August 15, 2015

૬૯મા સ્વાતંત્ર્યદિનની ઉજવણી પ્રસંગે શું કર્યું અમે ?


૬૯મા સ્વાતંત્ર્યદિનની ઉજવણી પ્રસંગે શું કર્યું અમે ?


શાળા દરેક પર્વની ઉજવણીને માત્ર ઉજવણી તરીકે લેવાને બદલે એક તક તરીકે લે છે.
આ વખતના સ્વંત્રતા દિવસની ઉજવણીની મથામણ જ થોડી મોડી શરૂ થઇ. એ જ ગાળામાં (૨૭ મી જુલાઈ) .પી.જે.અબ્દુલ કલામના અવસાનના સમાચાર મળ્યામથામણ એવી ખરી કે જે બાળકો કલામને માત્ર એક વૈજ્ઞાનિક અથવા ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ તરીકે જ ઓળખે છે એમની સામે એમના જેવાઝૂઝારૂ અને સંઘર્ષ કરતા કલામ કેવી રીતે રજુ કરવા ?   અને નક્કી થયું કે આ વર્ષે આઝાદ દિન એ.પી.જે.અબ્દુલ કલામ સર ને સમર્પિત થશે.  તબક્કા વાર ચર્ચાઓ થઇ
ધોરણ ૬ થી ૮ માટે ત્રણ સ્પર્ધાઓની ઘોષણા થઇ
. વકૃત્વ સ્પર્ધા                 . ચિત્ર સ્પર્ધા              . નિબંધ સ્પર્ધા
ત્રણેયનો વિષય એક જ કલામ-જીવન અને પ્રેરણા !”
                    આ સાથે જ ધોરણ ૮ ના વિદ્યાર્થીઓ તે જ વિષય આધારિત સ્ટેચ્યુ ની હારમાળારજુ કરવાના હતા.
ધોરણ ૧ થી ૫ માટે તેઓ છેલ્લા પંદર દિવસ દરમિયાન તેમને દરેક વિષય અંતર્ગત કરેલી પ્રવૃતિઓ/પ્રોજેક્ટ ને ૧૫ મી ઓગષ્ટે પ્રદર્શિત કરશે તેમ નક્કી થયું. અને આ સાથે અમારી કલામ જ્ઞાન યાત્રા શરૂ થઇ.
વકૃત્વ-નિબંધ ની તૈયારી આ રીતે ચાલતી.
ü  પુસ્તકાલયના પુસ્તકોની યાદી જોયે સંતોષ ના થયો તો કબાટની એક એક ચોપડી પર નજર નાખી ગયા – ક્યાંક થી વધુ જાણવા મળે.
ü  ન્યુઝ પેપરમાં રોજ રોજ જે પણ આવે તેના કટિંગઝ ભેગા થવા લાગ્યા.
ü  સહેજ મોકો મળે એટલે શિક્ષકને પૂછાય કે – અબ્દુલ કલામના પાક્કા દોસ્ત કોણ ? તેમને કયો વિષય ગમતો – વગેરે (જે વાતની ચર્ચા હોય તેમાં કલામને જોડીને પ્રશ્ન પૂછાઈ જ જતો)
ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનારા મિસાઈલના અને વિજ્ઞાન સાથે કલામના ચિત્રની થીમ શોધ્યા કરતા. હવે, સ્ટેચ્યુની હારમાળા  બનાવવા માટેની ટીમ મુઝવણમાં હતી તેમનું કામ ઈન્ટરનેટ પર ઉપલબ્ધ વિડીયો-વાર્તાઓએ સરળ કર્યું. તેમને ચારેય વાર્તાઓ ધ્યાનપૂર્વક જોઈ. શિક્ષક અને અને તેમની વચ્ચે ચર્ચા થઇ અને શોધી કાઢ્યું કે કઈ કઈ ઘટનાઓ આપણે માત્ર આપણા વડે - કોઈ જ ચીજ વસ્તુઓનો ઉપયોગ કર્યા વગર રજુ કરી શકીએ છીએ ? તેની સીન વાઈઝ સ્ક્રીપ્ટ લખી અને શિક્ષક હવે પડદા પાછળ જતા રહ્યા. બાકીનું કાર્ય વિદ્યાર્થીઓએ ઉપાડી લીધું.

