February 04, 2017

આત્મચિંતન શિબિર !!


ગુણવત્તા યુક્ત પ્રાથમિક શિક્ષણ સામૂહિક જવાબદારી
આત્મચિંતન શિબિર
મહાત્મા મંદિર ખાતેની ગુણવત્તા યુક્ત પ્રાથમિક શિક્ષણ સામૂહિક જવાબદારી અંગેની આત્મચિંતન શિબિરમાં સરકારશ્રીની સાફલ્યગાથા વિડીયોમાં આપણી નવાનદીસર પ્રાથમિક શાળાનો સમાવેશ થતાં શાળા પરિવાર આનંદસહ ગૌરવની લાગણી અનુભવે છે.  






















February 01, 2017

શ્રમનું ગૌરવ – સમાજસેવકોની મુલાકાત


શ્રમનું ગૌરવ – સમાજસેવકોની મુલાકાત 
આપણે સૌ સામાજિક પ્રાણીઓ છીએ – આ વાક્ય વારંવાર સાંભળતા આવ્યા છીએ. નાનપણમાંથી જ બાળકોને મન પ્રાણીઓ પ્રત્યે બહુ લગાવ હોય છે. આપણી સંસ્કૃતિ પણ પ્રાણીઓ, પક્ષીઓ અને વનસ્પતિ પ્રત્યે સમ વ્યવહાર અને વાત્સલ્ય માટે સદાય પ્રેરતી રહી છે. બાળકો આપણી સાથે સહવાસ કરતી પ્રકૃતિનો વિવેક પૂર્ણ ઉપયોગ કરે અને તેમનામાં સમાજમાંના વ્યવસાયિક સમાજસેવકો પ્રત્યે આદર ઉભો થાય તે માટેની શૈક્ષણિક પ્રક્રિયા એટલે જ પર્યાવરણ વિષયનું શિક્ષણ. બાળકો સમાજમાં સેવા આપતાં સેવકોની પ્રવૃત્તિઓને જાણે - તેમની સમાજ માટેની અથાક મહેનતને પીછાણે - તેમાં પોતે કેવી રીતે મદદરૂપ બની શકે છે તે દિશામાં વિચારે અને સમયાંતરે સમાજમાં એક આદરભાવ વાળું વાતાવરણ ઉભું થાય તેની રૂપરેખાંકન એટલે જ પર્યાવરણ અથવા તો સામાજિક વિજ્ઞાનનું શિક્ષણ. વ્યવસાયકારો એ સામાજિક વ્યવસ્થાનું અંગ છે, દરેક વ્યક્તિને ડગલે ને પગલે કોઈક ને કોઈક વ્યવસાયકારની મદદની જરૂરિયાત પડતી જ હોય છે.પરિવાર સાથે મોટરકાર લઈને જતાં હોય અને ઘેટાંનું ધણ રસ્તો ઓળંગતું હોય ત્યારે ઘેટાં પાલક અથવા તો કહીએ કે પશુ પાલક પ્રત્યે કંટાળવાને બદલે – શિયાળામાં સ્વેટર,મફલર કે ટોપી બની આપણું રક્ષણ માટેની  સુખાકારીની પાયામાંની આ પહેલી ઈંટ છે અને તે મુજબનો આપણા મનમાં આદર પણ ઉભો થાય તો જ સમજવું કે વ્યવસાયકારોનું મહત્વ એકમ વિશેના બાળકને આપણે આપેલ માર્ગદર્શન એ શિક્ષણ તરીકે ખરા અર્થમાં કેળવાયું છે. મિત્રો, શ્રમનું મહત્વ દિવસે દિવસે ઘટતું જાય છે – તેવી આપણા સૌની ફરિયાદ હોય છે. જયારે જયારે આપણે બાળકો સમક્ષ આપણી આસપાસની સુવિધાઓ વિશે જાણકારી આપવાનો પ્રયત્ન કરીએ તે જ સમયે શ્રમનું મહત્વ વાળો મુદ્દો પણ આપણે જોતરવો રહ્યો. બાળકોને આપણા પશુપાલક કેટલી મહેનત વડે પશુઓનું જતન કરી દૂધ મેળવે છે? - તે દૂધ ડેરીમાં વેચવાથી માંડી તેમાંથી ચોકલેટ કે આઇસક્રીમ બની ને પાછી આપણા સુધી આવવા માટેની પ્રક્રિયામાં કેટકેટલાં લોકોએ સામેલ થઇ શ્રમ કર્યો હશે ? આપણે પહેરેલાં કપડાંથી ફકતને ફક્ત બાળકોને દરજી સિવાય પણ કપાસ ઉગાડનાર ખેડૂતથી માંડી પ્રક્રિયામાં સામેલ તમામ શ્રમિકોનું સ્મરણ અને આદર એ જ વ્યવસાયકારોની મુલાકાત પ્રોજેક્ટને પુરેપુરો ન્યાય ગણાશે. શાળા પરિવારે પણ આવા જ એક એકમના અનુસંધાનમાં પ્રોજેક્ટ રૂપે પોતાનું  ઉન કતરાવતાં ઘેટાંનો ભેટો બાળકોને કરાવ્યો. ઘેટાં પાળવામાં કેટલો પરિશ્રમ કરવો પડે છે તે માટે ઘેટાંપાલકને બાળકો સમક્ષ રૂબરૂ કર્યા. સાથે સાથે બાળકોની કાતરીયાઓ સાથે વાર્તાલાપ કરાવ્યો જેથી અનુભવાય કે ફક્ત સ્વેટરમાં ઉન જ નહિ, તેની સાથે જોડાયેલા કેટલાય વ્યવસાયકારોનો પરિશ્રમની ઉર્જા આપણને કાતિલ ઠંડીમાં હુંફ આપવાનું કામ કરે છે !!! 























