ભાષા ખૂટે ત્યારે.. !
વિશ્વ ભાષાદિવસના આગળના જ દિવસે ભાષાનો અનુભવ કરાવતી ઘટના ઘટી.
બન્યું એવું કે ધોરણ પાંચમાં કોમન એન્ટરેન્સ ટેસ્ટની તૈયારીઓ ચાલતી હતી. તે અંતર્ગત તાર્કિક પ્રશ્નોનો મહાવરો કરાવતાં શિક્ષકે એક પ્રશ્ન ઇન્ટરએક્ટિવ ફ્લેટ પેનલ પર બતાવી કહ્યું કે તર્ક લગાવો કે આનો જવાબ તેની નીચેના વિકલ્પો પૈકી કયો હશે ? ટાઈમ સ્ટાર્ટ..
ટાઈમ અપ થતાં શિક્ષકે બધાંને પોતપોતાના જવાબ પૂછ્યા. જવાબ પૂછવાની રીત કઈક આવી હતી - A વાળા કેટલાં ? B વાળા.. C વાળા D .. ! તાર્કિક રીતે A વિકલ્પ પસંદ કરેલ બાળકો પૈકી એક દીકરી [ નામ જાણીજોઈને નથી લખ્યું ] ને કહ્યું “કહે તો A વિકલ્પ કેમ પસંદ કર્યો ?” બે ત્રણ વાર પૂછવા છતાં કોઈ જવાબ નહીં, એવું પણ નહોતું કે કોઈને પૂછીને તેણે કહ્યું હશે ! - કારણ કે શિક્ષક સૌ બાળકોને ખૂબ સારી રીતે જાણે/સમજે છે. તે મુજબ આ દીકરીનો જવાબ પોતાના તર્કો આધારિત હશે જ તેની ખાતરી હતી. એટલે જ બીજી વાર પ્રશ્ન થોડો બદલીને પૂછ્યો - “ A વિકલ્પ કેવી રીતે આવે? - તે કહેને ! બીજી વારમાં પણ જવાબ ન મળતાં શિક્ષકનો ટોન ઊંચો થયો અને કહેવાતી સરળ ભાષા મુજબનો જવાબ કઢાવી શકાય તેવા પ્રયત્નમાં પૂછ્યું - તેં જવાબ શોધવા કેવી રીતે વિચાર્યું હતું તે કહે ! છતાં પણ જવાબના બદલામાં ફક્ત શિક્ષકના ચહેરા સામે ટગર ટગર નજર અને તે પણ પ્રત્યુત્તર વિનાની - વધુ એક ઊંચા ટોન સાથેના જવાબ કઢાવવાના પ્રયત્નમાં ટપ .. ટપ.. ટપ.. વાળો જવાબ મળ્યો..
ઘણીવાર કેટલાય
વર્ગખંડોમાં બનતી ઘટનાઓ પૈકીની આ ઘટના છે ! પરંતુ તેના પરના ચિંતનને આધારે આપણે
સમજી શકીએ છીએ કે આપણામાં ભાષા હોવી એટલે શું ?
અને તે કેટલી
મહત્ત્વની છે ! અહીંયાં શિક્ષકના પક્ષે થયેલા વર્તનને જો દીકરીના પક્ષ તરફથી જોઈએ
તો સમજાશે કે દીકરી પાસેથી જવાબ મેળવવા માટેના પ્રયત્ન કરવા માટેની જરૂરી ભાષાના
શબ્દો ખૂટતા જતા હતા તેમ તેમ શિક્ષકનો ટોન ઊંચે જતો હતો ! દીકરીના રડવાનું કારણ પણ
એમાનું એક હોઈ શકે છે. પોતે જ કરેલ તર્કને તે વર્ણવવાની પ્રક્રિયા માટે
શબ્દો ન મળવાનું રીએકશન તરીકે તેનાં રડવાની એકશન સરખાવી શકાય.
ભાષાની અસમૃદ્ધિ હોય
ત્યારે આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે. એટલે જ તો બાળકના જન્મથી ભાષા ઈનપુટ ન થઈ
જાય ત્યાં સુધીના સમયમાં ભૂખ લાગે કે
ભીનું થાય - મમ્મીને જાણ કરવા માટે
રડવાનું જ થતું. હા, ધીમેધીમે ભાષા મળતી ગઈ
તેમ તેમ એક્શન બદલાતી ગઈ. આજે પણ જ્યારે જ્યારે લાગણીઓ વ્યક્ત કરવા ભાષા ખૂટે છે
ત્યારે ત્યારે રીએક્શન રૂપે એ જ એક્શન
દેખાય છે. એટલે જ તો સમજાવવા માટેની શિક્ષકની ભાષા ખૂટતાં ટોન ઊંચો થવા
લાગ્યો અને પોતાના તર્કોને વર્ણવી સમજાવી ન શકનાર દીકરી રડવા લાગી.
વિચારો કે દુનિયામાંથી
વ્યક્ત થવાની એકશન એવી માતૃભાષા જ ન હોય તો શું થાય ! કોણ કોને સમજે અને કોણ કોને સમજાવે ! આવી માતા સમાન માતૃભાષાનું મહત્ત્વ ગાઈને -
બોલીને - સાંભળીને - સંભળાવી ને ન ઊજવીએ તો જ નવાઈ ! ચાલો, ફોટો પર ક્લિક કરો અને કેટલાક વીડિયો વડે માણો બાળકોના માતૃભાષાના સન્માનરૂપી વ્યક્ત કરેલ એ
આનંદને !
No comments:
Post a Comment