આખરે ૧૫મી તારીખે ગ્રામજનોની હાજરીમાં તેનું પરિણામ તો આપ નીચેના ફોટોગ્રાફ્સ પર ક્લિક કરી વિડીયો ધ્વારા અહી જોઈ જ શકશો



......પણ કલામના બાળપણ અને તેમના સંઘર્ષમય જીવન પ્રસંગોથી અમારા કેટલાય બાળકોના આંખોમાં હું ય કલામ બની શકુંની જે ચમક દેખાઈ તે કોઈ ટેકનોલોજી નથી જ પકડી શકી !


August 08, 2015

ગાણિતિક વ્યહવારિક કોયડાઓ અને ગામ !!!


ગાણિતિક વ્યહવારિક કોયડાઓ અને ગામ !!!
             ઉપલા ધોરણોમાં બાળકોને ગણિત શીખવું રસહીન લાગતું હોય છે તેનું સૌથી મોટું કારણ પ્રવૃત્તિ વિહીન ગણતરી ! આવાં ધોરણોમાં ગણિત ગણવું એટલે ‘ગણવું’ તે પણ કોઈ ક્રિએટીવીટી વિના જ ! પહેલાં કે બીજા ધોરણમાં બાળકોને તમે જોશો તો તેઓ વાંચન કે લેખન કરતાંય વધારે ગણિતમાં એટલે કે ગણનમાં બહુ જ રસ હોય છે, તેનું સૌથી મોટું કારણ એ હોય છે કે તેની સાથે કક્ષા મુજબની રસિક પ્રવૃત્તિઓ જોડાયેલી છે : જેમકે કચૂકા ગણવા, મણકા ગણવા, હાથ પગની આંગળીઓ ગણવી વગેરે વગેરે... જેમ જેમ કક્ષા અને कक्षा વધતી વધતી જાય છે તેમ ગણિતના વર્ગખંડો ફકતને ફક્ત મૌખિક અને માનસિક ગણનનો ખૂણો જ બની જાય છે. પરિણામ એ આવે છે કે જેમ જેમ આગળ જતાં જઈએ વર્ગખંડો ધ્વારા ગણિત નીચોવેલા રસગુલ્લા જેવો બની ગયો હોય છે... 
અને  શું આપણે ગણિતમાં એવીને એવી જ રસિકતા બાળકોમાં દુર સુધી ટકી રહે માટે તેમાં એવું કંઈક ન કરી શકીએ જેમ કે અપૂર્ણાંકમાં ફકતને ફક્ત કાળાપાટિયામાં ચોકના વર્તુળ કે ચોરસના ટુકડા કરવાને બદલે કેળાં સફરજન કે પછી પોસાઈ શકે તેવાં કોઈપણ ફળ/ શાકભાજીના ટુકડા કરી બાળકોને ન શીખવી શકીએ ? હા, આને એમ પણ કહેવાય કે ખાતાં શીખવું અથવા તો શીખતાં શીખતાં ખાવું !!! ધોરણ ૩/૪ની વાત કરીએ તો બાળકોને ગણિતમાં વ્યહવારિક દાખલા શીખવવાના થાય છે. શીખવવા કરતાંય - સમજાવવાના થાય છે... તેમ કહીશ તો જ વધારે યોગ્ય લાગશે ! હવે વ્યહવારિક દાખલા વિષે જ શીખવાનું હોય તો પછી તેનું સૌથી મોટું પ્લેટફોર્મ કયું હોઈ શકે ?  તમે જોશો કે વ્યહવારિક દાખલા શીખવવા માટે આપણે ધોરણ – ૩/૪ ની રાહ જોઈ રહ્યા હોઈએ છીએ જયારે સમાજે તો બાળક આઠ-નવ વર્ષનો થાય તેની રાહ જોયા વિના જ બાળકને દુકાનમાંથી નાની નાની ખરીદીનું કામ તેને સોંપી વ્યહાવારીક કોયડાઓના ઉકેલો માટેનું મનોમંથન કરાવવાનું શરુ પણ કરી દીધું હોય છે. 
        આપણે તો એ પાયા પર જ આપણા વર્ગખંડની ઈમારત ચણવાની જરૂર છે. આપણી શાળાએ ગામમાં જઈ જુદી જુદી વસ્તુઓ – મોબાઈલ થી ટેલીવિઝન અને સાઈકલ થી ટ્રેકટર – બધાની કિમત તેમના માલિકોને જોઈ પૂછી. અને એમ અમે ગામનો એક આંટો પૂરો કરી તેના આધારિત વ્યવહારુ દાખલાઓનો આટો તૈયાર કર્યો. આવા આટા માંથી જ અમને જરૂરી તેવી વાનગીઓ- સરવાળા – બાદબાકી –મોઘું શું ? સસ્તું શું ? ગુણાકાર, ભાગાકાર – વગેરે ગાણિતિક ક્રિયાઓ કરાવી.
        બાળકોને મજા અને આપણા હેતુઓની સિદ્ધિ બંને સીધી લીટીમાં ! – શિક્ષક તરીકે આપણને બીજું શું જોઈએ ? ગણિત ને ગામ સાથે જોડાવાના અન્ય કોઈ પ્રયોગો આપ પણ અમને મોકલશો તેવી અપેક્ષા ! 













