M ભીંત પર લટકાવેલ હાર્ડબોર્ડ એટલે જ T.L.M., આવું અન્ય કેટલાક લોકોની જેમ તમે પણ નથી વિચારતાને????
![]() |
અમારા બાળકો-ઘેટાં વિશે જાણવા ઘેટાંની વચ્ચે |
બાળકોને જ્યારે પણ કોઈ મુદ્દો સરળતાથી શીખવવો હોય કે તરત જ આપણને યાદ આવે છે T. L. M. કારણ કે અસરકારક T. L. M. આપણી મહેનતને ઓછી અને પરિણામને વધારી આપતું મોટામાં મોટું મદદનીશ છે. અમે તો માનીએ છીએ કે T. L. M. એ બાળક અને શૈક્ષણિકમુદ્દા વચ્ચે સેતુનું કામ કરે છે. પણ લાચારી એ વાતની છે કે જ્યારે પણ આપણે T. L. M.ને યાદ કરીએ છીએ, આપણી નજર જાય છે વર્ગખંડની ભીંત પર! કેમ કે આપણે T. L. M.ની વ્યાખ્યા જ સંકુચિત બનાવી દીધી છે.
T.L.M. એટલે શું?
૫૦૦/-ની ગ્રાન્ટમાંથી [કદાચ સ્વનિર્મિત] બનાવેલ શૈક્ષણિક સાધન એટલે જ T. L. M., એવો ભાસ આપણે [અને કદાચ આપણા માર્ગદર્શકોએ] ઉભો કરી દીધો છે. પરિણામે આપણે બાળકના મોટામાં મોટા T. L. M. એવા તેની આસપાસના પર્યાવરણ/સામાજિકતા/વ્યવહાર/વ્યવસાયો વગેરનો ઉપયોગ કરવાનું ભૂલી આપણે આપણા વર્ગખંડોની કહેવાતી ક્રિયાત્મક દીવાલો પર જ મદાર રાખીએ છીએ.
ü તમે ક્યારેય પર્યાવરણમાં બાળકના માર્ગદર્શન માટે શાળાની આસપાસનો ઉપયોગ કર્યો છે?
ü તમે તમારા ગામમાંના સમાજનિર્મિત T. L. M.નો ઉપયોગ કર્યો છે ખરો?
ü તમે તમારી આસપાસના વ્યવસાયકારો નિર્મિત T. L. M.નો ઉપયોગ કર્યો છે ખરો?
અમારી શાળા માને છે કે શાળાની બહાર T. L. M. ડગલેપગલે નજરે પડશે, જો તે નજરથી તમે જોવા માટે તૈયાર હશો તો જ!!!
અમારા પ્રજ્ઞા-શિક્ષકશ્રીની આવી જ શૈક્ષણિક નજરને કારણે “ઘેટું” પ્રાણીના રહેઠાણ-ઉપયોગ વગેરે મુદ્દાઓ વિશે બાળકોને સમજ આપવા માટેનું એક T. L. M. મળ્યું અને શિક્ષણના લાલચુ આમારા તે શિક્ષકશ્રી તેનો કેવો ઉપયોગ કર્યો તે તમે કેમેરાની સાથે ચાલતા ચાલતા જોઈ શકો છો.પણ ધ્યાન રાખજો કે તમને પગમાં કાંટો ન વાગે, અમારા શિક્ષક-મિત્રો અને બાળકો તો ટેવાઈ ગયા છે.અમારા એક દિવસના શિક્ષક -"કાતરીયા"
[ઘેટાનું ઉન ઉતારનાર]
![]() |
Ýગુજરાતમાં ઘણી જગ્યાએ તેમને "લાવા" તરીકે પણ ઓળખે છે.Ý |
![]() |
ઘેંટાના ઘરે જઇને જ ઘેંટાના રહેઠાણનો અનુભવ- |
![]() |
ઉનનું નિદર્શન અને સ્પર્શાનુભવ પણ !!!!! |
![]() |
કાતરેલ ઉન -ક્યાં અને શા માટે જશે? તેની પ્રાથમિક સમજ |
![]() |
ઘેંટા અને બાળકો -પછી મસ્તી તો હોય જ ને ! |
![]() |
આપણને શિયાળામાં ઠંડી સામે રક્ષણ આપતા Ýઆવા ગરમ કપડાં આવા ઉનમાંથી જ બને છે, કેવી રીતે? તેની પ્રાથમિક સમજ ... |
![]() |
Ý"ચાલો ઘેટું બનાવીએ"Ý Þબાળકોનો પ્રયત્ન અને શિક્ષકશ્રીનું માર્ગદર્શન, પરિણામ તમારી સામે નીચેના ફોટોગ્રાફમાંÞ |
હવે,તમે જ કહો કે, T. L. M.ની સ્વનિર્મિતતા વધારે જરૂરી છે કે T. L. M.ની અસરકારકતા ?
[કોમેન્ટમાં લખો]