મુસાફરીની મજા!
બાળકોની ભાષા સમૃદ્ધ કરવા માટે તેની
સાથે પુષ્કળ વાતો/ સંવાદ કરવો જોઈએ એવું કહેવામાં આવતું હોય છે. પરંતુ આપણે
મોટેભાગે જોઈએ તો વર્ગખંડમાં આપણે તેની સાથે સંવાદ નહીં, પરંતુ એક તરફી તેનામાં
ભાષા રેડયા
કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ.
બાળક જેટલું સાંભળે એટલું/એવું બોલી શકે. હવે જ્યાં બોલવાની તક ઓછી મળતી હોય ત્યાં
ભાષા સમૃદ્ધ થવી એ એક મુશ્કેલ બાબત છે.
આપણી પાસે છે, તેટલું જ તેની પાસે જાય હવે આમાં બાળકોનું શબ્દ ભંડોળ
વધે અને તેની સાથે વધુ સંવાદ થાય તે માટે શું કરવું એવું પુસ્તકોમાં કહેવામાં આવે છે ત્યારે એવી પ્રક્રિયાઓ
વર્ગખંડમાં આપમેળે થતી હોય છે. પરંતુ આપણે
જ અવાજ ન કરો અવાજ બંધ કરો/ વાતો ન કરો આવા રોડા નાખી તેમના ભાષા વિકાસને અટકાવતા
હોઈએ છીએ.
એ વાત જુદી છે કે જ્યારે શિક્ષક ના હોય ત્યારે બાળકો એકબીજા સાથે અવનવી રીતે વાતો કરતા હોય છે. બાળકોના આ
સ્વભાવનો
લાભ લઈ આપણે કોઈ એવો મુદ્દો
એમનામાં છોડી દઈએ અને એકબીજા સાથે વાતો કરવા દઈએ તો આપણી મર્યાદાથી મર્યાદિત રહી જતું શબ્દભંડોળ એની જાતે જ એક બીજા
સાથે ચર્ચામાં વધતું જાય છે. અને આવી રીતે વધેલું શબ્દ ભંડોળ જ
બાળકની ભાષા સમૃદ્ધ બનાવે છે. આવી તકો આપણે વર્ગખંડમાં ઉભી કરવી પડશે. બાળક આપણી
સાથે જ વાત કરે તેવો આગ્રહ રાખતાં બાળકો એકબીજા સાથે વાતો કરે એવી પ્રવૃત્તિઓ પર
વધારે ભાર મુકવાથી જ બાળકોની ભાષા સમૃદ્ધ બને છે.
એ જ રીતે તેઓ બોલે તે આપણા વિચારોમાં અયોગ્ય ખોટું છે એમ લગાતું હોય તો એ ખોટું છે એમ કહેવાને બદલે એ તેવું કેમ માને છે ? તેમ પૂછી વધુ બોલવા કહેવું. (અને એ રીતે ભાષાને વધુ શાર્પ કરી રજુ થવાનો મોકો આપીએ.) આપણા મનમાં પૂર્વેથી જ રચાયેલા જવાબો એ ભાષા નથી, ભાષા એ કે એવા જવાબો સુધી પહોંચવા વખતે થતી મુસાફરી છે. > મજા લઈએ અને મજા લેવા દઈએ આ મુસાફરીની !
No comments:
Post a Comment