July 31, 2015

વાંચવું એટલે ????


વાંચવું એટલે ????

    પ્રજ્ઞા વર્ગ ધોરણ ૧ -૨ નું દ્રશ્ય !   શિક્ષિકા કાર્ડમાં શબ્દ વંચાવે છે. શબ્દ છે - વાંદરો ! બાળકે વાંચ્યું વાં......રો...”  શિક્ષિકાએ પૂછ્યું, તે વાંદરો જોયો છે ?” ના, બેન નથી જોયો !”  બાજુમાંથી બીજો બોલ્યો – “.. ઓદરો નથી જોયો ?!”    પહેલો છોકરો મલકાઈને, “એ તો જોયો !”   શિક્ષિકા એ શાહેદી પૂરી હમમ એ જ લખેલું છે વાંદરો !”
આ દ્રશ્યે વિચાર પ્રેર્યો કે વિદ્યાર્થીઓ વાંચી શકતા નથી અથવા તેમની કક્ષા મુજબનું વાંચી શકતા નથીએમની સાથે આવો જ ઓદરા પ્રોબ્લેમહશે ?
                       જે વાંચીએ એનું ચિત્ર મગજમાં ના બને એની પીડા હેલન કેલરે અનુભવી હતી મિસ સુલીવાન એની હથેળીઓમાં જે લખતા તે તેની કોપી કરી દેતી. તે વસ્તુઓ હાથમાં લેતી તેને સ્પર્શતી અને સમજતી કે તેની સાથે શું કરવાનું છે ! પણ તેના હથેળી પર લખાય છે એ અને તે જે વસ્તુને સ્પર્શે છે તેની વચ્ચે કોઈ સામ્ય છે ! – એ સમજાયું નહિ ત્યાં સુધી તે માત્ર કોપી જ કરતી રહી ! એક ઝળહળતી પળે W-A-T-E-R ના લખવા સાથે જ ફુવારાના પાણીથી એ સૂઝ ખુલી ! હેલન પાસે તો કાન અને આંખો બંને નહોતું એટલે તેની લડાઈ તેના પોતાના શરીર સાથે હતી. આપણા બાળકો તો ઇન્દ્રિયોની ક્ષમતા હોવા છતાં પોતે જે વાંચે છે અને લખે છે તેનો અર્થ બનાવી શકતા નથી ! દરેક તબક્કે તેઓ આપણામાં મિસ સુલીવાન શોધે છે. વર્ગમાં જે વંચાય તે માત્ર વંચાય જ નહિ પણ અર્થાય એ પણ જરૂરી છે. તેનાથી જ તે શબ્દો એમનામાં રજીસ્ટર થશે. સામાન્યપણે નવા શબ્દોની બોર્ડ પર અર્થ સાથે યાદી કરવી એ હાથવગી ટેકનીક છે. તે મોટા વિદ્યાર્થીઓને ચેલેન્જીંગ અથવા રસવિહીન લાગવા માંડે ત્યારે તેમને એ નવો શબ્દ જ જવાબરૂપે આપવો પડે એવા પ્રશ્નો પૂછવા
દા.. : ધોરણ -૭મા ભીખુ વાર્તા
રોડ પર અકસ્માત થતો કોની ચપળતાથી ટળ્યો ?” વાંચીને સીધો જવાબ  મળી જ જશે શોફર” ! પૂરક પૂછો – “શોફરે કેવી રીતે ? શું કર્યું હશે ?” આ પ્રશ્ન સાથે જ તેમનામાં ઝબકારો થશે કે શોફર એટલે ડ્રાઈવર !   આ મુજબની ચર્ચા એમને એ શબ્દ વાપરવા પણ પ્રેરશે.
કરી જોઈએ આ એક વધુ પ્રયત્ન અને શોધીએ વાંચવાનો અર્થ !”

