૬૯મા સ્વાતંત્ર્યદિનની ઉજવણી પ્રસંગે શું કર્યું અમે ?
શાળા દરેક પર્વની ઉજવણીને માત્ર ઉજવણી તરીકે લેવાને બદલે – એક તક તરીકે લે છે.
આ વખતના સ્વંત્રતા દિવસની
ઉજવણીની મથામણ જ થોડી મોડી શરૂ થઇ. એ જ ગાળામાં (૨૭ મી જુલાઈ) એ.પી.જે.અબ્દુલ કલામના અવસાનના સમાચાર મળ્યા. મથામણ એવી ખરી કે જે બાળકો કલામને
માત્ર એક વૈજ્ઞાનિક અથવા ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ તરીકે જ ઓળખે છે – એમની સામે “એમના જેવા” ઝૂઝારૂ અને સંઘર્ષ કરતા કલામ કેવી રીતે રજુ કરવા ? અને નક્કી થયું કે – આ વર્ષે આઝાદ દિન એ.પી.જે.અબ્દુલ કલામ સર ને સમર્પિત
થશે. તબક્કા વાર ચર્ચાઓ થઇ –
ધોરણ ૬ થી ૮ માટે ત્રણ સ્પર્ધાઓની ઘોષણા થઇ –
૧. વકૃત્વ સ્પર્ધા ૨. ચિત્ર સ્પર્ધા ૩. નિબંધ સ્પર્ધા
ત્રણેયનો વિષય એક જ “કલામ-જીવન અને પ્રેરણા !”
આ સાથે જ ધોરણ ૮ ના
વિદ્યાર્થીઓ તે જ વિષય આધારિત “સ્ટેચ્યુ ની હારમાળા” રજુ કરવાના હતા.
ધોરણ ૧ થી ૫ માટે તેઓ
છેલ્લા પંદર દિવસ દરમિયાન તેમને દરેક વિષય અંતર્ગત કરેલી પ્રવૃતિઓ/પ્રોજેક્ટ ને ૧૫ મી ઓગષ્ટે પ્રદર્શિત કરશે તેમ નક્કી થયું. અને આ સાથે અમારી કલામ જ્ઞાન
યાત્રા શરૂ થઇ.
વકૃત્વ-નિબંધ ની તૈયારી આ રીતે
ચાલતી.
ü પુસ્તકાલયના પુસ્તકોની યાદી જોયે સંતોષ ના થયો તો
કબાટની એક એક ચોપડી પર નજર નાખી ગયા – ક્યાંક થી વધુ જાણવા મળે.
ü ન્યુઝ પેપરમાં રોજ રોજ જે પણ આવે તેના કટિંગઝ
ભેગા થવા લાગ્યા.
ü સહેજ મોકો મળે એટલે શિક્ષકને પૂછાય કે – અબ્દુલ
કલામના પાક્કા દોસ્ત કોણ ? તેમને કયો વિષય ગમતો – વગેરે (જે વાતની ચર્ચા હોય તેમાં
કલામને જોડીને પ્રશ્ન પૂછાઈ જ જતો)
ચિત્ર સ્પર્ધામાં ભાગ
લેનારા – મિસાઈલના અને વિજ્ઞાન સાથે
કલામના ચિત્રની થીમ શોધ્યા કરતા. હવે, સ્ટેચ્યુની હારમાળા
બનાવવા માટેની ટીમ મુઝવણમાં હતી – તેમનું કામ ઈન્ટરનેટ પર ઉપલબ્ધ વિડીયો-વાર્તાઓએ સરળ કર્યું. તેમને ચારેય વાર્તાઓ ધ્યાનપૂર્વક જોઈ. શિક્ષક અને અને તેમની વચ્ચે ચર્ચા થઇ – અને શોધી કાઢ્યું કે કઈ કઈ ઘટનાઓ આપણે માત્ર આપણા વડે -
કોઈ જ ચીજ વસ્તુઓનો ઉપયોગ કર્યા વગર રજુ કરી શકીએ છીએ ? તેની સીન વાઈઝ સ્ક્રીપ્ટ લખી અને શિક્ષક હવે પડદા પાછળ જતા
રહ્યા. બાકીનું કાર્ય વિદ્યાર્થીઓએ ઉપાડી લીધું.
આખરે
૧૫મી તારીખે ગ્રામજનોની હાજરીમાં તેનું પરિણામ તો આપ નીચેના ફોટોગ્રાફ્સ પર ક્લિક
કરી વિડીયો ધ્વારા અહી જોઈ જ શકશો—
......પણ કલામના બાળપણ અને તેમના સંઘર્ષમય
જીવન પ્રસંગોથી અમારા કેટલાય બાળકોના આંખોમાં “હું ય કલામ
બની શકું” ની જે ચમક
દેખાઈ તે કોઈ ટેકનોલોજી નથી જ પકડી શકી !
No comments:
Post a Comment