપવામાં આપણે નિષ્ફળ હોઈએ છે. બાળક કહે છે મારે તો જાણવું છે/શીખવું છે/સમજવું છે/દરેક પ્રવૃત્તિઓમાં સારૂ કરવું છે,પણ મારી શરત એટલી જ છે કે ....... 



                     ‘મને મારી સમજણની ક્ષમતા મુજબનું માર્ગદર્શન અને હું જે પર્યાવરણમાં સારી રીતે કામ કરી શકું તેવું અનુકુળ પર્યાવરણ મેળવી આપો અને પછી જ મારી પાસેથી તમારી ધારણા મુજબના કે તેના કરતાં પણ ઘણા સારા પરિણામની આશા રાખો..................”  



દરેક બાળકોને શાળામાં બે વસ્તુઓ ચોક્કસ અને ચોક્કસ ગમતી જ હોય છે....
                 [૧] પ્રવૃત્તિ....
                 [૨] પ્રવૃત્તિ કરાવતા શિક્ષક......

3 comments:

Usha Patel said...

સુપ્રભાતમ..આપની શાળાને..શિક્ષકોને..આચાર્ય અને બાળકોને ધન્યવાદ આપું છું..શિક્ષકની ભૂમિકા માર્ગદર્શક અને પ્રેરણા તેમજ વાતાવરણ પૂરું પાડવાની હોય છે જે અહીં તમામ સાકાર સ્વરૂપે શાળાને જીવંત બનાવે છે..દરેક બાળકની શાળા અને શાળા દરેક્ની હોય તેવું જરૂર પ્રતિત થયા વગર રહેતું નથી. સુંદર ફોટોગ્રાફ્સ અવ્યક્ત બધું જ વ્યક્ત કરે છે..ધીરે ધીરે વિડીયોગ્રાફી તરફ પ્રયાણ કરશે અને બાળકો CAL માં રસ લેતા થશે ત્યારે શાળાના વાતાવરણમાં હજી વધુ ઓક્સિજન ભળશે એવું મારું માનવું છે. અસ્તુ.

CRC Co-ordinator said...

આપની શાળાને..શિક્ષકોને..આચાર્ય અને બાળકોને ધન્યવાદ

Envy said...

બાળકો કે વિદ્યાથી (એનો મતલબ જ છે જે વિદ્યા અર્થે આવ્યો છે)ને મોટા ભાગના શિક્ષક - પોતાના મગજ માં ભરેલું જ ઉલટી કરીને આપવા માંગે છે, એને શું જોઈએ છે એની તમાં કરતા જ નથી.