July 12, 2015

ઉપચારાત્મક કાર્ય અને આપણે !!!!


ઉપચારાત્મક કાર્ય  અને આપણે !!!!
               પ્રાથમિક શાળાઓમાં અત્યારે ઉપચારાત્મક કાર્ય ચાલી રહ્યું છે. ઉપચાર એ બાળકોનો કે જેઓ ગુણોત્સવ- ૫ દરમ્યાન ધ્યાને આવ્યું કે આ બાળકો તો મેઈન સ્ટ્રીમથી પાછળ છે. સાદી ભાષામાં કહીએ તો શૈક્ષણિક પ્રવાસે નીકળેલા શાળા પરિવારના  આ બાળકો એવા સભ્યો છે કે જેઓ કોઈ કારણસર આપણી ટીમના બીજા સભ્યોથી પાછળ રહી ગયા છે અને આપણે તેઓને તેમની ટીમ સાથે ભેગા કરી તેઓને આગળનો પ્રવાસ કરાવવાનો છે. મિત્રો ઉપચારાત્મક કાર્યની વાત આવે ત્યારે આપણી ઘણી ફરિયાદો હોય છે, જેમકે વાલીની શાળામાં આ બાળકોને મોકલવાની અનિયમિતતા, પાછલાં ધોરણના તેના શિક્ષકો પુરતું ધ્યાન ન આપ્યાનો ખાનગીમાં આક્રોશ, બાળકની સમજ શક્તિની મર્યાદા વગેરે વગેરે... હોઈ શકે છે કે કારણ ગમે તે હશે પણ આ બાળકનો શું વાંક? કે જેને આપણે જે શૈક્ષણિક દુનિયાના પ્રવાસે લઈને નીકળ્યા છીએ તેને જાણવા/માણવા અને સમજવા માટે જરૂરી ત્યાંની પ્રાથમિક ભાષા અને પ્રાથમિક ગણતરીની જ પુરતી જાણકારી નથી !!! અને મિત્રો આવી પરિસ્થિતિમાં આપણે જ કોઈ અજાણ્યા દેશનો પ્રવાસ કરવાનો હોય તો ત્યાં આપણે પણ કેટલો સમય મોં હસતું રાખી ટકીએ ? દરેક બાળક શાળા પરિવારનું એક અંગ છે. આપણે મન કદાચ ૪૦ બાળકો એટલે કે એક વર્ગખંડ ! અને તેમાંથી બે ચાર બાળકોને નહિ આવડે તો પણ આપણી મહેનતનું પરિણામ ૯૦% તો છે જ ને ?? પરંતુ જો ધ્યાનથી વિચારીશું તો ખ્યાલ આવશે કે આપણી સામે ઉજવળ ભવિષ્યની અપેક્ષાઓ સેવીને બેઠેલી અલગ અલગ પોતાની અંગત જિંદગીઓ છે તેમાંથી બે ચાર તો બહુ કહેવાય પરંતુ એકાદ જિંદગી પણ જો આપણા પ્રમાણિક પ્રયત્નને અભાવે સ્ટ્રીમ બહાર જ રહી રોળાઈ જશે તો આપણે આપણને જ માફ નહિ કરી શકીએ ? મિત્રો, શાળા પરિવારની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણા વર્ગખંડોમાંના આ બાળકો પણ તેના અંગો છે ! અને કોઇપણ કારણસર અથવા તો કોઈની પણ બેદરકારી અથવા તો માની લઈએ કે કુદરતી મંદ વિકાસને કારણે પણ જો આપણા શરીરમાંનું કોઈ એક અંગ પોતાનો વિકાસ છોડી દે ત્યારે આપણે કારણો શોધવામાં નહિ પણ ઉપચારો કરવામાં જ વધારે ધ્યાન કેન્દ્રિત કરી દેતાં હોઈએ છીએ. આંગળીઓ દશ છે કે દાંત વીસ છે તો એકાદ આઘાપાછી થશે તો શું વાંધો ? તેવો વિચાર ય પણ મનમાં નથી ફરકતો હોતો અંતે તે એક દાંત કે આંગળીને બચાવવા બધું જ કરી છૂટતાં હોઈએ તો પછી કોઈના ઉજવળ ભવિષ્યના પ્રયત્નો માટે આપણે કેમ પાછા પડીએ ? 
               ચાલો, "થાય એટલું જ નહિ, પણ જરૂરી હોય તેટલું" કરવામાં લાગી જઈએ" - અને [બાળકોને મેઈન સ્ટ્રીમમાં જોડ્યાંનું પડકારરૂપ કાર્ય ] કોઈ ન કરી શક્યું [તેના ભુતકાળના વર્ગશિક્ષકો પણ ન કરી શક્યા] તે મેં કર્યું નો ગર્વ અનુભવીએ!!! 

