August 29, 2009

" Morning Assembly ".बोले तो પ્રાર્થના સમાંરભ !!!


                  શાળામાં સૌથી મહત્વનું જો કોઈ સેશન હોય તો તે છે પ્રાર્થના સંમેલન. આપણી સામાજિક માન્યતા છે કે શરૂઆત ધમાકેદાર તો સફળતા પણ દમદાર. પ્રાચીન સંસ્કૃતિ મુજબ કહેવાય છે કે પ્રાર્થના તો આત્મા નો ખોરાક છે. પ્રાર્થના આપણા મનને હળવું કરવાની કવાયત છે. જયારે સંગીત આપણા મન અને તનને સ્ફૂર્તિલું બનાવે છે. શાળામાં પ્રાર્થનાનું મહત્વ કેટલું ? જો તેના વિશે શિક્ષક સમુદાયને પુછવામાં આવે તો મોટાભાગના આપણે અઢળક ફાયદાઓ સામે મૂકી દઈએ છીએ. પરંતુ દુનિયાનો એક માત્ર એવો ફાયદો છે કે જેના વિશે માનીએ છીએ / જાણીએ છીએ / અનુભવીએ પણ છીએ છતાં તેના યોગ્ય આયોજન- અમલીકરણ અને  સહભાગિતા માટેની ઉદાસીનતા ઘણીબધી જગ્યાએ જોવા મળે છે. મિત્રો આમ તો મૂળ આપણ સવારે બાળકો સાથે મળીએ છીએ તે સ્વરૂપનું ખરું નામ છે " Morning Assembly ". એટલે કે સવારની સભા. તેને  ફક્ત પ્રાર્થના સંમેલન એમ કહી આપણે તેનું સ્વરૂપ થોડું સંકુચિત કરી રહ્યા છીએ. હા પ્રાર્થના તેનો એક ભાગ નહિ પરંતુ શરૂઆતનું અને આવશ્યક અંગ છે. આજની પ્રાર્થનાનો ઉદેશ્ય હોય છે કે ગઈકાલે કોઈ કારણવશ બાળકો અને શિક્ષકોમાં ઉભી થયેલી ઉદાસીનતા દૂર થાય, જેથી તે આજરોજના કાર્યમાં અડચણરૂપ બને. ફક્ત ઉદાસીનતા દૂર થાય એટલું નહિ સંગીત સહિતની ટૂંકી ધૂન ધ્વારા શાળા પરિવારમાં સ્ફૂર્તિનો સંચાર પણ થાય. આજના દિવસ દરમ્યાનની કામગીરી માટેની સામુહિક ચર્ચા પણ થાય રોજ એક સામુહિક નવીન કાર્ય માટેનું આયોજન થાય. આજના ગુલાબઆજનો દિપક બાળકને શાળા પરિવારનો એક અંગ હોવાની ભાવના પેદા કરવામાં મદદ રૂપ બને. જયારે આજના ગુલાબસમાચારસુવિચાર  જેવી પ્રવૃત્તિ આપણી શાળાના બાળકોની તનની સ્વચ્છતાને અને મનને અપડેટ કરતી રહે. યોગિક ક્રિયાઓ બાળકના માનસિક શારીરિક વિકાસને ગતિશીલ બનાવે જેનો સીધો ફાયદો આપણે આપણા વર્ગખંડમાં પણ ઉઠાવી શકીએ. ટૂંકમાં કહીએ તો જો સવારની સભાનું સુયોગ્ય આયોજન કરવામાં આવે અને આપણા ધ્વારા જરૂરી માર્ગદર્શનરૂપી સહયોગ કરવામાં આવે તો તેનો સીધો ફાયદો આપણને આપણા વર્ગખંડમાં દેખાશે   !