December 31, 2023

બાળકોને કારણ આપીએ !

બાળકોને કારણ આપીએ !

આપણે સૌ આખાય બ્રહ્માંડના એક અંશ છીએ બ્રહ્માંડમાં બનતી ઘટનાઓનું આપણે અવલોકન કરી તેના આધારે શીખી અને વિકસિત થયા છીએ. વર્ષોથી બનતી ઘટનાઓના આધારે નવીનીકરણ માનવજીવનમાં મોટો ફેરફાર લાવી શક્યું છે આજે આપણે આટલે સુધી પહોંચ્યા છીએ તેનું મોટું કારણ આપણી આસપાસ બનતી ઘટનાઓને આપણે બારીકાઈથી જોઈ, તેમાંથી શીખી અને તેના આધારે ભવિષ્યનું નવું આયોજન કર્યું છે. આપણી આસપાસ બનતી ઘટનાઓ માટે કોઈને કોઈ કારણ હંમેશાં જવાબદાર હોય છે સમાજમાં તો કહેવત પણ પ્રચલિત છે કે કારણ વગર કશું બનતું નથી એટલે કે દરેક ઘટના પાછળ કોઈક ને કોઈક કારણ જવાબદાર હોય છે અને આવી બધી બાબતોના લીધે માનવસહજ સ્વભાવ પણ છે કે જ્યાં સુધી તેને કોઈ વસ્તુ કરવા માટેનું કારણ મળે ત્યાં સુધી તે કરવા માટેનો ઉત્સાહ, ઉમંગ કે પ્રયત્ન પણ હોતો નથી.

આવા પર્યાવરણ અને આવા સમાજમાંથી એટલે કે કારણ વગર કંઈ બનતું નથી એવી માન્યતા ધરાવતા અને હકીકત પણ કદાચ હોઈ શકે તો એવી સ્થિતિ પરિસ્થિતિઓ ધરાવતા પર્યાવરણમાંથી આવતા બાળકનો સ્વભાવ પણ કારણો મળે ત્યાં સુધી તેમ કરવું તે હોય તે પણ એક સ્વાભાવિક છે. થોડુંક વ્યવસ્થિત વિચારીએ તો પહેલાં તો શાળાએ શા માટે જવું? માટેનું કારણ બાળકને મળતું નથી હોતું એટલે કે જ્યારે વાલી બાળકને શાળાએ પ્રવેશ અપાવે છે ત્યારે વાલી માટે તો કારણ હોય છે પોતાનું બાળક કેળવણી મેળવી અને સમાજ જીવનમાં પગભર થાય તેવું બને પરંતુ બાળક તરફથી વિચારીએ તો બાળક પોતે કદાચ એવું વિચારતો હશે કે મારે શાળામાં શા માટે જવું જોઈએ? બીજી તરફ એવું પણ કહેતાં હોઈએ છીએ કે, ‘બાળક પર આસપાસના પર્યાવરણ ને સમાજ પાસેથી શીખે છે’. જો આપણે એવું કહીએ કેબાળકે શીખવા માટે શાળાએ આવવું જોઈએ’. તો બાળકનો કાઉન્ટર ક્વેશ્ચન પણ હોઈ શકે કે,’ તો હું કરી રહ્યો છું તો હું શાળાએ શા માટે આવું’? બાળકોને પ્રવેશ-કેળવણી આપતી દરેક સંસ્થાએ બાબતમાં વિચાર કરવો જોઈએ. કારણ કે જ્યાં સુધી ઉપભોક્તા પાસે જે તે ચીજવસ્તુનો ઉપયોગ કરવા માટેનું કારણ હોય ત્યાં સુધી નજીવા ભાવે કે પછી  મફતમાં મળતી વસ્તુ પણ ઉપભોક્તા તરીકે આપણે લેતા નથી અથવા સ્વીકારતા નથી.  તો બાળક પોતે

      શા માટે શાળાએ આવે ? -  વર્ગખંડમાં બેસે ? - આપણે બોલીએ તે સાંભળે? -  આપણે કહીએ ત્યારે વાંચે ?

      આપણે કહીએ ત્યારે લખે? - આપણે કહીએ ત્યારે રમે ? - આપણે કહીએ ત્યારે ઘરે જાય ?