July 01, 2015

“વળતર”નું “વળતર” કેવી રીતે??


વળતર”નું “વળતર” કેવી રીતે??

                            બાળકો એ આપણી અણમોલ મૂડી છે – પછી વાલી તરીકે તે ઘરનાં હોય કે શિક્ષક તરીકે વર્ગખંડના હોય, પરંતુ બાળક એ તો બાળક છે – આપણે જ્યારે બાળકોના શિક્ષણની જરૂરિયાત વિશે વિચારતાં હોઈએ ત્યારે પોતાનું બાળક અને શાળાના બાળકો બંનેના શિક્ષણ માટેની જરૂરિયાત અને પ્રયત્નોને અગલ – અલગ આંખે ન જોતાં હોઈએ, તો તે એક આગવા શિક્ષક તરીકેનો ગર્વ લેવા જેવી બાબત છે. ગીજુભાઈ બધેકાની તમામ વાતોનો એક જ સાર છે કે “બાળક કેન્દ્ર સ્થાને હોય” અને અમારી તમામ વાતોનો પણ એક જ સાર હોય છે કે “ઘરનું બાળક ડાબી આંખ છે તો શાળાનું બાળક એ તમારી જમણી આંખ છે.” આપણી દરકારને અભાવે જો બંનેમાંથી કોઈ એક આંખની પણ નજર ધૂંધળી પડશે તો ? તો આપણી દ્રષ્ટી કુંઠિત થયેલી ગણાશે. હકીકત તો એ પણ છે કે જયારે શિક્ષક તરીકે આપણી નિમણુંક થઇ હોય ત્યારે આપણા ઘરની આર્થિક વ્યવસ્થા પણ આપણા શાળાનાં બાળકોને આધારે અને આભારે છે. તેમની educational Treatment ના બદલામાં આપણને મળતાં પગાર રૂપી વળતરને કારણે જ આપણે આપણા બાળકોને સારી treat આપી શકીએ છીએ. ત્યારે વળતરનું પૂરું વળતર આપવું એ આપણી ફરજ - આપણી માણસાઈ અને તેમનો હક પણ બને છે. અને ખાસ વાત તો એ પણ છે કે આપણી આવી નિષ્ઠા જ આપણને અહેસાસ થશે કે.. 
हां, प्रलय और निर्माण हमारी गोद में खेलते हैं !!!"