શિક્ષક પ્રતિબિંબ દિવસ 😍
શિક્ષકદિન એટલે આપણા સૌ માટે ગૌરવનો દિવસ
! સાથે સાથે એ દિવસ એટલે બાળકો માટેનો “સ્વશાસન દિવસ”
. બાળકો માટે તો આનંદ આપનારો તો ખરો જ પરંતુ આપણને બાળકો કેવી રીતે જુએ છે? આખું વર્ષ કેવી રીતે માણે છે? - તેની અનુભૂતિ કરાવતો દિવસ ! બાળકો શિક્ષક બને એટલે તેઓ જે કઈ કરે, જે રીતે વર્તે
, જે પધ્ધતિ વડે બાળકોને ભણાવે
- તે તમામ બાબતો એટલે આપણા સૌનું વ્યક્તિત્વ ! કારણ કે બાળકોને શિક્ષક કેવા હોય, કેવી રીતે ભણાવતા હોય, કેવો સ્વભાવ હોય; આ તમામ બાબતનો અનુભવ બાળકો આપણા પાસેથી આપણને જોઈને,
આપણને અનુભવીને મેળવતાં હોય છે. માટે જ આ દિવસ એટલે વર્ગખંડોમાં શિક્ષક પ્રતિબિંબ દિવસ પણ કહીએ તો કંઈ ખોટું નથી !
શાળાની પરંપરા રહી છે કે સ્વશાસન દિન પર બાળકો ફક્ત શિક્ષક ન બને, પરંતુ વર્ષ દરમ્યાન શિક્ષક પોતે શૈક્ષણિક કાર્યમાં કેવી અગવડતાઓ અનુભવે તે જાણે
! અને હા, ફક્ત જાણે એટલું જ નહીં તેના ઉકેલો પણ સૂચવે તેવી પ્રક્રિયા ઊભી કરેલ છે. તે માટે ગત વર્ષે બાળકોને અધ્યયન નિષ્પત્તિ આધારિત દૈનિક આયોજન કર્યા બાદ જ તેઓ શિક્ષક બની શૈક્ષણિક કાર્ય કરી શકશે
- તેવું નાગરિક ઘડતર પ્રવૃત્તિ અંતર્ગત ચાલતી બાળ-સંસદે ઠરાવ્યું હતું. જેનાથી શાળાને એ ફાયદો થયો કે બાળકો પોતે શું શીખવાનાં છે - અથવા તો આજે જે શીખવવાનું છે તેનાથી બાળકોને શો ફાયદો થશે ? તેવી વાતોની ચર્ચા એક મુદ્દો બન્યો.
ત્યારબાદ તો શાળામાં શિક્ષકોની દૈનિક નોંધ ચેક કરતી ટીમનું પણ આ બાબતે ધ્યાન વધ્યું.
પરિણામ એ આવ્યું કે શિક્ષકોની જેમ જ બાળકો શું શીખવાનું છે ? તેની સાથે સાથે શીખીએ તો શું ફાયદો થશે
? - આવી મોટાભાગની બાબતો કે જે શિક્ષક તરીકે આપણા સૌની ચિંતાનો વિષય હોય છે ! તેમાં ખૂબ સારું થતું જણાયું.