January 31, 2017

સામાજિક વૃક્ષનું મૂળ– “ શાળા ”


સામાજિક વૃક્ષનું મૂળ– “ શાળા ”
                 કેટલાંક મિત્રો સાથે ચર્ચા કરીએ ત્યારે સૌની સર્વસામાન્ય  એક ફરિયાદ - શાળામાં વારંવાર ઉજવણીઓ, તહેવારો , અભિયાનો વગેરે માટેનો હોય છે. સામાજિક અભિયાનો માટે પણ શાળાઓનો ઉપયોગ શૈક્ષણિક કાર્યમાં વિઘ્નો - એવો તેમનો ટોન સામે આવતો હોય છે. મિત્રો આપણો સમાજ કુરિવાજોથી પ્રભાવિત છે. પણ તમામ સમાજ/ કુટુંબમાં બાળકનું સ્થાન અનેરું હોય છે. બાળકની બોલી ત્રુટક હોઈ શકે છે પણ અસરકારકતા સટીક હોય છે. ઘણીવાર આપણા ઘરમાં કે આસપાસ જોવા મળતી ઘટનાઓમાં - પોતાની વર્ષો જૂની આપણી કુટેવ પણ આપણા બાળકની એક કાલીઘેલી ભાષાની અરજ થી છૂટી જતી હોય છે અને તેનું એક માત્ર કારણ બાળક પ્રત્યેની આપણી લાગણીઓ આપણને તેવું કરવા અંદરથી [ જેને આત્મા અથવા તો અંતરાત્મા કહીએ છીએ તે ]  સમાજમાં સામાજિક જાગૃતિ માટે પ્રેરતી હોય છે – માટે જ તમે જોશો કે પોતાની પ્રોડક્ટ્સની જાહેરાતો માટે પણ કંપનીઓ મોટે ભાગે શક્ય તેટલો બાળ-કલાકારનો ઉપયોગ થતો હોય છે. આ રહ્યું એક કારણ...
                    બીજું કારણ શાળામાંનો આજનો બાળક આવતીકાલે નાગરિક બની સમાજમાં જશે, ત્યારે સમાજને જો વટવ્રુક્ષ માનીએ તો આજનો બાળક આવતી કાલના સમાજનું છોડપણ [= જેમ બાળપણ હોય ] છે અને આ સમયથી જ તેને સમાજમાંની વ્યવસ્થાઓ અને  સામાજિક માન્યતાઓ અને ગેર માન્યતાઓ વિશે પ્રાથમિક માહિતી ધ્વારા સજાગ કરવામાં આવે તો આવતી કાલનું સામાજિક વટવ્રુક્ષમાં ક્યાંય અભિયાનો કરવાની જરૂર રહેશે જ નહિ. 
મિત્રો, [સામાજિકતા રૂપી ] વૃક્ષનું ઘડતર કરવા માટે તો [બાળક રૂપી] “છોડપણ” થી જ પ્રયત્નો શરુ કરવા રહ્યા. તો જ કહેવત સાચી પડશે કે – “શાળાઓ જ સમાજનું ઘડતર કરે છે !”   

January 26, 2017

પ્રજાસત્તાકદિને બાળસત્તાક કાર્યક્રમો.....


