નવાનદીસર પ્રાથમિક શાળા
તા-:ગોધરા [પંચમહાલ]
તા-:15-02-2010
અહેવાલ
[બાળમેળો- વર્ષ -:2009-2010]
મેળો એટલે
ભરપુર આનંદ મેળવવાનું સ્થળ,પરંતું શાળા બાળમેળો એટલે આનંદની સાથે-સાથે શિક્ષણ પણ ! રોજ બાળકોને પ્રાર્થના કરવામાં વધારે મજા આવતી પણ આજે બાળકોને પ્રાર્થના વહેલી પૂરી કરવામાં રસ હતો તે તેમના ભજન-ધૂન ગાવાના ઢાળમાં ચોક્કસ તરી આવતો હતો. જેવો પ્રાર્થનાનો કાર્યક્રમ પૂરો થયો તરત જ બાળમેળાના કન્વિનર શિક્ષકશ્રી રાકેશ પટેલ ધ્વારા ગ્રુપ આયોજન અને સ્ટોર વ્યવસ્થાની જાહેરાત કરી.. જેમાં અમે અમારી શાળામાં ચાલતી “નાગરીક ઘડતર” પ્રવ્રુત્તિના જૂથોનો ઉપયોગ કર્યો. જૂથવાર સ્ટોરનું આયોજન બનાવ્યું. જેમાં નીચે મુજબની કામગીરી ફાળવવામાં આવીગ્રુપનું નામ | ફાળવેલ સ્ટોલ | માર્ગદર્શક શ્રી |
1. ધ્રુવ | માટીકામ | શ્રીમતિ નિલોત્તમા પટેલ |
2. સરદાર | કાતરકામ-કાગળકામ | શ્રી ચંદુ બામણિઆ |
3. વેલકમ | લાઈફ્સ્કીલ થ્રુ ડ્રામા | શ્રી રાકેશ પટેલ |
4. આર્યભટ્ટ | ચિત્રકામ | શ્રી પ્રકાશ પટેલ |
5. હિંદુસ્તાન | ગીત-સંગીત | શ્રી શાંતિલાલ માલીવાડ |
6. મેઘાણીગ્રુપ | ભાષા અને ગણિતની રમતો | શ્રી ગીરીશ વાળંદ |
7. ન્યુટનગ્રુપ | પ્રયોગના સાધનોની ઓળખ [સમજ] | શ્રી રાકેશ પ્રજાપતિ |
દરેક ગ્રુપના બાળકોને દરેક સ્ટોરની પ્રવ્રુત્તિ [ફક્ત જોવા મળે તેવું નહી] કરવા મળે તે માટે 40-40 મિનીટની ફાળવણી કરવામાં આવી. પ્રથમ માત્રુગ્રુપના બે બાળકો તથા માર્ગદર્શક શ્રી ફરતા –ફરતા આવતા તમામ ગ્રુપના બાળકોને પ્રવ્રુત્તિનું મહત્વ અને કાર્યની રૂપરેખા વિશે સમજ આપે, ત્યારબાદ ગ્રુપના તમામ બાળકો તે પ્રવ્રુત્તિનો અનુભવ મેળવે તે રીતે હરતાં-ફરતાં શિક્ષણ તે અમારો ધ્યેય રહ્યો હતો.
આ બાળમેળામાં બાળકોને અમે આપણા સહવાસી પક્ષીઓનું અને તેમના રહેઠાણનું જતન કરવાની પ્રેરણા આપવા માટે અમારી શાળા અને બાળમેળાને “ચકલી બચાવો” અભિયાન સાથે જોડ્યો. કાતરકામ અને કાગળકામ દરમ્યાન સરદારગ્રુપના બાળકો તેમજ માર્ગદર્શકશ્રી ચંદુ બામણિઆએ તેમની પ્રવ્રુત્તિ દરમ્યાન ચકલીના માળા બનાવ્યા. [જે તમે ફોટોગ્રાફમાં જોઇ શકશો] જેમાં ચકલી નિશ્ચિંત વસવાટ કરી શકે. આ પ્રવ્રુત્તિ એ અમારા પ્રાણી અને પક્ષીપ્રેમના પૂરાવા રૂપે હતો.
બાળમેળાની પૂર્ણાહૂતિ ગીત-સંગીતના સ્ટોરમાં થઇ, જેમાં તમામ ગ્રુપના બાળકો તેમજ માર્ગદર્શક શ્રીઓ તમામે દેશીતાલમાં ધોરણ-3 થી 7 ના કાવ્યો ગાઇને અભિનય અને હીંચ લઇ બાળકોને મેળાના થાકનો અનુભવ કરાવ્યો.
અંતમાં કહીએ તો દરેક પળે બાળકોને મન મેળાનો અને અમારે મન શિક્ષણ આપવાનો ધ્યેય સિધ્ધ થતા અમે સફળ બાળમેળાની ઉજવણી કરી.
ચાલો જોઈએ કેટલીક ઝલક!
ચિત્રકામ
ભાષા અને ગણિતની રમતો
પ્રયોગના સાધનોની ઓળખ [સમજ]
ગીત-સંગીત
કાતરકામ-કાગળકામ
માટીકામ
લાઈફ્સ્કીલ થ્રુ ડ્રામા
તાક ધીન તાક ધીના ધીન તાક!
1 comment:
verry weldon
principal
i know sir you are very intersting person.
i am crc co afva ta bardoli
how can you start your blog and what charges about it .
i am try srart blog.
so you must help me.
my email adrees is crc.afva.bardoli@gmail.com
Post a Comment