💫 दुमदुमा गांव ઔર नवानदीसर गांव के बच्चे
💫
શાળા
તરીકેનું કાર્ય શું ? સમાજે આપણને આપેલ બાળકને સામાજિક વ્યવસ્થાઓમાં પોતાની અનુકૂળતા
સાધી શકે તે માટે કેળવવું ! આમ તો શાળાનું ધ્યેયવાક્ય પણ આ જ કહે છે - શ્રેષ્ઠ શાળા વડે શ્રેષ્ઠ સમાજ અને શ્રેષ્ઠ સમાજ
વડે શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ ! સમાજ પણ આપણા સૌ એટલે કે શિક્ષણસંસ્થા પાસે એટલી
તો અપેક્ષા રાખે જ છે કે મારું બાળક શાળામાં જશે તો પગભર થઈ જશે. અહીંયાં પગભરનો અર્થ
ફક્ત કમાણી કરતો - એવું નહીં પરંતુ આગામી સામાજિક મુશ્કેલીઓમાં ઉકેલ શોધતો -પરસ્પર
મદદ કરતો - સગાંવહાલાંને હૂંફ આપતો અને સંતોષકારક રીતે પોતાનો જીવનનિર્વાહ ચલાવતો. અહીં અપેક્ષા શબ્દ પણ અમને અસ્થાને લાગે છે - ખરેખર
તો તે તેમનો હક છે. અને માટે જ મોટાભાગનો સમાજ શાળાને ખૂબ જ અહોભાવથી આજે પણ જુએ છે
!
શાળામાં
બાળકો શીખવા માટે આવે છે પરંતુ જો જોડી કે જૂથમાં બાળકોને વર્ગખંડોમાં ટાસ્ક આપવાની
/ કામ કરાવવાની પ્રક્રિયાને બારીકાઈથી નિહાળીએ તો ખ્યાલ આવશે કે બાળકો શાળામાં ફક્ત
શીખવા નહીં શિખવવા પણ આવે છે. હકીકત તો એ પણ છે કે આપણે સૌ ભણતાં હતાં ત્યારે આપણને
પણ જેમ ભણવા કરતાં ભણાવવામાં મજા આવતી તેમ આજે પણ બાળકોનો મૂળ સ્વભાવ તો એ જ છે. એટલે
જ તો ઊભા થઈ બોર્ડમાં કોણ લખશે? - ગ્રૂપમાં આજનું ગૃહકાર્ય કોણ ચેક કરશે? - આનો જવાબ
કોણ શીખવશે? - આવા આપણા એક પ્રશ્નના જવાબરૂપે અગિયાર આંગળીઓ ઊંચી થઈ જતી હોય છે ! અને
હા સાથે સાથે - સાહેબ હું સાહેબ હું .. બેન હું.. બેન હું..ની ભલામણ સાથેની બૂમો તો
ખરી જ ! અને આ થવાનું કારણ બાળકનો મૂળ સ્વભાવ શીખેલું અન્યને શિખવવાની મજા લેવાનો છે.
જ્યારે
બીજી બાજુ સમાજ જો કોઇની શિખામણ ખૂબ જ ધ્યાનપૂર્વક માનતો હોય તો તે બાળકો જ છે! કોઈપણ
સામાજિક બદલાવ માટે અથવા તો જરૂર પડે સમાજમાં સંદેશ આપવા માટે સૌથી અસરકારક બાળક જ
છે . આપણા સૌના ઘરની બાજુ જ તમે ડોકિયું કરી લો ને! ઘરમાં પણ સૌ સભ્યોમાં સૌથી વધુ
અસરકારક સંદેશવાહક તરીકે બાળક જ હશે. કોઈએ પગ લૂછ્યા વિના ઘરમાં પ્રવેશવું નહીં - વાળા
ડાયલોગમાં તો મોટેરાં ગમે તેટલી બૂમો -સૂચનાઓ કરે અથવા તો દરવાજા સામે સૂચનાનું સ્ટીકર
લગાવે પરંતુ રોજે રોજ કોઈકને કોઈક એની અવગણના કરતું જોવા મળે જ ! પરંતુ તે ઘરનાં બાળકોએ
કાલીઘેલી ભાષામાં લખેલ સામાન્ય સૂચના પણ ઘરનાં સૌ લાડ-પ્રેમથી “જો હુકુમ.. “ વાળા ભાવથી
અનુસરતાં હોય છે. આમ ઘરનાં બાળકોનો ઘરમાં જેટલો વટ હોય છે , તેટલો જ વટ શાળાનાં બાળકોનો
સમાજ/ગામમાં હોય છે. શાળાનાં બાળકોએ ગામને આપેલ સંદેશ સૌથી વધારે અસરકર્તા હોય છે.
આમ,
બાળકોને શીખવામાં ખૂબ મજા આવે છે, અને સમાજ વિના દલીલે- પૂર્વગ્રહ વિના જો કોઈનું માનતો
હોય તો તે બાળક છે. આ બંનેના સ્વભાવનો ઉપયોગ કરવા માટેનો એક સરસ મોકો હિન્દીના એક એકમ
દુમદુમા ગાંવ કે બચ્ચે શીખતા સમયે ધોરણ 5નાં બાળકોએ આપ્યો.....
દુમદુમાં
ગાંવ કે બચ્ચે વિષે વાંચીને તેમણે થયું કે આપણે પણ ગામમાં આવું કંઈક કરી જોઈએ. તેમણે
સ્વચ્છતા માટેની ડ્રાઈવ કરવાનું નક્કી કર્યું. સૌએ મથામણ કરી જુદી જુદી ડિઝાઇનની કચરાપેટીઓ
બનાવી. સાંજે શાળા છૂટયા પછી પણ તેમનાં પૂંઠાં અને ગુંદર ચાલ્યા કર્યાં. બેનર - સૂત્રો
અને કચરાપેટીઓ લઈ નીકળ્યા ગામમાં - સાથે સફાઇનાં સાધનો તો ખરાં જ !
પાણી ભરાઈ રહેતું ત્યાં માટી નાખી - ક્યાંક પ્રતીકાત્મક રીતે સફાઈ કરી તો દરેકે દરેક દુકાને જઈ તેમણે કચરાપેટી વિષે અને કચરાના વર્ગીકરણ વિષે સમજાવ્યું. તેમણે બનાવેલી કચરાપેટીઓ ત્યાં ભેટમાં પણ આપીને આવ્યા !
ટૂંકમાં અચ્છાઇ ચેપી છે ! આઓ યે ચેપ સબકો લગાએં !
No comments:
Post a Comment