પ્રજાસત્તાકદિને બાળસત્તાક કાર્યક્રમો.....
                  વર્ષોથી બાળ સ્વભાવ સૌ વિદો માટે એક કોયડો રહ્યો છે. બાળકોની પસંદ નાપસંદ કદાચ તેઓના પુરક પ્રશ્નોના જવાબો પરથી અંદાજ કરી શકાય છે. તેઓના કોઈ વિષયવસ્તુ માટેના પરફોર્મન્સ માટેનો આપણો અંદાજ જે તે બાળક સાથે કાર્ય કર્યાના પૂર્વાનુભવોથી અસરગ્રસ્ત હોય છે. માટે જ કેટલીકવાર અમલીકરણની પ્રક્રિયા પહેલાં અંદાજીત પરિણામો વર્ણવા લાગી જઈએ છીએ. આ બાળક તો પહેલેથી જ ઓછા બોલે છે માટે તેને વક્તુત્વ માટે રીજેક્ટ કરતાં હોઈએ છીએ અને કોઈ બાળક વાચાળ જોવા મળે તો તેને વક્તુત્વમાં ભાગીદારી માટે અગ્રીમતા આપતાં હોઈ છીએ. મોટાભાગની સ્પર્ધાઓ હોય કે સાંસ્કૃતિક કાર્યક્રમો... 
આપણે બધા જ બાળકોને તક આપવાનું પ્રથમ પગથીયું ભૂલી જતાં હોઈએ છીએ. જયારે એક પાત્ર અભિનેતાઓનું સિલેકશન હોય કે પછી શાળા તરફથી કોઇપણ સ્પર્ધાઓ માટે ઉપલા લેવલે પરફોર્મન્સ માટેની વાત હોય. પ્રથમ પગથીયું એ જ છે કે દરેક બાળકોને પસંદગી માટેની તક મળે. આ બધી બાબતોમાં એક વાત એ પણ ધ્યાન રાખવા જેવી હોય છે કે ચિત્ર સ્પર્ધામાં કુદરતી સૌંદર્ય સારી રીતે ન દોરી શકતો બાળક સારું કાર્ટુન દોરી દે છે... કારણ ? પ્રશ્નનો જવાબ ઉભા થઇ આપવામાં શરમાતી બાળા એકપાત્ર અભિનયમાં રહેવા ઊછળી ઊછળી ને સાહેબ હું... સાહેબ હું... કહે છે.. કારણ ? રસનો વિષય... અને આપણું કામ તેની તે રસિકતાના આધારે તક આપી તે માટેનું પ્રોત્સાહન આપી...અને તેના ધ્વારા તે બાળકમાં વધેલ આત્મવિશ્વાસનો તેના શૈક્ષણિક કાર્યમાં ઉપયોગ....   બની શકે છે કે પરિણામ એવું મળે કે આપણા સૌના [પૂર્વ ]અનુભવોનો પણ છેદ ઉડી જાય અને અન્ય બાળકો માટેના બાંધેલા અંદાજો આપણે ફરી બાંધવા પડે. આવો જ ઓછા બોલા સંજયે શાળા પરિવારને  આપેલા આંચકા બાદનો બીજો આંચકો અમને આપ્યો ધોરણ છઠ્ઠામાં ભણતી ભરવાડ રીન્કુ એ. અને સૌથી વધારે આંચકો અનુભવ્યો તેની સાથે કામ કરી ચૂકેલ એક થી પાંચના વર્ગશિક્ષકોએ...
             રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ધોરણ દીઠ ફરજિયાતપણે એક સાંસ્કૃતિક કાર્યક્રમ આપવો  એ ક્રમશઃ શાળાનો અઘોષિત નિયમ બની ગયો છે, ત્યારે ગુણોત્સવ-૭ અને ત્યારબાદ મુલાકાતીઓથી વ્યસ્ત રહેલા શાળા પટાંગણને કારણે ૬૮માં પ્રજાસત્તાકદિનની ઉજવણી માટેના સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રેક્ટીસ કરવાનો પુરતો સમય બાળકોને ન આપી શક્યા – કેટલાંક બાળકોએ તો શિક્ષકની મદદની આશા છોડી સ્વયં તૈયારીમાં લાગી પડ્યા હતા. ૨૬મી ના રોજ જયારે કાર્યક્રમોની રજૂઆત થઇ ત્યારે  બાળકોનું પરફોમન્સ જોતાં નવાઈ પમાડે તેવું હતું. 
બાળકોએ ફરી સાબિત કરી દીધું હતું કે “ अगर, मिल जाये हमें मोका, तो हम भी लगा शकते हें चोक्का !!