આ વર્ષે શિક્ષક દિન આવતાં જ બાળકોમાં શિક્ષક બનવા માટેનો જુસ્સો એવો જ હતો. પરંતુ આ વર્ષની થીમ જરા જુદા પ્રકારે હતી. આપણી શાળા અન્ય એક શાળા કે જે વિશ્વની ટોપ થ્રી ઇનોવેટિવ પ્રેક્ટિસ કરતી શાળા છે, તેની સાથે અનુભવ એક્સચેન્જ કરી રહી છે. [હમણાં એ વિશે વધુ વિગતો શેર કરી શકાશે નહીં
] જેમાં શાળા કેમ્પસની પ્રવૃત્તિઓમાં અને શૈક્ષણિક કાર્ય સમયે કેટલાંક પ્રોટોકોલ ઉમેરાતાં કામ એ જ પણ ફોર્મેટ મુજબ કરવા પ્રયત્ન કરી રહ્યાં છીએ. શાળા કેમ્પસ અને વર્ગખંડ પ્રવૃત્તિઓ તો મોટાભાગે આપણે વર્ષોથી કરતાં આવ્યાં તેવી જ છે પરંતુ વ્યવસ્થાઓ જરા જુદી છે. ઉદાહરણ તરીકે કહીએ તો શાળામાં આજની અધ્યયન નિષ્પત્તિ નોંધ તપાસનાર બાળકો જોઈ - જાણી અને વર્ગખંડ સુધી પહોંચાડતા
! એટલે કે શિક્ષક શરૂ કરે તે પહેલાં બધાં જ બાળકો તેનાથી પરિચિત હોય કે આજે જે શીખવાનાં છીએ તે કેમ શીખવું જોઈએ
! જ્યારે નવી વ્યવસ્થામાં આ જ વાત બોર્ડ પ્રોટોકોલ રૂપે રોજેરોજ કા.પા.નો જ એક ભાગ બન્યો છે. જેમાં શૈક્ષણિક કાર્ય શરૂ થતાં પહેલાં કેમ ? - નામે નોંધવામાં આવે છે. નવી વ્યવસ્થાઓ શિક્ષક માટે તો નવી હતી બાળકો માટે પણ નવી હતી ! માટે આ વર્ષે શિક્ષકદિનનો ગોલ નવીન વ્યવસ્થાઓને બાળકો પોતાના શૈક્ષણિક કાર્યમાં સમાવે તે માટેનો હતો.
શાળા પ્રમુખ દ્વારા જેવી જાહેરાત કરવામાં આવી કે બોર્ડ પ્રોટોકોલ મુજબનું શૈક્ષણિક આયોજન સાથેની નોંધપોથી તૈયાર કરનાર જ શિક્ષક બનવા નામ નોંધાવી શકશે.
- અમને હતું કે આને કારણે દર વર્ષની જેમ વર્ગખંડો ઓછા અને શિક્ષકો વધુની પ્રશ્ન આ વખતે ઉપસ્થિત નહીં થાય, પરંતુ તેમણે એ ધારણા ખોટી પાડી
! પ્રમુખ સાથે બેસી કલાક સુધી મથામણ કર્યા બાદ અમને એવું હતું કે કોઈને કઈં મૂંઝવણ નહીં રહે. છતાં પણ જ્યારે તેમના અનુભવોના રિવ્યુ લેવાનું શરૂ કર્યું ત્યારે અમારે તો ધોરણ
5ની દર્શનાનો ઠપકો તો સાંભળવો જ પડયો કે “ મને એ ન સમજાયું કે હું પાંચમામાં ભણું છું, તો ય મને આઠમા ધોરણમાં ભણાવવા કેમ મોકલી
? એ દીકરીને ક્યાં ખબર છે કે બાળકોની સંખ્યા મુજબ ટાઈમ ને ટેબલમાં ગોઠવતાં ગોઠવતાં તો પ્રમુખને પરસેવો વળી ગયો હતો.
આ ચગડોળની તો મજા છે
! આખો દિવસ,
અમે સૌ બાળકોની સામે અને સાથે રહ્યા!
સાંજે છૂટા પડતાં પહેલાં પૂછતાં તો પૂછાઈ ગયું કે કેવું રહ્યું વર્ગખંડમાં ? બધાં રીતસર તૂટી પડયાં
, અને અમે તેઓની સામે જોઈ હસતાં રહ્યાં
!
ચાલો માણીએ તેઓના સ્વશાસનને !
શિક્ષક બનતાં પહેલાંની તૈયારીઓ વિશે જણાવતાં બાળકોનો વીડિયો..
શિક્ષક બન્યા પછીના પોતાના અનુભવો જણાવતાં બાળકોનો વીડિયો..
No comments:
Post a Comment