એવું બધું શા માટે કરે? તેનું કારણ ઉપભોક્તા તરીકે તેની પાસે નથી હોતું. ત્યારે મલ્ટી માર્કેટની જેમ એટલે કે વ્યવસાય તરીકે ગણીએ તો પણ ઉપભોક્તા આપણા કહ્યા  પ્રમાણે શા માટે કરે તે માટેના કારણો આપવાની જવાબદારી પણ સંસ્થાઓ તરીકે આપણી છે. રોજ સવારે નહિંતર તૈયાર થયેલા બાળકનેઆજે મારે શાળાએ શા માટે જવું જોઈએતેવો વિચાર આવે ત્યારે તેને કારણ સમજાય અથવા તો તેની પાસે તેનો જવાબ હોય તેવું શું આપણે એક શાળા તરીકે કરી શકીએ? જેમ કે..

      શાળામાં સ્વચ્છ થઈને મારે શા માટે જવું જોઈએ?” એવું જ્યારે બાળક પૂછે છે , ત્યારે તરત સંસ્થા તરીકે અમારો જવાબ હોય છે કે  “આજના ગુલાબતરીકેની નામ બોલાય તે માટે !”

     સ્પષ્ટ ઉચ્ચાર અને સરસ રીતે મારે વાંચતા શા માટે શીખવું જોઈએ?”- ત્યારે સંસ્થા તરીકે અમારો જવાબ હોય છે ‘’રીડિંગ ક્રિકેટમાં જીતવા માટે!’

     અમારે નાગરિક ઘડતરની પ્રવૃત્તિમાં લીડર ઓફ લીડર સાથે ફરી મળીને શા માટે જૂથકાર્ય કરવું જોઈએ ત્યારે સંસ્થા તરીકે અમારો જવાબ હોય છે કે તેમના પાસેથી નવું નવું શીખવા અને તને જે આવડે છે તે નવું શીખવવા ! અને હા, સાથે સાથે વધારેમાં વધારે મિત્રો મેળવવા.

     હું આખો દિવસની વર્ગખંડમાંની દરેક તાસની શીખવા શીખવવાની પ્રક્રિયાઓને ધ્યાનપૂર્વક શા માટે સાંભળવું અને શીખું ? - તો સંસ્થા તરીકેનો અમારો જવાબ છે ઇવનિંગ એસેમ્બલીમાં પોતાના ધોરણનું પ્રતિનિધિત્વ કરવા માટે !

સંસ્થા તરીકે સતત પ્રયત્ન રહ્યો છે કે શાળામાં બાળક આવે, આવીને દરેક પ્રવૃત્તિમાં બાળક જોડાય તે માટે તેને PUSH કરવું તેના કરતાં પણ તેણે તે શા માટે કરવું ? તે માટેનાં કારણો તેની પાસે હોય. આપણે બધા જાણીએ છીએ કે બાળકોને આદેશ કરતાં ચેલેન્જ વધારે ગમતી હોય છે.  અને તમે એટલે કે આપણે જ્યારે કોઈપણ પ્રવૃત્તિમાં બાળકને જોડાવા માટે આદેશ કરવાને બદલે તેની સામે તેને ચેલેન્જ મૂકીએ અથવા તો તે કરવા માટેનું કારણ આપીએ તો બાળક એક ટીમના સભ્યની જેમ- એક સૈનિકની જેમ શાળા સાથે જોડાતો હોય છે. રીતે જોડાયેલ દરેક બાળક આપણું એટલે કે શાળાનું લશ્કર છે જે શાળાની દરેક ચેલેંજને પાર પાડતું હોય છે. ચેલેન્જ વડે જોડાયેલો બાળક તેમાંથી આનંદપૂર્વક શીખતો પણ હોય છેકારણ કે ચેલેન્જ મતલબ તે પછી તેને કોઈકને કોઈ પ્રક્રિયાની રીતે પોતાને સાબિત કરવાનો હોય છે.

ચાલોબાળકને પોતાને સાબિત કરવા માટેના પ્લેટફોર્મ શાળામાં ઊભા કરીએ. દરેક પ્રવૃત્તિમાં આદેશાત્મક વલણ વડે PUSH કરવાને બદલે ચેલેન્જ આપીને તેને PULL  કરીએ. બાળકોને શાળામાં આવવાનાંશાળામાં રહેવાનાં, શાળા સાથે જીવવાનાં કારણો આપીએ !

No comments: