માટી સાથે મજા એટલે હાથ અને હૈયાની કેળવણી !
બાળકોને કાલ્પનિક દુનિયામાં રાચવું ગમે છે. તે બાળકોની
આગવી દુનિયા છે. 'આગવી'નો મતલબ કે તેમાં તેઓ ધારે તે કરી શકતાં હોય છે. એ બધું
જ, કે જે
કરવા માટે વાસ્તવિક દુનિયામાં તેના માટે કાળજીના નામે કન્ટ્રોલ મોટેરાંઓના હાથમાં હોય છે. એટલે જ
એવું કહી શકાય કે વાસ્તવિક દુનિયામાં જીવવા
કરતાં
પણ સપનાંની દુનિયામાં રાચવું તેને ખૂબ જ ગમતું હોય
છે. શિક્ષણનો પાયો
પણ બાળકોની આ જ દુનિયા
આધારિત રચાયેલો છે. માટે જ
તમે જોશો કે, બાળકો માટેની
બાળવાર્તાઓ અને બાળગીતોમાં પ્રાણીઓ ઊડતાં હોય છે, પક્ષીઓ બોલતાં
હોય છે અને કાર્ટૂનનાં કેરેક્ટર ગમે તેટલા ઊંચેથી પડે – ક્યારેય ઇજાગ્રસ્ત
થતાં નથી. આવી બધી
મજા જ મળતી હોય
પછી બાળકોને શું આપણને પણ આવી દુનિયામાંથી નીકળવું ગમતું નથી હોતું. [ પરંતુ મોટેરાં એવાં આપણા સૌની મુશ્કેલી એ છે કે
આપણે મેળવી લીધેલ વિજ્ઞાનનું જ્ઞાન આપણને તેવી દુનિયાની મજા લેવા નથી દેતું ! J]
કહેવાતા જ્ઞાનીની ભાષામાં ગણાતું બાળકોના આ અજ્ઞાનને પ્રાથમિક કક્ષાના અભ્યાસક્રમમાં ખૂબ જ ધ્યાને લેવામાં આવ્યું છે. બાળકોના આ સ્વભાવને ધ્યાને રાખીને જ વાતો અને વાર્તાઓ,
ગીત અને ઘટનાનો સમાવેશ કરેલો છે. બાળકોમાં રહેલી કલ્પનાશક્તિને બહારની વાસ્તવિક દુનિયા સાથે સમન્વય કરવાના ભાગરૂપે પણ આપણા અભ્યાસક્રમમાં ખૂબ વિચાર કરવામાં આવ્યો છે. આવી જ પ્રવૃત્તિઓ પૈકી એક પ્રવૃત્તિ છે :માટીનાં રમકડાં બનાવવાં.
બાળકોને જ્યારે માટીનાં રમકડાં બનાવવાનું કહેવામાં આવે ત્યારે બાળકોની કલ્પનાશક્તિનો વેગ આપણે ન ધારેલ ઝડપે હોય છે. તેના કારણે જ તેણે બનાવેલ અને આપણને લાગતું માટીનું ચોરસ ક્યુબ એ તેના મન મોબાઈલ હોય છે અને ગોળગોળ માટીના ટુકડામાં તેને તવો કે રોટલી દેખાય છે. માટીનાં રમકડાં બનાવતી વેળાએ માત્ર બાળકોની કલ્પનાશક્તિ જ નહીં, હાથની સાથે સાથે હૈયાની કેળવણી પણ થતી જ હોય છે. એટલે જ બાળકો માટીમાંથી પોતાને ખૂબ ગમતી હોય તેવી વસ્તુઓ બનાવવા મથતાં હોય છે.
આપણી શાળામાં પણ ત્યારે બહુ જ મજા આવી જ્યારે ચંદુ સાહેબ અને ત્રીજા ધોરણનાં બાળકો સૌએ પર્યાવરણના એકમ - માટીની મજા – અંતર્ગત માટીમાંથી રમકડાં બનાવ્યાં ! ચાલો, અમે નહીં પણ આ ફોટોગ્રાફ અને આ વિડિયો જ તમને અમારી આ પ્રવૃત્તિની વિશે કહેશે !
No comments:
Post a Comment