ઉપચારાત્મક કાર્ય અને આપણે !!!!
પ્રાથમિક
શાળાઓમાં અત્યારે ઉપચારાત્મક કાર્ય ચાલી રહ્યું છે. ઉપચાર એ બાળકોનો કે જેઓ
ગુણોત્સવ- ૫ દરમ્યાન ધ્યાને આવ્યું કે આ બાળકો તો મેઈન સ્ટ્રીમથી પાછળ છે. સાદી
ભાષામાં કહીએ તો શૈક્ષણિક પ્રવાસે નીકળેલા શાળા પરિવારના આ બાળકો એવા સભ્યો છે કે જેઓ કોઈ કારણસર આપણી ટીમના
બીજા સભ્યોથી પાછળ રહી ગયા છે અને આપણે તેઓને તેમની ટીમ સાથે ભેગા કરી તેઓને આગળનો
પ્રવાસ કરાવવાનો છે. મિત્રો ઉપચારાત્મક કાર્યની વાત આવે ત્યારે આપણી ઘણી ફરિયાદો
હોય છે, જેમકે વાલીની શાળામાં આ બાળકોને મોકલવાની અનિયમિતતા, પાછલાં ધોરણના તેના
શિક્ષકો પુરતું ધ્યાન ન આપ્યાનો ખાનગીમાં આક્રોશ, બાળકની સમજ શક્તિની મર્યાદા
વગેરે વગેરે... હોઈ શકે છે કે કારણ ગમે તે હશે પણ આ બાળકનો શું વાંક? કે જેને આપણે
જે શૈક્ષણિક દુનિયાના પ્રવાસે લઈને નીકળ્યા છીએ તેને જાણવા/માણવા અને સમજવા માટે
જરૂરી ત્યાંની પ્રાથમિક ભાષા અને પ્રાથમિક ગણતરીની જ પુરતી જાણકારી નથી !!! અને
મિત્રો આવી પરિસ્થિતિમાં આપણે જ કોઈ અજાણ્યા દેશનો પ્રવાસ કરવાનો હોય તો ત્યાં
આપણે પણ કેટલો સમય મોં હસતું રાખી ટકીએ ? દરેક બાળક શાળા પરિવારનું એક અંગ છે.
આપણે મન કદાચ ૪૦ બાળકો એટલે કે એક વર્ગખંડ ! અને તેમાંથી બે ચાર બાળકોને નહિ આવડે
તો પણ આપણી મહેનતનું પરિણામ ૯૦% તો છે જ ને ?? પરંતુ જો ધ્યાનથી વિચારીશું તો
ખ્યાલ આવશે કે આપણી સામે ઉજવળ ભવિષ્યની અપેક્ષાઓ સેવીને બેઠેલી અલગ અલગ પોતાની
અંગત જિંદગીઓ છે તેમાંથી બે ચાર તો બહુ કહેવાય પરંતુ એકાદ જિંદગી પણ જો આપણા
પ્રમાણિક પ્રયત્નને અભાવે સ્ટ્રીમ બહાર જ રહી રોળાઈ જશે તો આપણે આપણને જ માફ નહિ
કરી શકીએ ? મિત્રો, શાળા પરિવારની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણા
વર્ગખંડોમાંના આ બાળકો પણ તેના અંગો છે ! અને કોઇપણ કારણસર અથવા તો કોઈની પણ
બેદરકારી અથવા તો માની લઈએ કે કુદરતી મંદ વિકાસને કારણે પણ જો આપણા શરીરમાંનું કોઈ
એક અંગ પોતાનો વિકાસ છોડી દે ત્યારે આપણે કારણો શોધવામાં નહિ પણ ઉપચારો કરવામાં જ
વધારે ધ્યાન કેન્દ્રિત કરી દેતાં હોઈએ છીએ. આંગળીઓ દશ છે કે દાંત વીસ છે તો એકાદ
આઘાપાછી થશે તો શું વાંધો ? તેવો વિચાર ય પણ મનમાં નથી ફરકતો હોતો અંતે તે એક દાંત
કે આંગળીને બચાવવા બધું જ કરી છૂટતાં હોઈએ તો પછી કોઈના ઉજવળ ભવિષ્યના પ્રયત્નો
માટે આપણે કેમ પાછા પડીએ ?
ચાલો, "થાય એટલું જ નહિ, પણ જરૂરી હોય તેટલું" કરવામાં લાગી જઈએ" - અને [બાળકોને મેઈન સ્ટ્રીમમાં જોડ્યાંનું પડકારરૂપ કાર્ય ] કોઈ ન કરી શક્યું [તેના ભુતકાળના વર્ગશિક્ષકો પણ ન કરી શક્યા] તે મેં કર્યું નો ગર્વ અનુભવીએ!!!
ચાલો, "થાય એટલું જ નહિ, પણ જરૂરી હોય તેટલું" કરવામાં લાગી જઈએ" - અને [બાળકોને મેઈન સ્ટ્રીમમાં જોડ્યાંનું પડકારરૂપ કાર્ય ] કોઈ ન કરી શક્યું [તેના ભુતકાળના વર્ગશિક્ષકો પણ ન કરી શક્યા] તે મેં કર્યું નો ગર્વ અનુભવીએ!!!
10 comments:
Yes sir...very true.
Mne satat jena thi prerna mle chhe ....
aewa shixko ne vndn...
Doing good job the team navanadisar... pray for success in your work...
Good sar
Aapnu kary khubaj sundar
Good sar
ઉત્કૃષ્ટ
Very good
Nice thought n nice work
ખૂબ જ ઉમદા વિચારો છે. આ પોસ્ટ વાંચીને ખરે ખર આનંદ થયો .ઍક વર્ગ મા બે ચાર બાળકો નબળા હોય તો આપણે વિચારીએ છીએ કે આપણું 85% કામ સારુ છે.પરન્તુ જે મા- બાપ નું ઍક નું ઍક બાળક નબળું રહી જાય તો એમનું તો પરિણામ શૂન્ય થઈ જાય.... એવું તો કોઈ શિક્ષક વિચારતા નહીં હોય.....
Post a Comment